________________
૧૮૬
શારદા સુવાસ
ચાલે છે. મારાથી જ લાકે સુખી છે. આ રાજાએ એક વખત ભરી સભામાં એના પ્રધાનને પ્રશ્ન કર્યો કે-પ્રધાનજી ! આપણાં રાજ્યમાં પ્રજા સુખી છે તે કાને આભારી છે ? કાના પ્રતાપે પ્રજા સ્વર્ગ જેવુ' સુખ સેગવી રહી છે ? આ પ્રધાન સમ્યક્ દૃષ્ટિ અને જૈન ધર્મના જાણકાર હતા. કની થીયરીને તે ખરાખર સમજતો હતેા. એટલે રાજાને કહ્યું સાહેબ ! કીડીને કણ અને હાથીને મણ એના ભાગ્ય પ્રમાણે મળી રહે છે. ફાઇ કાઇને સુખી કે દુ:ખી કરી શકતું નથી. હું જ બધાની વ્યવસ્થા કરૂ છું ને મારાથી જ બધું તંત્ર ચાલે છે એપ માનવું તે ભૂલ છે. ગાડા નીચે કૂતરું હાલતુ હાય ને તે માને કે હું જ ગાડાના ભાર ખેંચું છું તે શું એ ગાડાના ભાર ખેચે છે ? એ એના બેટા ભ્રમ છે, તેમ હું અધુ કરુ છુ, ઘરના ભાર ઉપાડું છું, રાજ્ય ચલાવુ' છું, એ માનવીને ખેટા ભ્રમ છે. પ્રધાને આ પ્રમાણે કહ્યુ એટલે રાને કોધ ચઢયો કે તું એમ કહેનારા કેણુ ? હવે હું જોઉં છું કે કીડીને કણુ કેવી રીતે મળે છે ?
રાજાએ પરીક્ષા કરવા માટે એક કીડીને લઇને એક નાની ડબ્બીમાં મૂકી ડબ્બીને સીલ મારી મૂકી દીધી ને કહ્યું" કે હવે હું જોઈશ કે કીડીને કણુ કેવી રીતે મળે છે ? ખીજે દિવસે રાજાએ ડબ્બી ખેાલીને જોયુ તે ડખ્ખીમાં કીડીની પાસે એક ચેાખાના દાણા પડેલા જોયા. એ દાણેા લાલ હતા ને પોણા ભાગના કાતરાઈ ગયેલા હતા. રાજા વિચારમાં પડયા. મે' આ કીડીને ડબ્બીમાં પૂરીને બંધ કરી ત્યારે તે કાંઇ ન હતું ને ચાખાના દાણા એમાં કયાંથી આવ્યે ? ખૂબ તપાસ કરતાં ખબર પડી કે પેાતાનાજ કપાળમાં કંકુના ચાંદલા પર ચોખા ચોડેલા હતા તે ડખ્ખી બંધ કરતી વખતે તેમાંથી એક દાણા પડી ગયા હશે, પ્રધાને કહ્યું સાહેબ ! દેખા. તમે તે કીડીને કઈ આપ્યું ન હતુ. પણ એન કણુ મળી ગયા ને? માટે હું કરું છું તે ભ્રમ ખાટા છે. આ જોઇને રાજાના ભ્રમ એ થયા પણ હજી પૂરું અભિમાન એસયુ' નથી. એટલે એને બીજી વખત કસેટી કરવાની ઇચ્છા હતી.
એક વખત રાજા પેાતાના નગરમાં ફરવા માટે નીકળ્યા હતા. તે વખતે ગરીમં માણસાને સાનીની દુકાનેા પાસેથી કચરા ભેગા કરીને કોથળા ભરતા જોયા, ગરીબ માણસો પેાતાની આજીવિકા માટે ઝવેરી લેાકેાની ને સેાનીઓની દુકાના પાસે જે કચરો પડચા હાય તે વેચાતા લઇ જઈને તેને ધોઈને ભઠ્ઠીમાં નાખે, તેમાંથી કાઈ કોઈ વખતે ઝીણી ઝીણી સેનાની કણીએ મળે, આવા લોકોને કચરો ભેગો કરતાં જોઇને રાજાને વિચાર આવ્યેા કે કચરામાંથી આ લેાકેાને શુ' મળતુ' હશે? પ્રધાને કહ્યું તેમના ભાગ્ય પ્રમાણે જીણી સાનાની કણીઓ કાઈક વાર મળી જાય. કોઇક વાર મળી જાય.
બીજે દિવસે રાજાએ ત્યાંથી બધી ધૂળ ભેગી કરાવી ગાડી ભરીને મંગાવી. માણસે દ્વારા તપાસ કરાવી કે એમાં કઇ પણ કમતી વસ્તુ તે નથીને ? રાજના માણસોએ કચરો તપાસ કરીને યુ' તે તેમને કંઇ ન મળ્યુ. રાજાએ રાજ કચરા મંગાવીને એક એરડા ભરી દીધા ને પેલા ગરીમ માણસને ખેલાવીને કહ્યું કે તું સાનીના ઘર આગળથી ધૂળ. ભેગી કરીને લઈ જાય છે ને ? તે આ ધુળ તું લઈ જા. એટલ, કેટલા પૈસા આપીશ ? પેલા માણસે ધૂળ સુપડીમાં લઇને ઝાટકીને તપાસી જોઈ તે ખખર પડી કે આ ધુળમાંથી