________________
૪૦૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા પાસે કરાવવામાં અને બીજાની પાસે કરાવવામાં શું અંતર છે એને માટે ભક્તજને કહે છે કે:--
તેય માંગિ માંગિ ન માંગિબે કહા, -
સુનિ સુભાવ શીલ સુયશ માંગન જન આયે. ભક્ત કહે છે કે, હે! પ્રભો ! હું બીજા પાસે માંગું છું તે તે તે મને ભિખારી જ રાખવા ચાહે છે, અને પિતે તે દાતા બને છે. પણ તું એ છે કે માંગનારની માંગણી જ તું સદાને માટે મટાડી દે છે. જે પ્રમાણે સાકરની પુતળી પાણીની પાસે માંગવા જાય છે તે પાણી તેને પિતાનામાં જ મેળવી લે છે, તે જ પ્રમાણે તારી પાસે માંગણી કરવાથી તું તે માંગનારને યાચક રાખતો નથી, પરંતુ પિતાના જેવો બનાવી લે છે. એટલા માટે સનાથ બનવા માટે પરમાત્માની જ પ્રાર્થના કરવી જોઈએ.' અનાથી મુનિનો અધિકાર–૪૪
અનાથી મુનિ રાજા શ્રેણિકને પણ આ જ વાત કહી રહ્યા છે. રાજા ગૃહસ્થ છે અને મુનિ ત્યાગી છે; છતાં પણ મુનિ રાજાને બતાવી રહ્યા છે કે, કેટલાક લેકે સાધુ થઈને પણ અનાથતામાં પડી જાય છે !
કેટલાક લોકો એમ કહે છે કે, ગૃહસ્થની આગળ સાધુ-આચાર કહેવાની શી જરૂર છે? સાધુ આચારની વાતે સાધુઓએ એક જગ્યાએ બેસી અંદરોઅંદર કરી લેવી જોઈએ. ગૃહસ્થોની સામે એ વાતે મૂકવાથી શો લાભ !
જે આ કથન ઠીક હેય તે તે અનાથી મુનિએ રાજા શ્રેણિકની સામે સાધુ-ચર્ચા કરવી ન જોઈએ, પણ તેમણે સાધુ વિષે ચર્ચા કરી છે એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, સાધુ વિષેની ચર્ચા ગૃહસ્થની સામે કરવી નકામી નથી. આ સિવાય જે સાધુ આચાર સંબંધી સાધુએ અંદર અંદર વાત કરી લે, અને ગૃહસ્થને સાધુ-આચાર સંબંધી વાત કરવામાં ન આવે, તે ગૃહસ્થને એ કેવી રીતે ખબર પડે કે, આ સાધુ છે કે નહિ ? એટલા માટે ગૃહસ્થની સામે સાધુ-આચાર સંબંધી વાત મૂકી એ બતાવવામાં આવ્યું છે કે, આગમના આ ક્યનાનુસાર જેઓ આચરણ કરતા હોય તેને સાધુ માને અને જેઓ તદનુસાર આચરણ ન કરતા હોય તેને સાધુ ન માને.
કોઈ એમ કહે કે, આગમમાં આ પ્રમાણે કહ્યું છે છતાં આ સાધુ છે કે નહિ તે વાતને નિર્ણય અમે આગમ પ્રમાણથી કેવી રીતે કહી શકીએ ? કારણ કે કેટલાક સાધુઓ ઉપરથી તે આગમાનુસાર વ્યવહાર રાખતાં જોવામાં આવે છે પણ અંદરથી તેઓ આગમાનુસાર વ્યવહાર રાખે છે કે નહિ એ વાત અમે ગૃહસ્થો કેવી રીતે જાણી શકીએ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તમારે સાધુની અપેક્ષાએ શાસ્ત્રને વધારે પ્રમાણભૂત માનવાં જોઈએ અને જોવું જોઈએ કે, શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે તેનું આચરણ છે કે નહિ? તમે ગૃહ નિર્ચન્ય પ્રવચનના દાસ છે. નિર્ચન્ય પ્રવચનને આચરણમાં ઉતારવાં એ તે પિતાની શક્તિ ઉપર આધાર રાખે છે પણ શ્રદ્ધા છે તેની જ રાખવી જોઈએ. જેઓ સાધુ છે તેમણે તે નિર્ઝન્ય-પ્રવચન અનુસાર જ ચાલવું જોઈએ. જે શાસ્ત્ર અનુસાર ચાલી ન શકાય તે સાધુપણું છેડી ચાલી જનારની શાસ્ત્ર નિંદા કરતું નથી. પણ સાધુ થઈને નિર્ઝન્ય-પ્રવચનની વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારની અનાથી મુનિ ટીકા કરે છે.