SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ जहा कुम्मो स अंगाइ, सए देहे समाहरे । एवं पावाई मेहावी, अज्झपेणं समाहरे ॥ કાચબો જેમ પિતાના અવયવોને પિતાના શરીરમાં સંકેચી લે છે તેમ આત્માથી પુરૂ પાપકર્મોને માર્ગે અથવા અસંયમને માર્ગે જતી પિતાની ઈન્દ્રિયોને અને મનને સંયમ વડે સંકેચી લે છે. સંયમી આત્મા આ ભવમાં ને ભવભવમાં સુખી થાય છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રને અધિકાર શરૂ કર્યો છે. તેમાં પણ સંયમી આત્માઓની જ વાત ચાલે છે. ગઈ કાલે સંયતિ રાજાની વાત કરી હતી. હવે એગણસમા અધ્યયનમાં મૃગાપુત્રને અધિકાર આવે છે. મૃગાપુત્રનું અધ્યયન તે ઘણું મોટું છે. તેમાં મૃગાપુત્ર દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તેમની માતાએ સંયમ માર્ગમાં કેવા કેવા કો પડશે, સંયમ માર્ગ કે કઠિન છે તેનું વર્ણન કર્યું છે. મૃગાપુત્રે પણ તેમની માતાને કેવા ઉત્તર આપ્યા છે, નરક ગતિમાં જીવે કેવા કેવા દુઃખો વેડ્યા છે તેનું આબેહૂબ વર્ણન કરેલું છે, તે ટૂંકમાં કહીશ. સુગ્રીવ નામના એક સમૃદ્ધ નગરમાં બલભદ્ર નામના રાજા હતા ને મૃગાવતી નામની તેમની પટ્ટરાણી હતી. સંસાર સુખ ભોગવતાં તેમને એક પુત્ર થયે. તેનું નામ બલશ્રી પાડયું હતું, પણ મૃગાવતી રાણીને પુત્ર હોવાથી તેને મૃગાપુત્ર કહીને બોલાવતા હતા. એટલે તે મૃગાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયે હતે. મૃગાપુત્ર એના માતાપિતાને અત્યંત પ્રિય હતે. સમય જતાં તે ભણી ગણીને યુવાન બને. લગ્ન થયા પછી नंदणे सो उ पासाए, कीलए सह इस्थिहि । देवे दो गुन्दगे चेव, निच्चं मुइय माणसो ॥३॥ દેગુંદક દેવેની માફક મનહર રમણીઓ સાથે હંમેશા નંદન નામના મહેલમાં આનંદપૂર્વક ક્રીડા કરતું હતું. એના મહેલના એંયતળીઆ તે મણ અને રત્નથી જડેલા હતા. આવી અપાર સંપત્તિ અને સુંદરીઓથી ઘેરાયેલે તે સંસારના અપાર સુખમાં ખૂચેલે હતે. એક વખત મૃગાપુત્ર મહેલના ઝરૂખે ઉભા હતા. તે વખતે તેમણે તપ, સંયમ, જ્ઞાન ધ્યાનથી યુક્ત, એવા ગુણોની ખાણ રૂપ પંચ મહાવ્રતધારી સંતને ત્યાંથી પસાર થતા જોયા. મૃગાપુત્ર અનિમેષ દષ્ટિથી એ સંતની સામે જોઈ રહ્યા. મુનિને જેનાં તેમને વિચાર આવ્યું કે મેં પૂર્વે આવું સ્વરૂપ યાંક જોયું છે. આ પ્રમાણે ચિંતવતા શુભ અધ્યવસાય જાગૃત થયા અને મેહનીય કર્મ ઉપશાંત થવાથી ત્યાં ને ત્યાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતાના પૂર્વભવે નજર સમક્ષ દેખાવા લાગ્યા. આથી તેમને સંયમ માર્ગ પ્રત્યે પ્રીતિ થઈ ને સંસારના વિષય સુખ પ્રત્યે વિરક્તિ થઈ તેથી તે રમણીઓના મહેલેથી નીકળીને માતાના મહેલે ગયા ને માતાને પગે લાગીને કહે છે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy