SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ મ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ ૪૦૪ ] [બીજા ભાદરવા લેાકેા ધર્મો ઉપર દૃઢ રહેતા નથી પણ મનેારમાને ધમ` ઉપર દૃઢ વિશ્વાસ હતા એટલે તે ધર્મ ઉપર દૃઢ રહી. માતા–પુત્ર પરમાત્માના ધ્યાનમાં બેઠા છે. આ બાજુ સુદન પણ વિચારે છે કે ભલે મને શૂળીએ ચડાવવામાં આવે પણ રાણી માતાને તે કષ્ટમાં પાડવા નહિ દઉં.. એટલા માટે મારે મૌન જ સેવવું એ યેાગ્ય છે. જે પ્રમાણે વીજળીના બન્ને તારા કામ કરે છે તે જ પ્રમાણે અહીં પણ બન્નેની શક્તિ કામ કરી રહી છે. પણ વિજળીનાં એ તારામાંથી ક્રાની દ્વારા પ્રકાશ થાય છે એ કાણુ જાણે ? આ જ પ્રમાણે બન્નેમાંથી ક્રાની શક્તિ કેવું કામ કરે છે એમ કેમ કહી શકાય ? લોકો બહાર ઊભા ઊભા એમ વિચારે છે કે, શેઠાણી હમણાં પોશાક પહેરી બહાર આવશે પણ અહીં તે શેઠાણી ખીજો જ પાશાક પહેરી રહી છે. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે. ——— વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૭ બુધવાર 1000 પ્રાથના • પ્રતિષ્ઠસેન ' નરેશ્વરકા સુત, ‘ પૃથ્વી 'તુમ મહતારી; " સુગુણ સ્નેહી સાહબ સાચા, સેવકને સુખકારી. શ્રી જિનરાજ સુપાસ, પૂરા આસ હમારી. —વિનયચંદ્રજી કુંભટ ચાવીશી, શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્મા પ્રત્યે પ્રાથી એવી પ્રાર્થના કરે છે કે, “ હે ! નાથ ! મારી બધી આશાએ પૂરી કરનાર આપ જ છે, માટે મારી આશા પૂરી કરા; હું ખીજા પાસે જઈ ને કયાં કહું ? મારા માટે તે તમે જ આધારભૂત છે. પક્ષીઓને આકાશના આધાર છે. જલચરાને જલના આધાર છે, વાછડાને ગાયના આધાર છે, બાળકને માતાના આધાર છે અને વહાણને સમુદ્રના આધાર છે. આ જ પ્રમાણે હે ! પ્રભા ! મને આપને જ આધાર છે માટે મારી આશાએ પૂરી કરે. ,, વ્યવહારમાં તે આ રીતે પરમાત્માને આધારભૂત માનવામાં આવે છે, પણ પરમાત્માને હૃદયપૂર્વક આધારભૂત માનવામાં આવે છે કે નહિ એ માટે હૃદયને તપાસવાની જરૂર રહે છે. પક્ષીઓને આકાશને આધાર હેાય છે એટલા માટે પક્ષીઓ પૃથ્વી ઉપર દાણાં ચણવા માટે જ આવે છે અને દાણા ચણીને આકાશમાં ઉડી જાય છે. જો કે પક્ષીએ પાંખ વડે આકાશમાં ઉડે છે પણ જો પાંખ હાવા છતાં આકાશ-અવકાશ ન હેાય તે તેઓ ક્યાં ગતિ કરે ? ઉડીને ક્યાં જાય ? આ જ પ્રમાણે આત્મા જ્ઞાનથી ઉર્ધ્વગામી બને છે; પણ તે ઉર્ધ્વગામી થઈ ને કયાં જાય ? આત્મા ઉર્ધ્વગામી થઈ ને ખીજે ક્યાંય ન જાય, પણ પરમાત્માની પાસે જ જાય, એવી આત્માની ગતિ હાવી જોઈએ. જે પ્રમાણે પક્ષી ઉડીને આકાશ તરફ જ જાય છે, તે જ પ્રમાણે આત્માએ પશુ ઉર્ધ્વગામી થઈ ને પરમાત્મા તરફ
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy