________________
સુદ ૪]
રાજકેટ-ચાતુર્માસ
[૩૯૧
પરમાત્માના શરણે ગયે છે એમ કહી શકાય નહિ. લકે પરમાત્માનું નામ તે મોટેથી લે છે પણ તેમને હૃદયમાં વસાવતા નથી એ તેમની ભૂલ છે. આ ભૂલને દૂર કરવા માટે જ અનાથી મુનિ ઉપદેશ આપે છે. અનાથી મુનિએ જે ઉપદેશ આપે તે કાલે કહ્યું હતું અને આજે ફરી કહું છું– અનાથી મુનિને અધિકાર–૪૨
ભગવાન અનાથી મુનિ કહે છે કે, નિશ્ચયમાં આત્મા જ વૈતરણી નદી, ફૂટશાલ્મલી વૃક્ષ, કામધેનુ કે નંદનવનની સમાન છે; બીજે કઈ નથી. આત્મા જ આત્માને વૈતરણી નદી અને કુટશાલ્મલી વૃક્ષની માફક દુઃખ આપે છે અને આત્મા જ આત્માને કામધેનુ કે નંદનવનની સમાન સુખ આપે છે.
આત્મા જે આત્માને સુખ કે દુઃખ આપે છે તેનું શું કારણ? એના માટે અનાથી મુનિ કહે છે કે, “આત્મા કર્તા છે. આ આત્મા પિતે જ સુખ દુઃખનો કર્તા છે એટલા માટે સુખ કે દુઃખરૂપ આ આત્મા જ છે, બીજું કોઈ નથી.” - અહીં હું થોડી દાર્શીનીક ચર્ચા કરું છું. કોઈ તે કાલને કર્તા માને છે, કે સ્વભાવને કર્તા માને છે, કોઈ એમ કહે છે કે જે કાંઈ થાય છે તે ઈશ્વરની કરવાથી જ બને છે માટે ઈશ્વર જ કર્તા છે, કેઈ જે કાંઈ થાય છે તે પુરુષાર્થથી જ થાય છે એમ કહે છે અને કોઈ પૂર્વકર્માનુસાર જ થાય છે એમ કહે છે. આ પ્રમાણે પાંચ પ્રકારના લેકે, પાંચ પ્રકારની વાત કરે છે અને એક બીજાને ખોટો કહે છે; પણ જૈન દર્શન એ પાંચેય જણની વાતને માન્ય કરે છે અને કહે છે કે, કેવળ એક એક વાત પકડી ન રાખો પણ એ પાંચેય વાતને દરેક દૃષ્ટિએ તપાસે. કાલ, સ્વભાવ, ઈશ્વર, પુરુષાર્થ અને પૂર્વ કર્મની પણ જરૂર રહે છે પણ આ બધાંય હોવા છતાં કર્તા કોણ છે એને જુઓ. જે મૂળ કર્તા છે એને ભૂલી ન જાઓ.
જે કાલને જ કર્તા માનવામાં આવે તે વાંધ આવે છે. માને કે, અત્યારે વર્ષાકાલ છે એટલે વર્ષાને લીધે અન્ન પેદા થઈ શકે છે. પણ જે ખેડુત અન્ન વાવે જ નહિ તે વર્ષાકાલ શું કરે ? કાલ તે જડ છે. કાલની આવશ્યકતા અવશ્ય છે પણ તે મૂળ કર્તાની સાથે. જેમકે સૂર્ય વિના કામે ચાલી શકતું નથી પણ સૂર્યોદય થવા છતાં કઈ માણસ સૂતે રહે તે સૂર્ય શું કરે ? આ જ પ્રમાણે કાલ તે છે પણ મૂળ કર્તા ન હોય તે કાર્ય કેવી રીતે થાય ? એટલા માટે વસ્તુનાં દરેક અંગને તપાસે. વસ્તુના કેવળ એક જ અંગને પકડી ન રાખે.
જે પ્રમાણે કાલની આવશ્યકતા છે તે જ પ્રમાણે સ્વભાવની પણું આવશ્યક્તા છે. માનો કે, વર્ષાકાલ પણ હોય અને ખેડુતે બાજરો કે ઘઉં વાવ્યાં પણ હોય પણ જે બાજરે કે ઘઉંમાં પેદા થવાને સ્વભાવ જ ન હોય તે કાલ અને કર્તા શું કરી શકે ? આ જ પ્રમાણે સ્વભાવ અને કાલ ન હોય તે પણ કાંઈ થઈ ન શકે અને એ બન્ને હોય અને જે કર્તા ન હોય તે પણ કાંઈ થઈ શકે નહિ. એટલા માટે કેવલ કાલ કે સ્વભાવને જ કર્તા માની બેસવા એ કેવળ કદાગ્રહ છે. કાલ, સ્વભાવ, પુરુષાર્થ વગેરે બધાની આવશ્યકતા રહે છે તે પછી દાર્શનિક કલહથી શું લાભ ?
જેનદર્શને આ દાર્શનિક તકરારને દૂર કરવા પ્રયત્ન કર્યો છે. જેનદર્શન કહે છે કે એ બધાની જરૂર છે. આ પ્રમાણે જેનધર્મ બધાની લડાઈને શાંત કરે છે. જૈનદર્શન કહે છે કે, પ્રત્યેક વસ્તુને બધી બાજુએથી જુઓ, કેવળ એક બાજુ તપાસીને બેસી ન જાઓ.