SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ માતા અનુમતિ આપીએ છ લઈશું સંયમ ભાર, પંચ રતન મુજ સાંભર્યા છે... કરીશું તેની સાર...હો.... હે માતાજી! પૂર્વભવમાં મેં પંચ મહાવ્રત રૂપ સંયમ ધર્મનું પાલન કર્યું હતું તેવું મને સ્મરણ થયું છે. તેથી હું નરક-તિર્યંચ ઈત્યાદિ દુખેથી ભરેલા સંસાર સમુદ્રથી નિવૃત્ત થવા ઈચ્છું છું. માટે હે માતા ! મને આજ્ઞા આપે તે હું પવિત્ર પ્રવજ્યા અંગીકાર કરીશ. આ સાંભળી માતા વિચારમાં પડી ગઈ. થોડી વાર પહેલા જે રમણીઓની સાથે ખેલ ખેલી રહ્યો હતો તે આટલી વારમાં કયાંથી વૈરાગી બની ગયો? આ મારા દીકરાને શું થઈ ગયું? મેહઘેલી માતા કહે છે. તને કેણ ભેટી ગયું ? અરેરે... દીકરા ! તું શું બેલી રહ્યો છે? માતાને ખૂબ આઘાત લાગ્યું ને વચન સુણ બેટા તણું છ, જનની ધરણી ઢળંત, ચિત્ત વળ્યું નવ એારડે છે, નયણે નીર ઝરત.... રે જાય તુમ વિણ ઘડી રે છ માસ પુત્રના વચન સાંભળીને માતા ધરતી ઉપર ઢળી પડી. દાસીઓએ શીતળ પાણી છાંટવા, પવન નાંખે એટલે મૃગાવતી રાણી ભાનમાં આવીને બેસવા લાગ્યા કે હે દીકરા ! તારા વિના મને ક્ષણવાર ગમતું નથી. હું તને એક ઘડી વાર ન જેઉં તે મને એમ લાગે છે કે મેં છ મહિનાથી તારું મુખ જોયું નથી. તે હું તને દીક્ષાની રજા કેવી રીતે આપું ? વળી હે દીકરા ! આમ એકદમ દીક્ષા ન લેવાય, દીક્ષા ખાંડાની ધાર છે. તું તે કેટલે બધે સુકમળ છે ! તારું આ સુકોમળ શરીર સંયમ માર્ગમાં આવતા કષ્ટો સહન કરી શકે તેવું નથી, ત્યારે મૃગાપુત્ર કહે છે તે માતા ! તું મને કહે છે કે સંયમમાં બહુ કષ્ટ છે પણ સંભળ. મારે આત્મા નરક ગતિમાં ઘણું વાર ગયો. ત્યાં પરમાધામીઓએ મને કરવતથી કાપે, ભાલાથી વીં, અગ્નિમાં શે, ગળામાં ફડફડતું ગરમ સીસુ રેડયું, ઊંચા ઝાડેથી પછાડ, ગળે પથ્થરની શીલા બાંધીને મને પાણીમાં ડૂબાડશે. તે સમયે હું કરૂણ સ્વરે રૂદન કરતું હતું કે મને કોઈ બચાવે..બચાવે, પણ કઈ મને બચાવવા માં આવ્યું. એ નરકના દુઃખને યાદ કરું છું ને મને ધ્રુજારી છૂટે છે. એનું વર્ણન કરતાં પાર આવે તેમ નથી. માટે આ દુઃખોથી છૂટવા માટે જે કઈ સાધન હોય તે સંયમ છે. માતા ! તું મને જલદી આજ્ઞા આપ. મારી એકેક ક્ષણ લાખેણું જાય છે. બંધુઓ! જેને સંસાર દાવાનળ અને કુંભારના નિભાડા ને લાગે છે તેને એક ક્ષણ પણ સંસારમાં રહેવું ગમતું નથી. મૃગાપુત્ર કહે છે તે માતા ! મારી એકેક ક્ષણ કિંમતી જાય છે. મને જલદી રજા આપે, ત્યારે એમની માતા રડતી રડતી એક પછી એક લીલે કરે છે. હે દીકરા! સંયમ માર્ગ તલવારની ધાર પર ચાલવા જેવું છે. મીણના
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy