SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા વાસ લિમિટ હોય છે. અમુક કીલે વજન જ સાથે લઈ જવાય. લૌમિટ ઉપર લઈ જવું હોય તે વધારે પૈસા આપવા પડે છે, કારણ કે ટ્રેઈનને પૃથ્વી ઉપર ચાલવાનું છે અને હેનને તે ઊંચે ઉડવાનું છે, તેથી વજન ઓછું હોય તેટલું સારું. આ તે તમારા અનુભવની વાત છે ને? તે હવે આપણા આત્માને પણ આપણે ઉર્ધ્વગામી બનાવે છે ને? આત્માને મેક્ષનગરીમાં લઈ જ હોય તે વિષય-કાના કચરાને દૂર કરવું પડશે ઉંચે ઉડનારા પક્ષીઓની પાંખમાં જ્યારે ખૂબ કચરે ભરાય છે ત્યારે પક્ષીઓ પિતાની પાંખેને ફફડાવીને કચરે ખંખેરી નાંખે છે. પાંખમાં રહેલે કચરે ખરી જવાથી પક્ષી હળવું ફૂલ બનીને જલ્દી આકાશમાં ઉડ્ડયન કરે છે તેમ આપણા આત્માને જલ્દી ઉંચે લઈ જ હોય તે આ કષાયેના કચરાને જલદી ખંખેરી નાંખે ને જીવનને શુદ્ધ બનાવે. જીવન જેટલું શુદ્ધ બનશે તેટલું જલ્દી મેલમાં જવાશે, સ્વાતિ નક્ષત્રના વરસાદનું પાણી જે માછલી અદ્ધર ઝીલીને પીવે છે તેના પેટમાં જે મિતી પાકે છે તે કિંમતી બને છે, અને કેઈ માછલી ને પેટમાં સહેજ કચરાવાળું પાણી આવે તે કચ૨ મેતી બને છે. તમને કલ્ચર મેતી ગમે છે કે સાચું મોતી ગમે છે? સાચું મોતી જ ગમે ને? જે સાચું મોતી જોઈતું હોય તે સાધના શુદ્ધ કરવી પડશે. જેને સાધના કલ્ચર મેતીની કરવી છે ને જોઈએ છે સાચું કિંમતી મેતી તે તે ક્યાંથી મળે? આપણે કષાયને કચરે ખંખેરીને શુદ્ધ બનવાની વાત ચાલે છે. ચાર કષાયમાં માન કષાય પણ ભયંકર છે. ક્રોધને ઉત્પન્ન કરનાર માને છે. માનને બીજી ભાષામાં આપણે એવું પણ કહીએ છીએ. અહં અર્ધગતિની ખાઈમાં પછાડી દે છે. અહં અને અન્ય આ બે શબ્દની વચ્ચે ફરક તે માત્ર એક રેફને છે, પણ જે અહંને દાસ બને છે તે અગામી બને છે અને જે અને દાસ બને છે તે ઊર્વગામી બને છે, કારણ કે અહંમાં રહેલું શૂન્ય માનવીને શૂન્ય બનાવે છે અને અહમાં રહેલી રેફ માનવીને ઉર્ધ્વગામી બનવાની પ્રેરણા આપે છે. અહં નાશને નેતરનાર છે અને એવું માનવીને વિકાસની વાટે લઈ જાય છે, માટે અને છેડીને આપણે અહંની ઉપાસના કરવાની જરૂર છે. અહંકાર કેવું નુકશાન કરે છે તેના ઉપર એક દષ્ટાંત યાદ આવે છે. પદમપાણી નામને એક અદ્ભુત શિલ્પી હતે. તે તક્ષશિલાને રહેવાસી હતું. તેની શિલ્પકળા તે કોઈ અજોડ હતી, પણ એને એની કળાને ખૂબ અપ્યું હતું. કઈ કલાકાર હોય કે વિદ્વાન હોય પણ જે વિદ્યા અને આમંત્રણ આપે અને માન–મોટાઈમાં રાચે તે વિદ્યા નથી પણ અવિદ્યા-અજ્ઞાન છે. એક વખત કેઈતિષીએ આ કલાકારની હસ્તરેખા જોઇને કહ્યું કે ભાઈ! આટલા દિવસમાં તારું મૃત્યુ થશે. કલાકાર કહે છે હું મારું મૃત્યુ થશે ? ના...ના...મારું મત કેવું? હું તે મતની સામે મોર માંડીને જમરાજાને પણજીતી લઉં તે સમર્થ છું. મારી શિલ્પકળા દ્વારા હું જમરાજાને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy