SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૧૫ • વિસ્થ વિષયાળાં ૨, પચતાં મહત્તરમ્। उपभुक्तं विषंहन्ति, विषया स्मरणादपि ॥ "" વિષ કરતાં પણ વિષયે ભયકર છે. વિષ તેા માણુસ ખાય તે જ મરે છે તે પણ એક ભવ પૂરતા મરે છે પણ વિષયાનુ વિષતા એવું કાતીલ છે કે એનુ સ્મરણ કરવા માત્રથી માનવને મારે છે. વિષયની લાલસાથી જીવનના તમામ વ્યવહાર ખારવાઈ જાય છે અને પહેલે ધડાકે વિષયાંધ બનેલા પુરૂષ પોતાના જીવનનુ સુકાન અન્ય સ્ત્રીના હાથમાં સોંપી ૐ છે. આ બિલ્વમંગલના જીવનમાં પણ આવું જ અન્યુ', કે એના ઘરમાં રૂપવંતી પવિત્ર સતી જેવી સ્ત્રી પતિના પ્રેમની ઝંખનામાં રાત દિવસ ઝુરી ઝુરીને કાઢતી હતી. બિલ્વમંગલને પેાતાની પાસે રહેવા માટે કાલાવાલા કરતી હતી પણુ એ તા પોતાની રમણીને છેડીને ચિંતામણી વેશ્યાના મેહમાં ઉન્મત્ત ખની ઉન્માગ`ગામી બન્યા હતા. અંધુએ ! બિલ્વમંગલ ચિંતામણીના મહમાં કેટલા અંધ બનેલા હતા! ખરેખર વાસનાના ગુલામ બનેલે માનવી ન કરે એટલ' એવું એને દુનિયાની પરવા નથી હાતી. જ્ઞાનીપુરૂષા તા કહે છે કે આ ઇન્દ્રિયાની વાસનાને તમે જેટલુ વધારે પોષણ આપશે તેટલી એ વધુ બેફામ ખનશે. વાસનાના ત્યાગ એટલે મેાક્ષની પ્રાપ્તિ. જ્યાતના સ્વભાવ ઉપર જવાના છે તેવા આપણા આત્માને સ્વભાવ છે. ઇન્દ્રિયાને તપ, ત્યાગ અને સયમથી જીતવાની છે. વિષયવાસનામાં રાચવું તે આત્માના સ્વભાવ નથી. આત્માના સ્વભાવ તે વાસનાઓને જીતવી તે છે. વિષયાના પાપથી ઇન્દ્રિયા આત્માને દ્વારડાની જેમ બાંધી કે છે જેથી આત્મા મુક્ત મનતા નથી. સિંહુને પણ જો બાંધી દેવામાં આવે તે તે પણ ગુલામ બની જાય છે, પરાધીન બની જાય છે, તેમ વાસનાના વિકાર અને વિષયેામાં જે મસ્ત અને છે તે કમ પાશના દોરડે બધાઈ જાય છે. જ્યારે તેવા પાપથી આત્મા પાછે હુઠે છે ત્યારે તેનું જીવન ખદલાઇ જાય છે, અને વિષય વાસનાને બદલે એના જીવનમાં ત્યાગ, સંયમ, અપરિગ્રહ, મૈત્રી, ક્ષમા, પ્રેમ, કરૂણા વિગેરે ગુણુા આવતા જાય છે. “ મડદાને હોડી માનનાર પાગ” : આ બિશ્વમ’ગલ વિષયવાસનામાં ઘેરાયેલા છે. એક દિવસ રાત્રે એને ચિંતામણી પાસે જવાનુ મન થયુ. એટલે ઉઠીને તૈયાર થયે ચામાસાના દિવસેા હતા. ભયંકર અંધારી ઘાર રાત હતી. એવું ભયંકર અંધારું છવાયુ હતુ` કે માનવ પોતે પોતાને ન જોઇ શકે. મૂશળધાર વરસાદ વરસતા હતા. નદી બે કાંઠ પૂરજોશમાં વહેતી હતી. ચિંતામણી વેશ્યા યમુના નદીના સામા કિનારે મોટા મિનારાવાળા મહેલમાં વસતી હતી. એના મધુરા મિલન માટે અધીરા બનેલા બિલ્વમ ગલ આવા વિષમ વાતારણમાં યમુના નદીના કિનારે આળ્યે, સામે કિનારે જવા માટે નદીમાં પાચે. આ સમયે પાણીના પૂરમાં તણાઇને આવતું એક મડદું એના હાથમાં આવ્યુ. અંધારામાં એણે માન્યું કે મને સામે કિનારે જવા માટે હાડી મળી ગઈ. એના મનમાં થયું કે ચિંતામણીએ મારે માટે હાડી મેાકટ્ટી હશે. નક્કી એ મને યાદ કરતી હશે. એમ માનીને વિશ્વમ ગલ મડદાને હાડી માની એને પકડીને એના સહારે સામે કિનારે પહોંચ્યા. પાસે જ ચિંતા,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy