SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ વાસ ૧૭ બસ, પ્રભુ! હવે હું તને અર્પણ થઈ ગયો. ચાહે તું મને ડૂબાડે કે તાર, છંવાડ કે માર એમાં મારે શું ? મારી ચિંતા તારે માથે છે. સંતના વચન ઉપર શ્રદ્ધા કરી અને ચાર શરણું શ્રદ્ધાપૂર્વક અંગીકાર કર્યા તેના પ્રતાપે એને શેઠને આવું પૂછવાની અને લખાવી લેવાની બુદ્ધિ આવી. દૌલતની શ્રદ્ધા ફળી ને તે સુખી થયો, આવી રીતે આપણા ઉમરશીભાઈની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા આજે ફળી છે ને ભરત ઘેર આવી ગયા છે. - ચિત્રગતિ રાજકુમાર અને રત્નાવતી નામની રાજકુમારી બંનેને સંગ કેવી રીતે થશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૮ અષાઢ વદ અમાસ ને ગુરૂવાર તા. ૩-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની સર્વજ્ઞ પુરૂષે ભવ્ય જીને કલ્યાણ માટે ઉદ્ઘેષણા કરીને ફરમાવે છે કે હે આત્માઓ! મોક્ષરૂપી શિખરને સર કરવા માનવભવ રૂપી પરમીટ મળ્યું છે. માટે આ જીવનની એકેક ક્ષણને સદુપયોગ કરે. જેમને મેક્ષના શાશ્વત સુખની સમજણ નથી તેવા જી ભૌતિક સુખને સાચું સુખ માનીને તેને મેળવવા જ્યાં ને ત્યાં ભટક્યા કરે છે, પણ તેને ખબર નથી કે આ બધું સુખ ખાંડ ચોપડેલ ઝેર જેવું છે. તેને મેળવતાં આત્માનું અનંત સુખ લૂંટાઈ જાય છે. રામજે. ઈચ્છાએ, કામનાઓ અને આવશ્યકતાઓ વધારવાથી સુખ મળે છે એ બ્રાન્તિ ભાગ્યે જ છૂટકે છે. સાર-અસાર, અનિત્ય અને સાચા ખેટાને સમજવાને વિવેક જાગે તે ભૌતિક સુખની લોલુપતા અને મોહજાળ તૂટી જાય. જે પરમ દુઃખરૂપ છે તેને સુખ માની લેવાનું અજ્ઞાન આપોઆપ ટળી જાય છે. વિવેકષ્ટિ એ આત્મજ્ઞાનની ચાવી છે. તેનાથી અજ્ઞાનને અંધકાર હટી જશે પણ એક વાર સત્ય વસ્તુને સમજવાની, ગ્રહણ કરવાન, ધારણ કરવાની જીવને તીન તમન્ના જોઈએ. તીન તમન્ના વિના કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ જલદી થતી નથી. અનંતકાળથી પરને સંગ, પરને પરિચય અને પરની પંચાતમાં આત્માએ પિતાનું જ્ઞાન ગુમાવી દીધું છે, અને લક્ષ ચોર્યાશીની ઘટમાળમાં પડીને ભાવ વધારી દીધા છે. પરમાં સુખબુદ્ધિ એ મોટામાં મોટું અજ્ઞાન છે. પરમાં ત્રણ કાળે સુખ મળતું નથી. આ સંસારમાં પણ માનવી જે પરાધીન હોય તે કહે છે કે હું દુઃખી છું. સુખ સ્વાધીનતામાં છે. પરાધીનને કદી સ્વાનંદ પ્રાપ્ત નહિ થાય. એક અનુભવી કવિએ પણ કહ્યું છે કે, પરાધીન સપને હું સુખ નહી.” જે મનુષ્ય પિતાના મામાં સ્થિત છે તેને સમજાય છે કે સાચું સુખ પિતાનામાં રહેલું છે. આત્મા અનંત સુખને સાગર છે છતાં જીવને સુખ કેમ જણાતું નથી તેનું કારણ એ છે કે આત્માએ પિતાના તરફ દષ્ટિ કરી નથી. આ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy