SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ “ગુરૂ આજ્ઞા શિરામાન્ય કરી ચાહ્યા વિહારની વાટે' : ગુરૂની આજ્ઞા મળતાં સુમિત્ર મુનિ ચામાનુગ્રામ વિચરતા, અનેક જીવાને પ્રતિધ પમાડતાં તેઓ એક વાર મગધ દેશમાં સિદ્ધાયતન ગામની બહાર ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં તેઓ એક વૃક્ષ નીચે ધ્યાનમગ્ન બનીને બેઠા, સુમિત્ર મુનિ મેટા ભાગે આત્મધ્યાનમાં લીન રહેતા. તે સમયે તેમને સંસારી ભારમાન ભાઈ પદ્મકુમાર જે રાજ્ય ોડીને ચાલ્યા ગયા હતા તે ફરતા ફરતા ત્યાં આવ્યા. સુમિત્ર મુનિને જોતાં પદ્મકુમારને જીનુ વેર યાદ આવ્યું. અડ્ડા ! તે મને રાજ્યના માલિક નહિ મનાવતા થોડા ગામ આપ્યા ને હવે સાધુડા બનીને બેસી ગયા છે. યાદ રાખ, હવે હું તને જીવતા નિહુ છેોડું. એમ કહી ગુસ્સામાં આવીને એક તીથ્રુ તીર સુમિત્ર મુનિની છાતીમાં માયુ. ૧૮૨ અહાહા ! કમે શું કરાવે છે? પાપી પદ્મકુમાર પવિત્ર મુનિને તીર મારતાં પણ અચકાયા નહિ. છાતીમાં તીર પેસી જતાં મુનિને અસહ્ય વેદના થવા લાગી. પોતે જાણ્યું કે પેાતાના ભાઈ પદ્મકુમારે જ તીર માયુ છે, છતાં તેના ઉપર લેશ માત્ર ક્રોધ ન કર્યાં. મનમાં એવા વિચાર કર્યું કે પદ્મકુમાર ! એમાં તારો દોષ નથી. મે' તને રાજય ન આપ્યું તેના તને રોષ છે, છતાં તે તે મને કર્માં ખપાવવામાં ઘણી સહાય કરી છે. દુનિયામાં ભાઈ તા ઘણાં ઢાય પણ તારા જેવા હિતસ્ત્રી, જલ્દી કલ્યાણ કરાવનાર ભાઈ કયાં ઢાય ? આવી શુભ ભાવના ભાવતાં મુનિ સમાધિપૂર્વક કાળ કરીને બ્રહ્મ દેવાકમાં ઇન્દ્રના સામાનિક દેવ થયા. 97 પાપ છુપાવવાના પ્રયત્ન કરતાં ગુમાવેલા પ્રાણ * : પદ્મકુમારે સુમિત્ર મુનિને તીર તેા માર્યુ પણ પછી એના મનમાં થયુ કે મને કોઈ જોઈ જશે ને ખબર પડશે તે મને મારી નાંખશે. એટલે તે ભયના માર્યા ખાજુના જંગલમાં ભાગી ગયા. ત્યાં તેને ભયંકર ઝેરી સર્પ ડંશ દીધા. ત્યારે ઘણી બૂમો પાડી પણ ત્યાં કેણુ સાંભળે ? શરીરમાં ઝેર વ્યાપી ગયું ને ત્યાં ને ત્યાં જ મરણ પામ્યા. એ મરીને નરકમાં ગયા. આ તરફ આસપાસના ઘણાં રાજાઓને ખબર પડી કે સુમિત્ર મુનિ સિદ્ધાયતન ક્ષેત્રમાં કાળધમ પામ્યા છે. ચિત્રગતિને પણુ આ વાતની ખબર પડી એટલે ચિત્રગતિ તેમજ બીજા ઘણાં રાજાએ ત્યાં પહોંચી ગયા. તેમાં અનંગસ'હું રાજા પણ આવ્યા હતા. સુમિત્રમુનિના આ રીતે કાળધર્મ પામવાથી ચિત્રગતિને ખૂબ દુઃખ થયું. આ બધા રાજાએએ ભેગા થઈ ને સુમિત્ર મુનિના દેહની અંતિમ ક્રિયા કરી, અ ચિત્રગતિ કુમાર ઉપર દેવે કરેલી પુષ્પવૃષ્ટિ : અ ંતિમ ક્રિયા કર્યા પછી ચિત્રગતિ ઉભા છે ત્યારે સુમિત્ર મુનિના જીવ જે દેવ થયા હતા તેણે તરત અવધિજ્ઞાન મૂકીને જોયુ. એટલે તરત તેણે ચિત્રગતિ ઉપર સેનાના અચેત પુષ્પની વૃષ્ટિ કરી. આ સમયે અન’ગસિંહ રાજાને તેમજ ખીજા રાજાને થયુ` કે અહા ! આ પુષ્પવૃષ્ટિ કાણું
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy