SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૧૯૭ મને તા એક ભિખારી જેવાએ પણ ન ઈચ્છી. મારા તપ–સયમનુ જો મળ હોય તે હુ આવતા ભવમાં પાંચ પતિની પત્ની મનુ એવુ નિયાણું કર્યું. એ નિયાણાના બળથી એ પાંચ પતિની પત્ની મની. કહેવાના આશય એ છે કે વાસનાને જીતે. “સંન્યાસી બનવા છતાં નડેલી મનની મેલાશ” : બિલ્વમંગલે ચિતામણીને છેડી પણ એનુ ચિત્ત વાસનાઓથી મુક્ત બન્યું ન હતુ. સન્યાસી બની ગામ-પરગામ પર્યટન કરતાં કરતાં વૃંદાવન નજીક એક ગામના પાદરમાં સરેશ્વર પાસે પહોંચ્યા. ત્યાં સરેાવરનુ' શીતળ પાણી પીને માજીમાં એક આંબાના વૃક્ષ નીચે વિશ્રાંતિ લેવા માટે ઐઠા. ત્યાં એક રૂપવંતી નવયુવાન સ્ત્રી કૂવે પાણી ભરવા આવી. અપ્સરા જેવી અમળાને જોઇને બિલ્વમ'ગલના નયને નાચવા લાગ્યા. લલિત લલનાની લગનીમાં લપટાયેલા ભેગી ભ્રમર તેની સામે ધારી ધારીને જોવા લાગ્યા. સ્ત્રી તે પવિત્ર પતિવ્રતા સ્ત્રી હતી. તેણે તેા કાઇના સામું જોયું પણ નથી. તે તે પાણી ભરીને નીચી નજરે એના ઘર ભણી ચાલવા લાગી. કામી બિલ્વમંગલ પણ તેની પાછળ ગયા, સતી સ્ત્રી એના ઘરમાં ગઇ ત્યારે આ મિત્રમ ગલ તેના ઘરની બહાર એક તરફ ઉભા રહ્યો. વેશમાં ત્યાગી, દૃષ્ટિમાં ભાગી ' : વૈષધારી વૈરાગી સંન્યાસીને બહાર ઉભેલા જોઈને એ ખાઈના પતિ બહાર આવ્યા ને કહ્યું-મહાત્મા ! પધારો. આપને ભિક્ષામાં શુ જોઈએ ? હું આપની શું સેવા કરુ? ખૂબ હ ભેર ખાઇના પતિએ આ સન્યાસીના આદરસત્કાર કર્યાં ને ફરીને પૂછ્યુ. આપને જેની જરૂર હાય તે માંગેા, મારે ત્યાં આપ જેવા સંતાના આશીર્વાદથી કોઇ જાતની કમીના નથી, ત્યારે આ બિલ્વમંગલ કહે છે ભાઇ ! મારે ખીજું કાંઇ નથી જોઈતું. ફક્ત એક જ જોઈએ છે. ભક્ત કહે છે એક શુ' એ માંગા ને ? આપ શા માટે સ ́કેચ રાખેા છે? એના મનમાં હતુ કે સન્યાસી ખાવા માંગી માંગીને શું માંગશે ? કયાં ખાવા માટે ભાજન કે પહેરવા માટે વજ્ર. સ`ન્યાસી કહે હું' માંશુ' તે આપીશ ? તે કહે હા, સકાચ ન રાખેા, “બિલ્વમ ગલની માંગણીથી આવેલા આંચકો' : શરમ છોડીને બિલ્વમ ઝૂલે કહ્યું : હમણાં જ તમારા ઘરમાં પાણી ભરીને જેણે પ્રવેશ કર્યાં તે રૂપસુંદરીને હુ પુનઃ એક વાર જોવા માટે તસુ છું. માટે એને મારી પાસે મેટલ, આ સાંભળીને ભાઈના હૃદયમાં કરટ લાગ્યો હાય તેવા આંચકા લાગ્યા. આણે તે જીરું જ માંગ્યું. મારે શુ કરવુ? ધર્મ પરાયણ પતિ સંકટમાં મૂકાઇ ગયે. એક તરફ ધમ પરમ્યણુ પતિવ્રતા પત્ની અને બીજી તરફ વેશધારી ત્યાગીની માંગણી. ઘેાડીવાર તા મૌન ઉો રહ્યો. કાને ઇન્સાફ આપવે, શું કરવું ને શું ન કરવું ? છેવટે તેણે કહ્યું આપની ઇચ્છા પૂ થશે. હું મારું આપેલું વચન કદી બદલતા નથી, અને મારા આંગણે આવેલા અતિથિને કદી નિરાશ કરતા નથી તે આપને કેમ નિરાશ કરાય ! આપ થાડીવાર આટલે એસા, મારી પત્નીને બહાર મેાકલુ છુ. આમ કહીને બાઇના પતિ અંદર ગયા. એનું મુખ ઉલ્લાસ જોઇને પત્નીએ પૂછ્યુ’—નાથ ! આપનું મુખ ઉદાસ કેમ છે ? ત્યારે કહે છે હૈ સતી ! આપણા આંગણે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy