SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શાદા સુવાસ -સંસાર કેવો છે, ભંગાર જેવું છે, ઉપરથી મેહક છે પણ ભીતર ભૂડે છે, તાગ મળે ના જેને એ ઉડે ઉડે છે. સંસાર એ કંસાર નહિ પણ ભંગાર છે. બરાબર સમજી લેજે. પરદેશી રાજા છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હતા ત્યારે સૂરિકંતાએ પારણાને દિવસે પરદેશી રાજાને ભેજનમાં ઝેર આપ્યું, એમના પહેરવાના વસ્ત્રોમાં ને બેસવાના આસનમાં બધે ઝેર નાંખ્યું. રાજાએ પારણું કર્યું. થોડી વારમાં નસેનસમાં ઝેર પરગણ્યું. પરદેશી રાજા સમજી ગયા કે મને રાણીએ ઝેર આપ્યું છે પણ કેશીસ્વામી પાસેથી ધર્મ, કર્મના સ્વરૂપને બરાબર સમજ્યા હતા એટલે એમને ઝેર પચાવવું કઠણ ન લાગ્યું. એમણે રાણીને દેષ ન દીધે, પણ પિતાના કને દોષ દીધે. આ શેઠની રગેરગે ધર્મની શ્રદ્ધા હતી. એને ખબર ન હતી કે શેઠાણીએ લડવામાં ઝેર નાંખ્યું છે. શેઠ રેજ એકાસણા કરતા હતા એટલે શેઠાણી કહે છે, હે નાથ! અહીંથી એકાસણું કરીને જાઓ તે ચિંતા નહિ. શેઠે કહ્યું ના, સવારમાં વહેલો ઠંડા પ્રહરે નીકળી જઈશ, પણ શેઠાણીએ કહ્યું, ના, હું એકાસણું કરાવીને જ જવા દઈશ. પાછી પ્રેમ તે એ બતાવે છે કે જાણે સતી ન હોય! આ શેઠના પ્રત્યે પ્રેમ નથી પણ એના પેટમાં દો છે કે એકાસણું કર્યા વિના જાય ને જે ચાર પાંચ માઈલમાં જઈને લાડવા ખાય તે મરી જાય છે પ્રકરણ ઉભું થાય તે કરતાં એકાસણું કરીને જાય તે બીજે દિવસે બપેરે ખાશે. ત્યાં તે દશ પંદર માઈલ દૂર જતાં રહેશે. પછી કંઈ ચિંતા નહિ. એ એના પોઈન્ટમાં રમતી હતી. શેઠે કહ્યું કે ભલે, ત્યારે એકાસણું કરીને જઈશ. એટલે શેઠાણીએ જલદી જલદી રઈ બનાવીને શેઠને એકાસણું કરાવ્યું. થોડીવાર આરામ કરીને શેઠ પેલા ચાર લાડવાની પિટલી, અને એક દેરી લેટે લઈને નવકારમંત્રનું સ્મરણ કરી ઘરમાંથી વિદાય થયા. શેઠાણને થયું–હાશ, હવે ઘરમાંથી નડતર ગયું. હું શાંતિથી સુખ ભેગવીશ. “શેઠની વહારે આવેલ ધમ: આ તરફ શેઠ નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં પાંચેક માઈલ ચાલ્યા ત્યાં સાંજ પડી એટલે એક ઝાડ નીચે બેસીને સામાયિક પ્રતિક્રમણ કર્યા ને પછી સૂઈ ગયા. બીજે દિવસે સામાયિક પ્રતિક્રમણ કરીને ચાલવા માંડ્યું. બીજા પાંચ માઈલ ચાલ્યા એટલે ખૂબ ભૂખ લાગી. થાક પણ - ખૂબ લાગ્યો હતો. ચાલતાં ચાલતાં એક કૂ આવ્યું. એ જોઈને શેઠે વિચાર કર્યો કે આ જગ્યા સારી છે. બાજુમાં વૃક્ષ પણ છે તે હું પાણી કાઢીને અહીં બેસીને એકાસણું કરી લઉં. આ વિચાર કરીને શેઠે કૂવામાંથી પાણી કાઢયું, હાથ–પગ ધેયા ને ઝાડ નીચે બેસી લાડવાની પિટલી છેડી. મનમાં વિચાર કર્યો કે બે લાડવા આજે ખાઈ જાઉં ને બે કાલે ખાઈશ. આ વિચાર કરીને બે લાડવા કાઢયા. મનમાં ચિંતવણ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy