________________
શુદ ૭] રાજકોટ–ચાતુર્માસ
[૪૦૭ - હવે એ પ્રશ્ન બાકી રહે છે કે, કોઈ સાધુ, ઉપરથી તે નિર્ચન્ય પ્રવચન અનુસાર વ્યવહાર કરે, પણ અંદરથી વ્યવહાર ન કરે તે એ દિશામાં એ સાધુ નિગ્રન્થ–પ્રવચન અનુસાર વ્યવહાર કરે છે કે નહિં તેને નિર્ણય કેવી રીતે કરી શકાય ? આનો ઉત્તર એ છે કે, અંદરથી કાંઈ કરવું અને બહારથી બીજું બતાવવું એ તે ભૂતકાળમાં થયું છે, વર્તમાનમાં થાય છે, અને ભવિષ્યમાં પણ થશે. એને કઈ રોકી શક્યું નથી. એટલા માટે તમારે તે નિગ્રન્થ-પ્રવચન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ, અને વ્યવહારમાં નિર્ચન્ય પ્રવચન પ્રમાણે તે સાધુનું આચરણ છે કે નહિ, તે જોવું જોઈએ. તમે પૂર્ણ નથી કે તમે આંતરિક ભાવ અને હકીક્ત જાણી શકે. અપૂર્ણ માટે તે વ્યવહાર જ જે ઉચિત છે, અને તેથી જે સાધુઓ વ્યવહારમાં નિર્ચન્થ–પ્રવચનનું પાલન કરે છે, તેમને સાધુ તરીકે માનવા જોઈએ. અને જેઓ તેનું પાલન કરતા નથી તેમને ન માનવા. કારણ કે, અપૂર્ણ લેકે પાસે નિશ્ચયને જાણવાનું કોઈ સાધન નથી. અપૂર્ણ તે વ્યવહારધારા જ બધુંય જાણી શકે છે.
ઉદાહરણ તરીકે તમે કેઈને તમારી દુકાનમાં મુનીમ રાખે. તે મુનીમ વ્યવહારમાં જમાખર્ચ વગેરે બધો હિસાબ બરાબર રાખે છે. હવે તમે આ મુનીમને માનશે કે નહિ? નિશ્ચયમાં તેનું હૃદય કેવું છે તે તમે જાણતા નથી પરંતુ તે વ્યવહારનું પાલન કરે છે એટલે તમે માનશે. આથી વિરુદ્ધ કોઈ મુનીમનું હૃદય સાફ પણ હોય પણું જે તે વ્યવહારનું કામ બરાબર કર ન હોય તે તેને તમે મુનીમ માની શકો. ખરા ? તમે તે એમ જ કહેશે કે, જે વ્યવહાર જાણતા નથી તે મુનીમ અમારે શા કામને ? રાજ્યમાં પણ આ જ વાત છે. ભલે પોલિસખાતું હોય કે દીવાનીખાતું હોય પણ જે કાયદાનું પાલન કરે છે તેને કોઈ કાંઈ કહી શકે નહિ. કારણ કે ત્યાં કાયદાનું પાલન કરવું આવશ્યક છે. હૃદય ગમે તેટલું સાફ હોય પણ જે કાયદાનું પાલન કરતો નથી તે ઉપાલંભને પાત્ર બને છે.
મતલબ કે, જ્યાં સુધી પૂર્ણ ન થવાય ત્યાં સુધી વ્યવહાર દ્વારા જ કોઈ વાતની પરીક્ષા થઈ શકે છે. જો કે, વ્યવહારની સાથે નિશ્ચયની પણ આવશ્યક્તા છે પણ નિશ્ચય તે આત્મસાક્ષીથી જ જાણી શકાય છે. બાકી તે વ્યવહારથી જ જાણી શકાય છે.
ચર્ચ માવતિ છેyતત્ત તકિતને : શ્રેષ્ઠ લેકો જેવું આચરણ કરે છે, તેવું જ બીજા લોકો તેમનું જ અનુકરણ કરી આચરણ કરે છે; કારણ કે, વ્યવહારમાં આચરણ જ જોઈ શકાય છે, નિશ્ચય જોઈ શકાતું નથી. એટલા માટે નિશ્ચયની સાથે જ વ્યવહારનું પાલન તે કરવું જ જોઈએ.
અનાથી મુનિ કહે છે કે – इमा हु अण्णा वि अणाहया निवा, तमेगचित्तो निहुओ सुणेहि मे। नियंदुधम्म लहिया णिवो जहा, सीयन्ति एगे बहु कायरा नरा ॥३८॥ जो पव्वइत्ताणं महन्वयाई, सम्मं च नो फासयई पमाया। अनिग्गहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिदई बंधणं से ॥३९॥
હે. રાજના જે ગૃહસ્થાશ્રમમાં રહીને વ્યવહાર દષ્ટિએ આરંભી તથા પરિગ્રહી છે તે તે અનાથ છે જ; પણ ગૃહસ્થાશ્રમ તથા આરંભ–પરિગ્રહમાંથી નીકળી સાધુ થઈને જે