SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શાપર સુવાસ ૧૪ છૂટી શકે છે. પ્રત્યેક પદાર્થો અને પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખ, આત્માને જ્ઞાતા અને દષ્ટ બનાવે તે સંસાર ચક્રમાંથી છૂટી શકાશે, બાકી તે જે કર્મ જાણતાં કે અજાણતાં પિતાના માટે કે પિતાના કુટુંબ માટે ગમે તેને માટે બાંધ્યા હશે તે પિતાને જ ભોગવવા પડશે, માટે છૂટવું હોય તે કર્મબંધનથી અટકે. આપણે તેમનાથ ભગવાન અને રાજેમતના પૂર્વભવેનું વર્ણન ચાલે છે, તેમાં ધનકુમાર સુરતેજ નગરમાં સુરચકી રાજાને ત્યાં પુત્રપણે જમ્યા છે અને ધનવંતી શિવમંદીર નગરમાં અસંગસિંહ રાજાને ત્યાં જન્મી છે, બંને આત્માઓ વિદ્યાધરના કુળમાં જમ્યા છે. બંને તેમના માતા-પિતાને ત્યાં લાડકોડથી ઉછરે છે. માતા-પિતાએ તેમને પ્રેમથી ભણાવી ગણાવીને ઉછેર્યા છે. તેમાં રનવતી તે ઘણા ભાઈઓની એક જ બહેનડી છે. એટલે એના તે ઘણું માન છે. માતા-પિતાઓની સંતાને પ્રત્યે અલૌકિક મમતા હોય છે, અને આશાના મિનારા હોય છે કે સંતાને મોટા થશે એટલે આપણે સુખી થઈશું. પણ જ્ઞાની કહે છે કે તમે સંતાને પ્રત્યે ગમે તેટલું મમત્વ રાખો પણ “ન તે તાળ વા સરળ વા, તુi fજ તેજલ ના તાળા વા સાળા વા ... તમારા સંતાન કે બીજા કુટુંબીજને કે જેમને પિતાના માને છે તે તમને ત્રાણ શરણું નથી અને તમે પણ તેમને ત્રાણ શરણું નથી. જેની સાથે જેટલા લેણ દેણ હશે તેટલા લેવાશે. પુષ્યને ઉદય હોય તે સંતાને માતા-પિતાને સંભાળે છે. અહીં મને એક દષ્ટાંત યાદ આવે છે. - એક ગામડામાં એક ગરીબ પતિ-પત્ની રહેતા હતા. તેઓ કર્મોદયે ખૂબ ગરીબ હતા. તેમની પાસે માત્ર ચાર વીઘા જમીન હતી. એટલે ખેતી કરીને પિતાનું જીવન વીતાવતા હતા. બે ત્રણ સંતાન થયા પણ બાળપણમાં જ મરી ગયા પછી એક પુત્ર થયે. તે દીકરે બાલપણુથી ખુબ હોંશિયાર અને વિનયવંત હતે. એને જોઈને માતા પિતાની આંખડી કરી જતી. માબાપને પુત્ર પ્રત્યે ખૂબ પ્રેમ હતું. એના ઉપર એમણે આશાના મિનાર બધા હતા. દીકરે મોટે થયે એટલે તેને ભણવા મૂ. આ છેક બધા વિદ્યાર્થીઓમાં હોંશિયાર હતે. દરેક વખતે પહેલાં નંબરે પાસ થતું હતું. પુત્રની હોંશિયરી જોઈને માતા પિતાની છાતી ગજગજ ફુલવા લાગી અને પુત્ર કેમ વધુ પ્રગતિ કરે તે માટે સતત ધ્યાન રાખતા. છેક ભણે છે એટલે એને ઘી, દૂધ, ફૂટ વિગેરે પૌષ્ટિક પદાર્થો ખવડાવીએ તે એની યાદશક્તિ વધે, શરીર સારું રહે એને સારા કપડા પહેરાવીએ તે શોભી ઉઠે, અને બહાર એની પ્રતિભા પડે. એ માટે આ ગરીબ મા-બાપ રાત દિવસ સતત પરિશ્રમ કરતાં હતાં. તે જ સંતાનો માટે મા-બાપ શું નથી કરતા?” – મા બાપને પિતાના સંતાનને ભણાવી ગણાવી હોશિયાર બનાવવાનાં કેટલા કેડ હોય છે ! એ સમજે છે કે પછી આપણે બધા દુઃખ ચાલ્યા જશે, પણ સંસાર એ વિચિત્ર પ્રકારને છે કે માણસ શા. સુ-૧૦
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy