SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવ્યસ છાંટશે તે ઢગલાબંધ સોનું મળશે. એ સોનું છે તે અહીં રહી જશે પણ માનવજીની એકેક કિંમતી ક્ષણને જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં સદુપયોગ કરશે તે સતિના મહાન સુખ રૂપી સુવર્ણના ઢગલા સશે. તમે ચાલ્યા જતાં હોય અને રેતીના ગાડામાંથી રેતી વેરાઈ રહી . આ જોઈને તમને એમ થથ કે ફિગટ રેતી વેરાઈ રહી છે, પણ આ જીવનની અતિ ઉંચી કિંમતવાળી આયુષ્યની છણે ઢળાઈ રહી છે તેની ચિંતા થાય છે? આ જીવને હજુ અમૂલ્ય માનવજન્મની કિંમત સમજાણી નથી. સુવર્ણરસ જેવી જીવનની કિંમતી ક્ષણે સંસારના રંગરાગમાં વેડફાઈ રહી છે તેનું દુઃખ છે? દેવતાઓ માનવજન્મની અભિલાષા સેવે છે કારણ કે માનવજીવનમાં માનવતાની સૌરભ ભરેલી છે પણ આજનું માનવજીવન યાતનાઓથી ભરપૂર બન્યું છે. આજે માનવ માનવ વચ્ચે વૈરની, ક્રોધન, કષાયની અને અભિમાનની દિવાલ ઉભી થઈ છે, તેથી નવ વાવની કતલ કરે છે. આત્માનું મૂલ્યાંકન ભૂલાઈ ગયું છે. માનવતા મરી પરવારી છે અને અજ્ઞાન ભાવ પશુપક્ષી કરતાં પણ હલકો બની ગયો છે. માનવતા માનવને મહામાનવ બનાવે છે. સર્વને મિત્ર બનાવે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે સાચા માનવ બનવાની જરૂર છે શ્રેષ્ઠ સુખ ભેગવનારાં અનુત્તર વિમાનને દેવે મનુષ્યભવને ઈચ્છે છે કારણ કે મનુષ્ય જ સંસારને ત્યાગ કરીને સંયમ માર્ગ સ્વીકારી શકે છે. જે સંયમ ન લઈ શકે તે તપ કરે છે, શીયળ પાળે છે તેવા માનવથી મૃત્યુલેકની ધરતી સ્વર્ગથી પણ અધિક રળિયામણી છે. જીવના વિકાસનું ક્ષેત્ર આ માનવભવ છે. હવે તમને સમજાય છે કે આ માનવભવના મૂલ્ય કેટલા છે ! આવું સુંદર જીવન પામીને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધના કરે ક્ષમા, સરળતા, નમ્રતા, નિર્લોભતા આદિ સદ્દગુણેને અપનાવે અને ક્રોધ, માન, માયા, લેભ આદિ દુર્ગણેને દફનાવે, અને બને તેટલો સમય ધર્મધ્યાનમાં વીતા કંઈક અજ્ઞાની જીવ અભિમાનની હવા ભરીને ફરે છે ને મનમાં માને છે કે મારા વગર આ સંસાર ચાલે નહિ. મૂખ મન મમત્વ કરે, હું છું ને સો જાય સૂકા કાષ્ઠને જીવડે, તેને પાણું કેણુ પાથ?” હું કરું છું અથવા મેં કર્યું એ માનવીને પેટે ભ્રમ છે. આ જગતમાં શુભાશુભ કર્મના ઉદય પ્રમાણે બધું બને છે. આ એક સનાતન સિદ્ધાંત છે. કર્મની સત્તા આગળ કેઈનું ચાલતું નથી. બધી વ્યવસ્થાનું સંચાલન હું જ કરી રહ્યો છું, આવું બેલનાર માણસ મિથ્યાભિમાનના મંચ ઉપર બેઠેલે છે પણ આ મંચ પસ્થી જ્યારે શંતિના ખાડામાં ગબડી પડશે તે કલ્પી શકાય નહિ. એક ન્યાય આપીને સમજાવું. એક રાજા ખૂબ અભિમાની હતા. એમના મતમાં એમ હતું કે આ જય સારણી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy