________________
શારદા સુવાસ પતિવ્રતા અને સદ્દગુણ ધારિણી નામની રાણી હતી. આ રાજા પિતાની પ્રજાનું દુઃખ દૂર કરવા માટે સદા સજાગ રહેતા હતા. એટલે પ્રજા રાજાને ખૂબ ચાહતી હતી. જે રાજા ન્યાયનીતિ સંપન્ન હોય છે તેમની કીતિ ચોમેર પ્રસરે છે. આ રાજાને પ્રધાન પણ ખૂબ બુદ્ધિશાળી અને સદ્ગુણી હતું. રાજાની શોભા વધારનાર પ્રધાન સારે હવે જોઈએ. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. - ઘણાં વર્ષો પહેલા ભાવનગરના મહારાજાને એક પ્રભાશંકર પટણી નામે પ્રધાન હતા. તે ખૂબ વિચક્ષણ અને કુનેહબાજ હતા. તેમના જીવનમાં સજજનતા અને માનવતાના દીવડા ઝગમગતા હતા. આ પ્રધાનને સી પટણી સાહેબ કહેતા હતા. એક વખત આ પટણી સાહેબ રાજ્યના કામ અંગે બહારગામ ગયા હતા. તે દિવસે રાત્રે તેમના ઘરમાં ચોરી થઈ. તેમના ઘરમાંથી કઈ સોનાના કિંમતી દાગીના ચોરી ગયું હતું. પ્રધાનજી બહારગામ હતા એટલે તેમની પત્નીએ પોલીસ ખાતામાં ફરિયાદ નોંધાવી. તેથી પોલિસેએ તેની તપાસ કરવા માંડી. બીજા કેઈ સામાન્ય ઘરમાં ચોરી થઈ હોય તે પલિસ કદાચ તરત હાથમાં ન લે પણ આ તે પ્રધાન સાહેબના ઘરમાં ચોરી થઈ હતી. એટલે વિલંબ કરાય જ નહિ ને ! તપાસ કરતાં પિલિસેને પ્રધાનજીના ઘરમાં કામ કરનાર નેકર ઉપર વહેમ ગયે એટલે તેને પકડી લીધે ને તેને પૂછપરછ કરવા લાગ્યા.
બીજે દિવસે પટણી સાહેબ બહારગામથી આવ્યા એટલે તેમની પત્નીએ પોતાના ઘરમાં ચોરી થયાની વાત કરીને પોતે પિલિસખાતામાં ફરિયાદ નેંધાવી છે, અને તપાસ કરતાં પોલિસને પિતાના ઘરના નેકર ઉપર વહેમ આવ્યું છે ને તેને પકડી લીધું છે, તે વાત પ્રધાનજીને તેની પત્ની કરી રહી હતી. તે જ વખતે પેલા નેકરની પત્ની પાટણ સાહેબ પાસે આવીને પટણી સાહેબના પગ પકડીને રડતી રડતી કહે છે. સાહેબ! મારું જીવન તમારા હાથમાં છે. અમે ગરીબ માણસ છીએ. ગરીબ ઉપર દયા કરે. મારા પતિએ ચેરી કરી નથી. એ તદ્દન નિર્દોષ છે. એમના ઉપર ચરીને જૂઠો આરોપ મૂકવામાં આવ્યું છે. સાહેબ! એમને પિલિસના હાથમાંથી જલ્દી છેડા. મારા નિર્દોષ પતિને પિલિસે મારી મારીને હાડકા ખરા કરી નાંખશે. આટલી મારા ઉપર દયા કરે. મારો જીવનને આધાર આપના ઉપર જ છે. આપ જ મારા પતિને પિલિસના હાથમાંથી છોડાવી શકશે. નેકરની પત્નીની દયાભરી અરજી સાંભળીને પ્રધાનનું હૃદય પીગળી ગયું. તેને બે હાથ પકડીને ઉભી કરીને કહ્યું, બહેન ! તું બિલકુલ ગભરાઈશ નહિ. હું તારા પતિને હમણાં છેડાવી દઉં છું. પ્રધાન સાહેબના વચનથી તેની ચિંતા દૂર થઈ. તેને માનવતાની અવતાર સમા પ્રધાન સાહેબના વચન ઉપર વિશ્વાસ હતેએટલે તે આનંદ પામતી પિતાને ઘેર ચાલી ગઈ '
“પ્રધાનની કરૂણા” –આ તરફ પ્રધાને પિલિસખાતામાં ચિઠ્ઠી લખીને મોકલાવી કે તમે જે નેકરને પકડે છે તેને છોડી મૂકો. ગમે તે ગુનેગાર હેય પણ જ્યાં પ્રધાન