________________
૩૮૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા
જીવિત છું ત્યાં સુધી તા મિત્રને કાઈ પ્રકારનું કષ્ટ ન આપવું. મારા મૃત્યુ બાદ આ મારા મિત્ર મારા ધરની સંભાળ રાખશે.
ચેાડા દિવસેા બાદ તે ઝવેરીને મરણુ સમય નજદીક આવ્યા. ઝવેરી વિચારવા લાગ્યા કે, મારી સ્ત્રી તે એમ સમજતી હશે કે, હું માટા ઝવેરીની પત્ની છું એટલે જો હું એને એમ કહીશ કે, આપણા ધરમાં તા હવે કાંઈ નથી તેા તેને બહુ આધાત પહોંચશે. એટલા માટે એવા ઉપાય વિચારવા જોઈએ કે, પત્નીના ચિત્તને પણ આધાત ન પહોંચે અને પુત્રનું પણ અહિત ન થાય. મારા મિત્ર એવા છે કે, તે ભલે સુખના સમયે કામમાં આવે કે ન આવે પણ દુઃખના સમયે તા અવશ્ય કામમાં આવે એવા છે.
આ પ્રમાણે વિચાર કરી, ઝવેરીએ પાતાની પત્નીને પાસે લાવી કહ્યું કે, “ મારા અંત સમય નજદીક આવ્યા છે. જો ! આપણા ઘરની સંપત્તિના સારરૂપ આ હીરા છે. આ હીરાને સંભાળીને રાખજે. ખીજાના હાથમાં આ હીરા ચાલ્યેા ન જાય તેને ખ્યાલ રાખજે. જ્યારે કાઈ આર્થિક મુશ્કેલી માથે આવી પડે ત્યારે આ હીરાને પુત્રની દ્વારા મારા મિત્રને ત્યાં મેાકલજે. પછી તે જે પ્રમાણે કહે તે પ્રમાણે કરવું. ”
"
ઝવેરી. તા મરણ પામ્યા. તેની સ્ત્રીએ કેટલાંક મહિનાઓ તા જેમ તેમ કાઢવાં પણ પછી તેને આર્થિક મુશ્કેલી જણાવવા લાગી. ત્યારે તેણીએ વિચાર્યું કે, “ આ પુત્ર મેટા થયા નથી ત્યાંસુધી જ મુશ્કેલી છે. પણ જ્યા સુધી છેાકરા મેાટા થાય નહિ ત્યાંસુધી ઘરનું ખ કાઢવા માટે આહીરે ઠીક કામમાં લાગશે. જો કે, આ હીરા બહુ મૂલ્યવાન છે પણ જો તેને કષ્ટના સમયે ઉપભાગ કરવામાં ન આવે તેા પછી આ હીરા શા કામના ? જ્યારે કરા મેાટા થશે અને કમાવા લાગશે ત્યારે ન જાણે તે કેટલા હીરા કમાવી લાવશે ! ” આ પ્રમાણે વિચાર કરી, પેાતાના છેાકરાને નવરાવી ધેાવરાવી, નવાં કપડાં પહેરાવી તૈયાર કર્યાં અને તેને હાથમાં હીરા આપી તેણીએ કહ્યું કે, “ બેટા ! આ હીરાને તારા પિતાના મિત્ર પાસે લઈ જા અને તેમને પિતાતુલ્ય માની, નમસ્કાર કરી વિનયપૂર્ણાંક કહેજે કે, મારા પિતા કહી ગયા છે કે, આ હીરા એ ધરની સંપત્તિ છે માટે આપ ઍને ઉચિત ઉપયેગ કરશે. આપને યેાગ્ય લાગે તેા તે વેચી નાખા કે ગિરવીએ મૂક્રેા પણું, ધરની વ્યવસ્થા ચલાવવા માટે પૈસાની જરૂર છે તેની યાગ્ય વ્યવસ્થા કરી. ”
"C
છેાકરા હીરાને લઈ પિતાના મિત્રની પાસે ગયા અને તેની માતાએ જે કાંઇ કહ્યું હતું. તે ઝવેરી મિત્રને કહી સંભળાવ્યું, અને તેમના હાથમાં હીરા આપ્યા. હીરાને જોઈ તે જાણી ગયા કે, આ હીરા ખાટા છે. પણ તેમણે વિચાયું કે, જો હું આને આ હીરા ખાટા છે એમ કહીશ તા તેને અને તેની માતાને આધાત પહેોંચશે. અને જો હું એ હીરાને મારી પાસે રાખું છું તેા મારા વિશ્વાસ જોખમમાં પડે છે. એટલે આ વખતે હીરા વિષે મારે કશી ચાખવટ ન કરવી એ જ યાગ્ય છે.
આ પ્રમાણે વિચાર કરી ઝવેરી મિત્ર છેાકરાને કહ્યું કે, તારા પિતાનું મૃત્યુ થયું એ અહુ જ દુ:ખની વાત છે પણ તને જોઈ મને સાષ થાય છે. આ મારું ઘર તું તારું જ સમજજે, માટે કાંઇ પણ આર્થિક મુશ્કેલી ન સહેતાં જે કાંઈ ખર્ચ માટે જોઈએ તે અહીંથી લઈ જજે. પણુ આ હીરા બહુ જ કીમતી છે, એટલે એની કીંમત અત્યારે બરાબર ઊપજશે નહિ. એ હીરાને તા કોઇ અત્યારે રાજા ખરીદી શકે એમ નથી. તેમ કોઇ વેપારી