SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શાર સુવાસ જગતના પદાર્થો પર ભમતી દષ્ટિને પિતાના તરફ વાળી નથી. આપણા પિતાના અવરૂપને આપણે નિહાળ્યું નથી ને પિછાણ્યું નથી. આ સંસારમાં અનેકને પરિચય કરતાં પહેલાં જેને પરિચય પ્રથમ કરવું જોઈએ તે આત્માને પરિચય આપણે કર્યો નથી. પછી આત્માની મહત્તા કયાંથી સમજાય? બંધુઓ! આ જીવનની ગાડી ઉધે પાટે ચઢી ગઈ છે. ક્ષણિક સુખના ભાગેલા પુલ ઉપરથી પસાર થવા માટે પૂરપાટ દેડી રહ્યા છે, પછી શાંતિનું સ્ટેશન ક્યાંથી આવે? ઉંડી ખાઈમાં પડવાનું જ આવે ને? એક સાચી સમજણથી, સાચી તત્વજિજ્ઞાસાથી અને સમક્તિથી આત્મસુખના દરવાજા આપોઆપ ખૂલી જાય છે. સમ્યકત્વ સહિત વિરતિ ધર્મનું પાલન કરનાર જરૂર મોક્ષમાં જાય છે. મારે આત્મા અનંત સુખનો સાગર છે. ૫રમાં મને સુખ નથી. આ સત્યનું રટણ કરે તે સંસારને અને દુઃખનો અંત આવશે. આત્મસ્વરૂપની અને પરસ્વરૂપની પીછાણુ કરી પરથી પાછા હઠવાની અને કર્મબંધન ઓછા કરવાની જિજ્ઞાસા જાગે તે સમજવું કે મારા પુણ્યને ઉદય છે. અજ્ઞાન રૂપી અંધકારમાં ઘણું આત્મા ડૂબી રહ્યા છે. પિતાના પ્રકાશને, પોતાની પરમ શક્તિને ને પીછાણે તેની શી દશા થાય ? પર પરિણતિ પિતાની માને, વતે આ રીઢ ધ્યાને, બંધ મોક્ષ નવ પિછાણે, તે જ પહેલે ગુણઠાણે. . પર પરિણતિને પિતાની માને, જે આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાં વર્તતા હોય, જેને બંધ, મિક્ષ આદિ તની પીછાણ નથી તેવા આત્માઓ પહેલા ગુણરથાનકે વતી રહ્યા છે. મિથ્યાત્વમાં વર્તતા ની આ દશા છે. આવા જ પિતાની માન્યતાને છોડતા નથી, તેથી સંસારમાં પરિભ્રમણ કરે છે, પણ વિચાર કરે. મનુષ્ય જન્મની સાર્થકતા શું છે? અજન્મ દશા પ્રાપ્ત કરવામાં માનવજન્મની સાર્થકતા છે. જેને જન્મ થયો છે તેનું મરણ તે અવશ્ય છે પણ મરણ પછી જન્મને અટકાવી દે તે પોતાના હાથની વાત છે. મરણ કયારે બાજ પક્ષીની જેમ આપણા ઉપર તૂટી પડશે તેની આપણને ખબર નથી. માટે પહેલેથી ચેતીને આત્મખેજને પંથે પગલા માંડે, આત્મધર્મને ઓળખે તે જન્મ-મરણને ગાઢ અંધકાર દૂર થતાં આત્મપ્રભા ઝળહળી ઉઠશે. - જે શરીરને સાચવવા માટે આટલી બધી મહેનત કરે છે તે શરીર પણ નાશવંત છે. કારણ કે તે પર છે. જેટલા પરને પોતાના માનશે તેટલા વાઘાત સહન કરવા પડશે. ધન અને વૈભવ પણ ક્યારે ચાલ્યા જશે તે ખબર નથી. માટે સ્વજન કે સંપત્તિના સંગમાં હર્ષ પામવે અને વિયેગમાં શેક કરે નામ છે માટે સમજી લેવું જોઈએ કે સંગ અને વિયેગ બંને આત્માના ઘરની વસ્તુ નથી. અજ્ઞાની જીવ સંગ થતાં સુખ અને વિવેગ થતાં દુઃખ માને છે. જ્ઞાની પુરુષે કહે છે કે આ મને ઈષ્ટ છે કે આ મને અનિષ્ટ છે એમ રાગ દ્વેષ કરી સંસાર વધારો નહિ. દરેક જીવે કર્મની જાળમાં સપડાયેલા છે. તેમને છોડાવવાની આપણામાં તાકાત નથી પણ પિતે જ પોતાના પુરૂષાર્થદ્વારા કર્મની જાળમાંથી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy