SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શારદા સુવાસ પણ જેની બુદ્ધિ જેટલા પ્રમાણમાં વિકસિત થયેલી હોય તેટલા પ્રમાણમાં તે પુસ્તકના વિષયને સમજી શકે છે. આ વાતને લક્ષમાં રાખીને કક્ષા પ્રમાણે પાઠયક્રમ તૈયાર કરવામાં આવે છે. જેમ કે મેટ્રિકમાં ચાલતા પુસ્તકે પહેલી ભણનાને વાંચવા આપવામાં આવે તે તે સમજી શકશે નહિ. કારણ કે તેની બુદ્ધિ એટલી વિકસિત થયેલી હોતી નથી. શાસ્ત્રના વિષયમાં પણ આવું જ છે. જેમને આત્મા જેટલો વિકસિત થયેલ હોય તેટલે તે શાસ્ત્રના ભાવને સમજી શકે છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનનું વર્ણન કરવું છે. ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનમાં નેમનાથ ભગવાન, સતી રાજેમતી તથા રહનેમી એ ત્રણની વાત મુખ્ય છે. તેમ-રાજુલના જીવનની વાતે તે તમે ઘણી વાર સાંભળી હશે ! પણ તેઓ આગળના ભાવમાં કોણ હતા તે નહિ સાંભળ્યું હોય. જે આત્માઓ ભવસાગરને તરનાર છે અથવા તરી ગયા છે તેમના નામ સિદ્ધાંતના પાને લખાયા છે. અહીંયા આપણે જેમને અધિકાર ચાલવાનું છે તેમના માતા-પિતા કોણ હતા? તેઓ ક્યાં જન્મ્યા હતા? તેમને કેટલા ભાઈઓ હતા. તેમનું કુળ કેવું ઉંચું હતું. એ બધાનું શાસ્ત્રકાર વર્ણન કરે છે. નેમનાથ ભગવાનના માતા-પિતા કેણ હતા ? તેમને કેટલા ભાઈએ હતા? તે ક્યા કુળના શણગાર હતા તે વાત પછી આવશે. આજે આપણે તેમના પૂર્વભવથી શરૂઆત કરીએ છીએ. તેમનાથ ભગવાન અને રાજેતીને અધિકાર સાંભળવા બધા ઉત્સુક બન્યા છે. એ સાંભળતા તમે પણ એવી ભાવના ભાવજે કે આપણે ભગવાનની સાથે તેમ-રાજુલ જેવી પ્રીતિ બાંધીએ, અને જલ્દી સંસાર સાગર તરી જઈએ. જે સંસાર સાગરને તરી જાય છે તે સાચે મહર્ષિ છે. આ ખારે સમુદ્ર તે વહાણ અને સ્ટીમર દ્વારા ઘણી વાર તર્યો પણ હવે તે સંસાર રૂપખારે સમુદ્ર કેમ જલદી તરી જવાય તેનું લક્ષ રાખજે. હવે આપણે તેમનાથ ભગવાન પૂર્વભવમાં કેણ હતા તે અંગે વિચાર કરીએ. એક લાખ જેજનને જંબુદ્વીપ છે તેમાં ભરતક્ષેત્ર છે. તમને કોઈ પૂછે કે તમે કયા દ્વીપમાં અને કયા ક્ષેત્રમાં રહો છો! તમને ખબર છે? આમાંથી થોડા ઘણુને ખબર હશે. બેલે ખબર છે ને ? (મૌન) આપણે જંબુદ્વિીપમાં આવેલા ભરતક્ષેત્રમાં રહીએ છીએ. ભરતક્ષેત્રમાં અચલપુર નામનું નગર હતું. ત્યાં વિક્રમધન નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજા મહાન પ્રતાપી હતા. તેમણે શત્રુઓને જીતીને કબજે કર્યા હતા. વિકમ ધન રાજા પ્રજાપ્રેમી અને ન્યાયનીતિસંપન્ન હતા. ચેપડામાં તમે જે વિક્રમ સંવત લખે છે અને જે વિક્રમ રાજાના નામથી વિક્રમ સંવત શરૂ થઈ છે તે આ વિક્રમ રાજા નથી. આ તે વિક્રમધન રાજા છે. આ રાજાના રાજ્યમાં સૌને સરખે ન્યાય મળતું હતું. પછી ચાહે પ્રજાને ગુન્હ હોય, પુત્રને હેય કે રાણીને હેય. એવું નહિ કે દીકરાને ગુહે છે માટે દબાવી દઉં ને પ્રજાને હોય તે તેને ભારે સજા કરવાની. દરેક માટે સરખે ન્યાય હતા. તેમને પવિત્ર,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy