________________
શુદ ૩] રાજકોટ–ચાતુર્માસ
[૩૮૩ ખરીદી શકે એમ નથી. એ તે કોઈ બહારને વેપારી આવે છે તે ખરીદી શકે. એટલા માટે તું આ હીરે પાછો ઘેર લઈ જા અને તારી માતાને આપી કહેજે કે, “આ હીરાને બરાબર સાચવી રાખે. હું એ હીરાને સાચવી શકું એમ નથી. બાકી ખર્ચ માટે જે કાંઈ જોઈએ તે તું મારે ત્યાંથી ખુશીથી લઈ જા. જે એમ જ તું પૈસા લઈ જવા ન ચાહે તે નામે લખાવીને પૈસા લઈ જા અને હીરે વેચાય ત્યારે એ પૈસા ભરી દેજે. પણ મારી એક વાત માન. તું મારી દુકાને આવતે જા. મારી દુકાનને તું તારી જ દુકાન સમજ.”
કરે ઘેર ગયો અને બધી હકીક્ત માતાને કહી. તેની માતા પ્રસન્ન થઈ અને વિચારવા લાગી કે, મારી પાસે બે હીરા છે. એક હીરે તે આ છે અને બીજે હીરે આ મારે પુત્ર છે. તે પછી મને કઈ વાતની ચિંતા છે? તે પતિના મિત્રને ત્યાંથી રૂપિયા મંગાવી ઘરને ખર્ચ કાઢવા લાગી. અને પુત્રને કહ્યું કે, તારા પિતાના સ્થાને તારા પિતાના મિત્રને સમજ અને તેમની દુકાને જઈ બેસ.
છોકરે દુકાને જવા લાગ્યો, તે છોકરો હેશિયાર અને સંસ્કારી હતા. તે રત્નની પારખ કરવા લાગ્યો. રત્નની પારખ કરતાં કરતાં તે રન્નેને એ પરીક્ષક થઈ ગયો છે, એકવાર જે રત્નને કોઈ ઝવેરી પારખી ન શક્યા તે રત્નને તે પારખી ગયો. બધા ઝવેરીઓ તેના ઉપર બહુ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, આજે આપણે બધાની આણે આબરૂ સાચવી છે. તે છોકરાના પિતાને મિત્ર પણ બહુ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યો કે, પુત્ર! તારી હેશીયારીથી બધા લેકો બહુ પ્રસન્ન થયા છે અને તારી પ્રશંસા કરે છે.
પહેલાંના લોકો કૃતજ્ઞ હતા અને ગુણોને આદર કરતા હતા. જ્યારથી કૃતજ્ઞતાને ઈર્ષ્યાભાવે કોતરી લીધી છે ત્યારથી ગુણેની કદર પણ રહી નથી. - પિતાના મિત્રની વાત સાંભળી તે છોકરાને પણ પ્રસન્નતા થઈ અને તેણે જવાબમાં કહ્યું કે, એ બધી આપની કૃપાનું જ પરિણામ છે. પિતાના મિત્રે કહ્યું કે, “તું હવે રત્નને પરીક્ષક બન્યા છો તે હવે જે હીરે તારા ઘરમાં છે તે હીરો કેવો છે તેની તે પરીક્ષા કર. મેં તે અનુમાનથી જ હીરે બહુ કીમતી છે એમ કહ્યું હતું, પણ હવે તું પોતે હીરાને પરીક્ષક થયો છે તે તું તેની પરીક્ષા તે કરી જે!”
છોકરે ઘેર ગયો. તેણે પોતાની માતાને કહ્યું કે, મા, તે હીરે મને કાઢી આપ. માતાએ પૂછ્યું કે, શું કોઈ ગ્રાહક આવ્યો છે? પુત્રે ઉત્તર આપ્યો કે, માતાજી, કોઈ ગ્રાહક તે નથી આવ્યો પણ તે હીરે કે છે, કેટલી કીમત છે તેની તે પરીક્ષા કરી જેઉં? માતાએ કહ્યું કે, હવે તે તું પોતે હીરાને પરીક્ષક થયો છે ને? છોકરાએ જવાબ આપ્યો કે, એ પણ તારી કૃપાનું જ પરિણામ છે. તું મેહવશ મને દુકાને જવા ન દેત તે હું પરીક્ષક બની ન શકત.
માતાએ તે બેટે હરે પુત્રને આપે. પુત્રે હીરાને હાથમાં લેતાં જ પારખી લીધું કે, આ હીરે નથી, આ તે કાચ છે. આ પ્રમાણે કહી તેણે તે હીરાને ફેંકી દીધા. માતા કહેવા લાગી, બેટા આ તેં શું કર્યું? આ કીમતી હીરે તે શા માટે ફેંકી દીધો? પુત્રે જવાબ આપો કે, તે હીરે નથી. તારા માટે તે હું હરે છે. તે તે કાચ હતો. અત્યાર સુધી એ કાચને હીરે સમજી તેના આધારે આટલા દિવસે કાઢયા એ જ ઘણું છે !