SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ રાખ્યું હતું કે આ શ્રાવકને ઓછા ભાવે માલ આપે. આ વાતની જ્યારે પુણીયા શ્રાવકને ખબર પડી ત્યારે તેણે વહેપારીઓને ત્યાંથી રૂની પુણીઓ ખરીદવાનું બંધ કર્યું. આવી નિસ્પૃહતા આવવી એ સામાયિકનું ખરું ફળ છે. પુણી શ્રાવકના જીવનમાં સમતા અને નિસ્પૃહતા એ બંને મુખ્ય ગુણ હતા. એ ગુણ એમને સામાયિકમાંથી પ્રાપ્ત થયા હતા. તેથી જ ભગવાને એમની સામાયિક વખાણી હતી અને મહારાજા શ્રેણિક તેની સામાયિકનું ફળ લેવા ગયા હતા. દેવાનુપ્રિયે? શ્રેણિક મહારાજા કેઈસામાન્ય ન હતા. ક્ષાયક સમક્તિના ધણી હતા. તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. આવા તીર્થંકરના આત્માને પણ કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટક રે, થતું નથી. ભવાને કહ્યું છે ને કે, “કાળ ક્રમ્માન મો ગથિ” કરેલા કર્મો ભોગવ્યા વિના જીવને છૂટકારે થતું નથી. શ્રેણીક રાજાને નરકના આયુષ્યને બંધ પડે હતે. તેથી પહેલી નરકે ગયા. ચિરાશી હજાર વર્ષો સુધી નરકના ભયંકર દુઃખે ભેગવવાના છે. ત્યાં એવું નથી કે આ તીર્થકરને આત્મા છે તે એને ઓછી સજા થશે. ત્યાં તે સૌ સરખા છે. ટૂંકમાં આપણે તે એટલું સમજવું છે કે જે ભાવિન તીર્થંકરના આત્માને પણ નષ્કમાં આવા ભયાનક દુખે ભેગવવા પડે છે તે પછી જે આત્માઓ પાપ કરીને આનંદ માને છે તેમને કેવી આકરી સજા ભોગવવી પડશે ! બંધુઓ ! આયુષ્યના બંધ પડયા હોય તે ફરતા નથી, તેમ શ્રેણીક રાજા પણ આયુષ્યના બંધ પ્રમાણે નરકે ગયા પણ એક સામાયિકનું ફળ કેટલું છે તે સમજી ગયા ને ! પન્નવણાજી સૂત્રમાં ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે ભગવાન! એક મુહુર્ત શદ્ધ સમક્તિ સહિત સામાયિક કરે તે તેનું શું ફળ મળે ત્યારે ભગવાને કહ્યું કે હે ગૌતમ! બાણું કરડ, ઓગણસાઠ લાખ, પચ્ચીસ હજાર, નવસો પચ્ચીસ પલ્યોપમ અને એક પોપમના સાત ભાગ કરીને તેમાંથી ત્રણ ભાગ ઝાઝેરા શુભ દેવતાનું આયુષ્ય બાંધે. સમક્તિ સહિતની શુદ્ધ સામાયિકમાં કેટલો બધે લાભ છે! તમને જે આ વાત ગળે ઉતરતી હોય તે હવે આવી શુદ્ધ સામાયિક કરે. જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી તમે ધારશો તેટલું કરી શકશે. પરાધીનપણે આ જીવે ઘણું કષ્ટ વેડ્યું છે પણ આત્માના સુખ માટે સ્વાધીનપણે જીવે સહન કર્યું નથી. ગાય, ભેંસ, ઘોડા વિગેરે પશુઓને એનો માલિક ખાવાનું ન આપે ને ભૂખ્યા રહેવું પડે તે તેને તપ ગણાય ખરે? એ તે ઢોરની લાંઘણુ કહેવાય, અને તમે જો વેચ્છાપૂર્વક એક નવકારશી, રિશી, દેઢ-બે રિશી, ઉપવાસ, એકાસણું કરે તે કેવો મહાન લાભ મેળવે. આટલા માટે તમને વારંવાર કહીએ છીએ કે તમે જે કંઈ છોડે તે સ્વેચ્છાથી ને સમજણપૂર્વક છોડ. તપ, સંયમ દ્વારા સ્વ. આત્મા ઉપર વિજય મેળવે. સૂયગડાયંગ સૂત્રના આઠમા અધ્યયનમાં ભગવાન ફરમાવે છે કે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy