SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ શારદા સુવાસ એક પૈસાને માલ મળે તેમ નથી, પણ કરું શું? આ તે રાજા, વાજા ને વાંદરા. રાજા રીકે તે ગામના ગામ દઈ દે, ને ખીજે તે જાનથી મારી નાંખે. ભયના માર્યા કહ્યું કે સાહેબ સે રૂપિયા આપીશ. રાજાના મનમાં થયું કે આ શું કરશે? પરીક્ષાના અંતે રાજાનું ઉતરેલું માન રૂપી ઝેર – પિલા ગરીબ માણસે કહ્યું–મહારાજા ! આપ પુણ્યવાન છે, પવિત્ર છે, આપના પવિત્ર હાથ વડે આમાંથી ત્રણ ખોબા ભરીને મને ધૂળ આપે તે મારું કાર્ય સફળ થાય, પછી બધી ધૂળ હું લઈ જઈશ. એટલે રાજાએ તેને ત્રણ ખેબા ભરીને તેમાંથી ધૂળ આપી. તે ધૂળ જુદી ઘરે લઈ ગ ને બીજી ધૂળ ગાડા ભરીને લઈ ગયે. રાજા વિચારે છે કે હમણાં બૂમ મારતો આવશે કે મને ધુળમાંથી કંઈ ન મળ્યું પણ એ તે પાછો આવ્યો જ નહિ. એટલે રાજાએ સામેથી તેને બેલા ને પૂછ્યું. અલ્યા! પેલી ધુળનું તે શું કર્યું? તે કહે છે સાહેબ! મેં બધી ધુળ ચાળી. તને કંઈ મળ્યું? હા, સાહેબ! આપના જેવા માલીકની મહેર જેના ઉપર વરસે તેને શું કમીને રહે? બાપુ! આપની કૃપાથી હું ઘણું કમાયે સાહેબ! હું તે ન્યાલ થઈ ગયે. આની વાત સાંભળીને રાજાને ખૂબ આશ્ચર્ય થયું કે આને ધુળમાંથી શું મળ્યું હશે? રાજાએ પૂછયું કે તને શું કહ્યું? ત્યારે તેણે ડબીમાંથી દશ હજારની કિંમતને હીરે બતાવીને કહ્યું–સાહેબ! આપના પવિત્ર હાથે આપેલી ધુળમાંથી મને આ હીરે જડે છે. હીરે જઈને રાજા ચમક્યા. અહ! આ તે મારી વીટીને જ હીરે છે. રાજા સાત હીરાની વીટી પહેરતાં હતા. તેની સામે જોયું તે એક હીરે નીકળી ગયો હતો. બન્યું એવું કે રાજાએ જ્યારે એને ત્રણ ખેબા ધુળ આપી ત્યારે વીંટીમાંથી એક હીરે તેમાંથી નીકળીને ધુળ ભેગે જતે રહેલે. આ બનાવથી રાજાને ગર્વ ગળી ગયે. હું જ કરું છું ને મારાથી જ બધું થાય છે. આ વાત કર્મરાજાની કેર્ટમાં ટકી શકતી નથી. તમે પણ આવા દાખલા સાંભળીને સમજી લેજે કે કેઈનું અભિમાન ટતું નથી. સૌને સૌના પ્રારબ્ધ પ્રમાણે મળી જાય છે. માણસ જેવું પુણ્ય કરીને આવે છે તેવું તેનું પ્રારબ્ધ ઘડાય છે. એમાંથી કેઈ ઝુંટવી શકતું નથી. એ પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ છીએ. નેમનાથ ભગવાન અને રામતીને પૂર્વભવની વાત ચાલી રહી છે. સિદ્ધાયતન ક્ષેત્રમાં ચિત્રગતિ ઉપર સુવર્ણના અચેત પુષ્પની વૃષ્ટિ થઈ તેથી અસંગસિંહ રાજાએ નિર્ણય કરી લીધું કે જોતિષીના કહેવા પ્રમાણે આ જ મારી પુત્રી રત્નાવતીને પરણશે. સૌ ત્યાંથી છૂટા પડ્યા અનંગસિંહ રાજા પિતાની પુત્રી રનવતી માટે સુરચકી રાજાને ત્યાં માંગુ મેકલવા વિચાર કરે છે. બધાની સલાહ મળતાં વિરસેન નામના મંત્રીને સુરતેજનગર મેકલ્યા. હે રાજન્ ! તુમ રાજકુંવર ઓર, મુજ નૃપ રાજદુલારી, જેડી સદશ કનક મણુવત, લીજે સંબંધ સ્વીકારી,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy