________________
શુદ ૭] રાજકેટ-ચાતુર્માસ
[૪૦૫ જ જવું જોઈએ. જે આત્મા પરમાત્મા સિવાય કંઈ બીજી બાજુ ન જાય તે એમ સમજવું કે તેને પરમાત્માને જ આધાર છે, બીજા કેઈને આધાર નથી.
પરમાત્માને આધારભૂત બનાવવા માટે આત્માએ એમ વિચારવું જોઈએ કે, અત્યારે મારી કેવી દશા છે? અને પરમાત્માને આધારભૂત બનાવ્યા બાદ મારી કેવી દશા હેવી જોઈએ ?
પક્ષી તે આકાશને જ પિતાને આધાર માને છે. માને કેકેઈ એક વૃક્ષ ઉપર એક બાજુ આકાશને આધાર માનનાર પક્ષી બેઠેલ છે અને બીજી બાજુ વાંદર બેઠેલ છે. હવે પવનના વેગથી, પિતાના ભારથી કે કોઈ બીજા કારણે જે વૃક્ષ પડવા લાગે તે કોને દુઃખ થશે ? પક્ષી તો એમ જ વિચારશે કે, મારા માટે તે આકાશને આધાર છે અને મારી પાંખોની સહાયતા વડે હું આકાશમાં ઉડી શકું છું. આ પ્રમાણે વૃક્ષના પડવાથી પક્ષી તે ઉડી જશે પણ વાંદરે તે એ વૃક્ષની સાથે જ પડી જશે.
જ્ઞાનીજને, જ્ઞાની અને અજ્ઞાનીઓમાં પણ આવું જ અંતર જુએ છે અને બન્નેની સ્થિતિ આ પ્રકારની જ માને છે. જ્ઞાની અને અજ્ઞાનીઓ સાધારણ રીતે ખાન-પાન તે એક સરખું કરે છે, છતાં પણ બન્નેમાં અંતર છે. જે જ્ઞાની હોય છે તે તે એમ વિચારે છે કે, હું આ સંસારના આધારે રહ્યો નથી. આ સંસાર રહે કે ન રહે, મને તેથી કાંઈ દુ:ખ થવાનું નથી. કારણ કે હું તે જ્ઞાનની પાંખારે પરમાત્માની તરફ ઉડી જઈશ. આ ઉચ્ચ ભાવને કારણે જ્ઞાનીજને સંસારને મેહ રાખતા નથી. જ્ઞાનીઓ સંસારમાં કેવી રીતે રહે છે તે વિષે કહ્યું છે કે –
વે સમદષ્ટિ જીવડા, કરે કુટુંબ પ્રતિપાલ
અંતરસે ન્યારા રહે, જયે ધાય ખિલાવે બાલ. સમદષ્ટિ છે સંસારમાં રહેવા છતાં સંસારને પિતાને આધાર માનતા. નથી; પણ પિતાના જ્ઞાનની સહાયતાથી પરમાત્માને આધાર લે છે. વૃક્ષ તે પડે છે, તે તેની સાથે પડવું શું ઠીક છે ? આ જ પ્રમાણે સંસાર પણ પડનાર છે, તે પછી તેની પાછળ હાયવેય કરી શા માટે મરવું ? તે વખતે તે એમ વિચારવું જોઈએ કે, સંસાર જાય કે રહે, મને તેથી શું! હું તે જ્ઞાનના આધારે છું તે પછી મને શાનું દુઃખ ? આ પ્રમાણે ઊંચે વિચાર રાખવો આવશ્યક છે.
મતલબ કે, જે પ્રમાણે પક્ષી પાંખદ્વારા આકાશ તરફ ગતિ કરે છે તે જ પ્રમાણે આત્માએ પણ જ્ઞાનધારા પરમાત્મા પ્રતિ ગતિ કરવી જોઈએ. જે પ્રમાણે પક્ષીઓને પાંખ સ્વાભાવિક છે અને આકાશ પણ સ્વાભાવિક છે, કેવળ ઉડવાની વાર છે; તે જ પ્રમાણે આત્મા પણ છે, જ્ઞાન પણ છે અને ત્રિકાલમાં રહેનાર પરમાત્મા પણ છે. કેવળ પરમાત્મા તરફ ગતિ કરવાની જરૂર છે. એટલા માટે પરમાત્મા તરફ ગતિ કરે છે તેમાં કલ્યાણ જ છે.
પરમાત્મા પાસે કેવી આશા રાખવી જોઈએ એ વાતનો નિર્ણય કરવાની આવશ્યક્તા રહે છે. તેમની પાસે નાથ બનવાની આશા રાખવી જોઈએ કે અનાથ બનવાની ? જે અનાથ થવાની આશા પૂરી કરાવવી હોય તે પરમાત્માની પ્રાર્થના કરવી વ્યર્થ છે. આવી આશાને અર્થ એ થાય છે કે પરમાત્માની પાસે જવું જ નથી તે પછી પ્રાર્થના શું કરશે ? એટલા માટે પરમાત્મા પાસે સનાથ બનવાની જ આશા કરવી જોઈએ. આ આશાની પૂર્તિ પરમાત્મા