SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ શારદ સુવાસ કરે છે? અગસિંહ રાજા તે વિચારમાં પડી ગયા. તેમને તિષીનું વચન યાઢ આવ્યું. તિષીના વચન અનુસાર આ જ મારે જમાઈ થશે. આણે જ મારા હાથમાંથી દૈવી બલ્ગ લઈ લીધું હશે. ત્યાં તે દેવ દિવ્યરૂપમાં ચિત્રગતિ પાસે આવ્યો ને કહ્યું. તમે મને ઓળખે છે? ત્યારે ચિત્રગતિએ કહ્યું “તમે કઈ દેવ લાગે છે.” એટલે સુમિત્રે પિતાનું રઅસલ માનવ ભવનું રૂપ ધારણ કર્યું. પછી બન્ને એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા ને એકબીજાની પ્રશંસા કરતાં છુટા પડ્યા. સુમિત્ર દેવલોકમાં ગયે ને ચિત્રગતિ સૂરતેજ પાછા ગયે. હવે અનંગસિંહ રાજા પિતાની પુત્રી રનવતીનું માંગુ મેકલાવશે તે વાત અવસરે કહેવાશે. (પૂ. જાબાઈ મહાસતીજીની પુણ્યતિથિ હોવાથી પૂ. મહાસતીજીએ તેમના જીવનનું સુંદર વર્ણન કર્યું હતું.) વ્યાખ્યાન નં. ૨૨ શાસણ સુદ ૪ ને એમવાર તા. ૭-૮-૭૮, અનંતજ્ઞાની, સ્વ–પર ઉદ્ધારક, પરમ હિતવી, ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ જગતના જીના ઉદ્ધાર માટે અંતિમ દેશનામાં ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમાં ફરમાવ્યું છે કે હે આત્માઓ ! મનુષ્ય જન્મ મળ મહાન દુર્લભ છે. कम्माणं तु पहाणाए, आणुपुव्वी कयाइ उ । जीवा सोहिमणुपत्ता, आययंति मणुस्सयं ॥७॥ અનુ ને કર્મોને ક્ષય થવાથી શુદ્ધ બનેલ જીવ કદાચિત ઘણા લાંબા સમય પછી મનુષ્ય જન્મને પ્રાપ્ત કરે છે. જીવ અનંતકાળથી ભવસાગરમાં ભમી રહ્યો છે, અનેક ભમાં જ્યાં જ્યાં ગમે છે ત્યાં તેણે કર્મબંધન કર્યું છે. એ ક જેમ જેમ આત્મા ઉપરથી ખરતા જાય તેમ તેમ આત્મા શુદ્ધ બનતું જાય છે. મનુષ્યભવ પ્રાપ્ત કરવા ગ્ય કમનો ક્ષય થતાં આત્મા વિશુદ્ધ બન્યો ત્યારે મનુષ્યત્વયુક્ત માનવભવ મળે છે. ભગવાન કહે છે આ માનવભવ તે દુર્લભ છે પણ માનવભવની એકેક ક્ષણ પણ કિંમતી છે. તેમાં તમે બને તેટલી આત્મસાધના કરી લે, સહેજ પણ પ્રમાદ કરશો નહિ. કારણ કે જે ક્ષણે જાય છે તે પાછી મળતી નથી અને આયુષ્ય કપાઈ રહ્યું છે. એક વાત નક્કી સમજી લેજો કે જન્મ્યા ત્યારથી આપણુ માટે મૃત્યુની ફાંસી તૈયાર છે. અસંખ્ય દેવેના સ્વામી. ઈદ્ર હોય કે રસ્તાને રખડતે ભિખારી હોય, પણ મૃત્યુની ફાંસી બંને માટે તૈયાર છે આવું જાણવા છતાં મનુષ્ય માને છે કે હજુ તો ઘણે સમય બાકી છે. ખાઈ પીને મઝા કરી લે, આજને માનવી જન્મદિવસે ખૂબ હરખાય છે પણ તેને ખબર નથી કે મારી જિંદગી એછી થતી જાય છે. આ જિંદગીની ઘડી સુવર્ણ રસના ટીપા કરતાં પણ મેંઘી છે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy