________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા છોક પહેલાં જેને હીર સમજતો હતો તે જ હીરાને ઝવેરીની દુકાને બેસવાથી કાચા સમજવા લાગ્યો અને તે ખોટા હીરાને તેણે ફેંકી પણ દીધો. એટલા માટે તે પિતાના મિત્ર ઝવેરીની પ્રશંસા કરશે કે નિદા? તેના ગુણ ગાશે કે નિંદા કરશે ? આ ઝવેરીએ મને રત્નની પરીક્ષા કરતાં શીખવ્યું એ વિચારથી તે ઝવેરીને ઉપકાર જ માનશે કે મને આ ઝવેરીએ, હીરાની પરીક્ષા શીખડાવી મોટી સંપત્તિ આપી છે. જે ખરા-ખોટાનું જ્ઞાન કરાવે છે, તેના જેવો બીજો કોઈ ઉપકારી નથી. દુઃખના દિવસે ચાલ્યા ગયા. એટલા માટે હવે એ ખોટા હીરાની જરૂર નથી. જે પહેલાં કોઈ આ હીરાને પેટે કહેત તે, તે દુઃખ થાત પણ હવે હીરાને ખેટે, સમજીને ફેંકી દીધો છે. તે પછી એમાં દુઃખ માનવાનું શું કારણ? - જો કે, તે છોકરાએ ઝવેરીની દુકાને બેસવાથી અને રત્નને પરીક્ષક બનવાથી પિતાના ઘરની સંપત્તિ રૂપે માનવામાં આવતા હીરાને ફેંકી દીધું હતું, છતાં તેને દુઃખ થયું ન હતું. તેમ તે ઝવેરી ઉપર કોઈ પ્રકારની નારાજગી થઈ ન હતી, પરંતુ તે ઊલટે ઝવેરીને પિતાને ઉપકારી માનતા હતા કે આ ઝવેરીએ જ મને સાચા-ખોટા હીરાની પારખ કરતાં શીખડાવ્યું છે.
પરમાત્માના વિષે ભક્તો પણ આમ જ માને છે. તેઓ કહે છે કે, “મારે આત્મા પણ અનાનને કારણે ખેટાને ખરું અને ખરાને ખાટું માની રહ્યો હતો, પણ ભગવાન સંભવનાથની કૃપાથી મને સત્યાસત્યનું જ્ઞાન થયું છે એટલા માટે હવે અસત્ય ત્યાગ કરવામાં વાર લાગશે નહિ, પરમાત્માએ મને સત્યાસત્યનું ભાન કરાવ્યું છે, એટલા માટે હું તેમના. ગુણગાન કરીશ.'
તૃણ પર જે ષટ ખંડ ઋદ્ધિ ત્યાગી, ચક્રવર્તી પિણ વરિયે, તે ચારિત્ર આલે સુખ કારણ, તે મેં મનમાં ધરિયારે. ભવિજન.
સત્યાસત્યનું સ્વરૂપ જાણવાને કારણે જ છ ખંડની ઋદ્ધિનો તૃણની માફક ત્યાગ કર્યો છતાં પણ દુઃખ ન થયું. આ ત્યાગ પણ સત્યાસત્યનું જ્ઞાન થવાથી જ થયો હતો અથવા થાય છે. જો તમે ઘરબાર છોડી ન શકો તે ભલે પણ સત્યાસત્યનું તે તમે જ્ઞાન કરે એ વિવેકઝાનથી જડ અને ચૈતન્યની પૃથતાનું ભાન થશે. આ પ્રમાણે વિવેકજ્ઞાન પેદા થવાથી સંસારનાં પદાર્થો ત્યાજ્ય છે એનું તે તમને ભાન થશે. - જે સત્યાસત્યને વિવેક કરી સંસારનાં પદાર્થોને ત્યાજ્ય માને છે તે જ સમદષ્ટિ છે. સમદષ્ટિ એમ વિચારે છે કે, અત્યાર સુધી તે હું જાણુ ન હતા, પણ હવે હું એ જાણી શક્યો કે, કામ, ક્રોધાદિ વિકારો ત્યાજ્ય છે. આ પ્રમાણે વિચાર કરી તેઓ કહે છે કે
હે ! પ્રભુ ! આ. વિકારો અભિમાનને વધારનારાં છે અને અજ્ઞાનતા એ અભિમાનનું કારણ છે. હવે તારી કૃપાથી. વિચારે ત્યાજ્ય છે. એવું મને જ્ઞાન થયું છે. આપને મારી ઉપર બહુ ઉપકાર છે અને એ કારણે આજે હું તારાં ગુણગાન કરીશ.”
જે પ્રમાણે તે કરે ખરા-ખોટા હીરાની, પારખ શીખડાવવાને કારણે પિતાના મિત્ર ઝવેરીને ઉપકાર માને છે તે જ પ્રમાણે ભકતે પણ પરમાત્માને ઉપકાર માને છે અને અસત્યને ત્યાગ કરવા ચાહે છે. ભકતોની માફક તમે પણ બેટાં પદાર્થોને ત્યાગ, કરો અને જે ત્યાગ કરી ન શકે તે એમ માને છે, હજી હું. પરમાત્માને પૂર્ણ ભક્ત, બન્યું નથી અને હજી સુધી સંસારનાં પદાર્થોનું સ્વરૂપ હું બરાબર સમજ નથી,