________________
૩૯૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
કુતરા પાતાનું પ્રતિબિંબ જોઇ ભસતા હાય અને તે વખતે તમે ત્યાં હા તેા તમે શું કરશા ! એ કુતરાને તમે કાઢી મૂકશેા, કે વધારે ભસવા દેશેા ! જો તમે તેને કાઢી ન મૂકતાં ભસવા ઢા તા એ તમારી ભૂલ ગણાશે ને!
આ જ પ્રમાણે અમુક માણસ સુખ આપે છે અને અમુક માણસ દુઃખ આપે છે એમ કહેવું એ તેા કુતરાના ભસવા જેવું છે. કામદેવ –સારી રીતે જાણતા હતા કે, આત્મા જ સુખ દુઃખના કર્તા છે અને તેથી જ તે પોતાના સત્ય તત્ત્વ ઉપર દૃઢ રહી શક્યા હતા.
મતલબ કે, સત્યને સમજીને અસત્યને છે।ડવું એ કવ્ય છે; પરંતુ કોઇ ભય બતાવી સત્યથી પતિત કરવા ચાહે તેા, એવા સમયમાં વીર લેાકો પ્રાણ આપવાને સ્વીકાર કરી લે છે, પરંતુ સત્યના ત્યાગ કરતા નથી.
.
અનાથી મુનિ કહે છે કે, “ હૈ! રાજ્ન! હું એ નિશ્ચય ઉપર આવ્યા છું કે આત્મા જ કર્તા છે અને એટલા માટે આત્મા જ સુપ્રતિષ્ઠિત કે દુષ્પ્રતિષ્ઠિત બની શકે છે અને આ જ પ્રમાણે આત્મા પાતે જ પોતાના મિત્ર કે શત્રુ બની શકે છે.”
અનાથી મુનિ જે કાંઈ કહે છે તે જ વાત થેાડા ધણા ફેરફાર સાથે ગીતા પણ કહે છે. ગીતામાં પણ કહ્યું છે કે:-~
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव मात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥
કૃષ્ણ કહે છે કે, “ હે અર્જુન ! આત્માના ઉદ્દાર તું પોતે જ કર. કારણ કે આત્માના ઉદ્ધાર પેાતાના આત્માદ્વારા જ થઈ શકે છે. માટે આત્માના ઉદ્ધાર કરા, તેને નીચે પાડે નહિ. આત્માના મિત્ર કે શત્રુ આ આત્મા પોતે જ છે. બીજો કોઈ નથી.
""
જૈન શાસ્ત્રમાં જે વાત કહી છે તે જ વાત પ્રકારાન્તરે ગીતામાં પણ કહેવામાં આષી છે. એટલા માટે આગમ ઉપર વિશ્વાસ રાખી આત્માની ઉન્નતિ કરેા. એ જ પુરુષાર્થ છે. આત્માદ્ધાર કરવાના પુરુષાર્થ કરવાથી સુદર્શનની માફક આત્માનું કલ્યાણ થયા વિના રહેશે નહિ.
સુદર્શન ચરિત્ર—પર
* દિ ચાર:શ્ચિત્ દુર્ગતિ તાત! જૂઇતિ। જે પોતાના કલ્યાણનું કામ કરે છે, તેનુ અકલ્યાણ કોઇ કરી શકતું નથી એટલા માટે ખીજાએ શું કરે છે તે તરફ ધ્યાન ન આપતાં પેાતાના કામ તરફ જીએ.
આ વાત સુદર્શનની સમજમાં કેવી રીતે આવી હશે એ તેા એ જાણે પણ એ વાતને તમે પણ સમજો. સુદર્શનની માફક તમે પણ આત્મકલ્યાણ સાધશા તે તમારું પણ કલ્યાણ થશે. પ્રજાના પ્રતિનિધિએએ સુદર્શનને બહુ પૂછ્યું પણ સુદર્શન કાંઈ ખેાક્લ્યા નહિ. પ્રતિનિધિ લોકો અસમ‘જસમાં પડી ગયા અને સુદર્શનને પક્ષ છેાડી રાજાના પક્ષમાં ચાલ્યા ગયા. પ્રતિનિધિઓને પણ પોતાના પક્ષમાં આવ્યા જાણી રાજાએ સુદર્શનને શૂળીએ ચઢાવવાના નિશ્ચય કર્યાં. લોકો વિચારવા લાગ્યા કે, હવે શું કરવું ? એકે કહ્યું કે, ચાલા જઈને સુદર્શનની સ્ત્રી મતારમાને આ વાત કહીએ. કદાચ તેના સમજાવવાથી સુદર્શન સમજી જાય. કેટલાંક ફામેા