________________
સુદ ૪]. .
રાજકેટ–ચાતુર્માસ : [ ૨૪ અને અનેકાન્તદષ્ટિએ બીજાને પણ સમજાવે. અનેકાન્તદષ્ટિએ પ્રત્યેક વિષય ઉપર વિચાર કરવામાં આવે તો કોઈ પ્રકારની લડાઈ જ ન થાય ! ' . . : ૯
અહીં પ્રશ્ન એ થાય છે કે, જો કોઈ માણસ સમજાવવા છતાં પણ પિતાની, હક નું છોડે તે એ દશામાં શું કરવું? તેને માટે પિતાના તત્ત્વને પણ છેડી દેવું ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, પિતાના આત્માની સ્વતંત્રતા વિના કેઈ તત્વ ટકી શકતું નથી. એટલે માટે પિતાના તત્ત્વ વિષે એવો વિશ્વાસ રાખવો કે, અમારાં તને સંપૂર્ણ દૃષ્ટિએ બતાક વવામાં આવ્યાં છે; એટલા માટે જે પૂર્ણ દૃષ્ટિએ બતાવવામાં આવેલી કોઈ પણ વાત હોય તે હું તેને સ્વીકારવા તૈયાર છું, પણ અપૂર્ણ દૃષ્ટિએ કહેવામાં આવેલી વાતને માટે હું પૂર્ણ દૃષ્ટિએ કહેવામાં આવેલી વાતને છોડી શકું નહિ!. આ પ્રમાણે વિચાર કરી પોતાના તત્ત્વ ઉપર કેવી રીતે દઢ રહેવું જોઈએ એને માટે અણિક અને કામદેવનાં દૃષ્ટાંતે જુઓ.
કામદેવને છે અપરાધ હતો ? દેવે તેને કહ્યું કે, તું મહાવીરનો ધર્મ છોડી દે, નહિં તે તારા શરીરનાં ટૂકડે ટૂકડા કરી નાંખીશ ! દેવે આ પ્રમાણે કહ્યું છતાં કામદેવ તે એમ જ વિચાર હતો કે, “જે કોઈ આ નિર્ઝન્ય પ્રવચનમાં ભૂલ બતાવતું હેય તે એ અવસ્થામાં તે હું નિર્ચન્વધર્મ છોડી પણ શકું; પણ ધર્મ છોડવા માટે તલવારથી મારી નાંખવાને ભય બતાવે તે એ અવસ્થામાં હું કોઈ પણ રીતે ધર્મને ત્યાગ કરી શકું નહિ.”
કદાચ કોઈ કહે કે, કોઈ વાતને પકડી રાખવી એ તે હઠ છે, પણ હઠ તે ત્યારે કહી શકાય કે જ્યારે સમજાવવા છતાં માને નહિ તે દેવ કામદેવને કઈ સમજાવતા નહતો પણ તલવારને ભય બતાવી ધર્મને ત્યાગ કરવાનું કહેતા હતા. કામદેવ તે. પિતાના તવમાં નિશ્ચલ હતું. તે એમ જ વિચારતા હતા કે, “આ દેવ મને જ તલવાર દ્વારા મારશે તે તલવારને ઘા આ શરીર ઉપર જ પડી શકે છે, મારા આત્માને કોઈ નુકશાન કરી શકે એમ નથી. હું તલવારના ડરથી મારા આત્મતત્ત્વને ત્યાગ કરી શકે નહિ. એ આત્મતત્ત્વ તે હું માનું છું. એટલે મારી ઉપર ગમે તેટલાં સંકટો પડે છતાં હું મારા એ આત્મતત્ત્વને છેડી શકે નહિ.” '
કામદેવ વિચારે છે કે, “આ દેવ મને તલવાર મારી શકે નહિ. મારે આત્મા જંકર્તા છે એટલા માટે મારે આત્મા જ તલવાર મારી શકે; મારા આતમા બીજી કોઈ-મારી શકે નહિ. આ આત્મા જ બનાવનાર છે અને આ આત્મા જ બગાડનાર છે. સંસારને નાશ કરી મોક્ષ જનાર પણ આત્મા જ છે. બીજાં તો બધાં નિમિત્ત છે. સુખ કે દુઃખ, સુપ્રયાસ કે દુઃપ્રયાસ કરનાર પણ આ આત્મા જ છે. આત્માના કર્યા વિના સુખ દુઃખ પેદા થઈ શકતાં નથી. આ જ પ્રમાણે આત્માના અધ્યવસાયે વિના પુણ્ય-પાપ પણ લાગી શકતાં નથી. આત્મા જ પિતાના અધ્યવસાયથી વૈતરણી નદી, ફૂટશાલ્મલી વૃક્ષ, કામધેનુ કે નંદનવનની સમાન દુઃખ સુખને પેદા કરે છે. આત્માના કર્તવ્યને ન જોતાં બીજાને માટે એમ કહેવું કે, આ બીજો જ સુખ દુઃખને આપનારે છે, એ તે કુતરાની માફક ભૂલ કરવા જેવું છે.
એક કુતરે કાચ જડેલા મહેલમાં જઈ ચડે. કાચના પ્રતિબિંબને કારણે કુતરાને પિતાની જેવા કુતર જ દેખાવા લાગ્યા. કુતરે પિતાના જાતિ સ્વભાવવાળા કુતરાથી બહુ નારાજ રહે છે, એટલા માટે તે પોતાના પ્રતિબિંબને બીજે કુતરો સમજી ભસવા લાગે. એ કુતરાને એ ખબર ક્યાંથી હોય કે પ્રતિબિંબમાં જે કુતરે દેખાય છે તે જ તે છે !
**