SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ 俺を参 શારદા સુવાસ મણીના ભવ્ય મહેલ હુંતા. બિલ્વમ'ગલ પાસે પહોંચ્યા પણ હવે ઉપર કેવી રીતે જવું ? કારણુ કે મહેલના ખારીબારણાં બંધ હતાં. ચિંતામણીના ચંદન મહેલમાં પ્રવેશ કરવા માટે મિત્વમ'ગલ ચારે તરફ પ્રદક્ષિણા કરવા લાગ્યા. ખૂબ તપાસ કરતાં ઉપરની ખારી તરફ તેનું ધ્યાન ખેંચાયુ. તા એક દોરડુ લટકતુ એણે જોયુ. વિષયાંધ માણસ કેટલે! પાગલ હાય છે ! દારડુ' જોઈને મનમાં હરખાઈ ગયા ને મનમાં ખેલ્યા-અહા ! ચતુર ચિંતામણી મારી શહ જોઈને બેઠી હશે! એણે મારા માટે આ દોરડુ તૈયાર રાખ્યું હશે ! એ દારડુ' ન હતું પશુ કાડા મારતા ફણીધર હતા, પણ અત્યારે એની દૃષ્ટિએ નાગ અને સાગ સમાન હતા. ફણીધર નાગને ઢારડું માની એને પકડીને ચિતામણીના શયનગૃહમાં કૂદી પડ્યા, ત્યારે ચિંતામણી ગુલાખી શમણામાં સૂતેલી હતી. ખિલ્લમ ગલ મહેલમાં આવીને સ્વસ્થ બન્યા. ક્ષણુ એ ક્ષણ વીત્યા પછી એ વિચારે ચઢી.. “ આત્મજાગૃતિનું પ્રગટેલું કિરણ ”; અડે ! હું જેની પાછળ પાગલ બનીને માતને માથે લઈને આવી ઘનઘેાર અધારી રાત્રે અહીં આન્યા છું તે તે મસ્ત રીતે ઝુશાખી શમણામાં સૂતેલી છે. હું જેની મથામણમાં મરુ છુ એ તે માદક વાતાવરણમાં મઝા માણી રહી છે. હું આ લલનાની લીનતામાં ખાવાઈ ગયા ત્યારે આ તે ચિંતાથી પર બનીને નિર્દેની મઝા લૂટી રહી છે. તેના મનમાં આવા વિચારાના વાદળ ઘેરાયા, ને મનમાં થયું કે અહા ! વિષયની પાછળ આટલે પાગલ બન્યા તેના કરતાં મે' પ્રભુ સાથે ખાટલી પ્રીતિ જોડી હાત તા મારુ· કલ્યાણુ થઈ જાત. આમ વિચાર કરતાં એના અતરમાં સમજણુના જ્ઞાન દીવડો ઝળકી ઉઠયા. એટલે તે ચિંતામણીને છેડીને સન્યાસી બની ગયા. ત્યાગી બનીને લેાકેાને મેધ આપવા માટે ટાઢ, તડકા, ભૂખ, તરસ બધું સહન કરતા ભગવાનનું ભજન કરતા એક ગામથી ખીજે ગામ પટન કરવા લાગ્યા. એમણે ચિંતામણીને ભલે ચિત્તમાંથી અળગી કરી પણ વિચારામાં ચકરાવા લેતી વાસનાએ અળગી ન થઈ. ભગવાન કહે છે હું જીવા ! ત્યાગી અનેા કે સ`સારમાં રહા પણ જ્યાં સુધી મન વાસનાઆથી મલિન બનેલુ` રહેશે ત્યાં સુધી તારુ કલ્યાણ નહિ થાય. આવા જ સુકુમાલિકાના ભવના પ્રસ’ગ છે. તે શ્રેષ્ઠૌપુત્ર સાથે પરણેલી પણ તેને સ્પર્શે ખૂબ દાહક હોવાથી તે સુકુમાલિકાને રાત્રે ઉંઘતી છેાડીને ચાલ્યા ગયા. તેથી એ ઝૂરવા લાગી. એના માતાપિતાએ એને ખૂબ સમજાવી પણ એનુ મન વળ્યું નહિ ત્યારે ભિખારી સાથે પરણાવી. તે પણ છાડીને ચાલ્યા ગયા. છેવટે કાઈ સાધ્વીજીના યાગ મળતાં વૈરાગ્ય પામીને દીક્ષા લીધી પણ મનમાંથી વાસના દૂર ન થઇ. દીક્ષા લીધા પછી ઉગ્ર તપ કર્યાં. પછી એના ગુરૂણી પાસે અહાર ઉદ્યાનમાં આતાપના લેવા જવાની આજ્ઞા માંગી. ગુરૂણીએ ના પાડી છતાં આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગઈ. એ જ્યાં આતાપના લેવા માટે ઉભી હતી ત્યાં નજીકમાં વૃક્ષ નીચે એક વેશ્યાને પાંચ પુરૂષો સાથે હાસ્યવિનેાદ કરતી જોઇ. એટલે અંદર રહેલેા વાસનાના દાવાનળ ભભૂકી ઉઠશે., અહા ! આ એક સ્ત્રીને પાંચ પુરૂષો કેવા લાડ લડાવે છે! અને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy