________________
શુદ ૩] રાજકોટ–ચાતુર્માસ
[ ૩૮૧ લગાવી દઈશ. ભક્ત લેકે, આમ કહે છે એ ઉપરથી એમ જણાય છે કે, પરમાત્મા પાસેથી કેઈ અપૂર્વ ચીજ તેમને મળી છે. પરમાત્મા પાસેથી જે અપૂર્વ ચીજ મળી છે તેના એક અંગને જ અત્રે કહું છું. ભકતે કહે છે કે, હે ! પ્રભો ! તારી કૃપાથી મને મારી અજ્ઞાનતાનું ભાન થયું છે.
ભગવાનના સ્વરૂપથી પિતાની અપૂર્ણતાનું જ્ઞાન થાય છે. પોતાની અપૂર્ણતાને જાણવી એ કાંઈ ઓછી વાત નથી. ભક્તિસૂત્રમાં કહ્યું છે કે, “પરમાત્માની ભક્તિમાં અભિમાનદંભાદિને ત્યાગ કરવો જોઈએ જ્યારે પિતાને પૂર્ણ માની લેવામાં આવે છે ત્યારે જ દંભ અને અભિમાન પેદા થાય છે, પણ પરમાત્માનું દર્શન થતાં જ પિતે અપૂર્ણ છે તેનું ભાન થાય છે. જ્યારે પિતાનામાં ડાં ગુણ હોવા છતાં પોતાનામાં વધારે ગુણે છે એમ માનવામાં આવે છે, ત્યારે અભિમાન પેદા થાય છે; પણ પરમાત્માનું દર્શન થતાં જ પોતાની અજ્ઞાનતાનું ભાન થાય છે અને તેનું અભિમાને ગળી જાય છે. ભક્ત લકે પરમાત્માના સ્વરૂપને જોઈ પિતાનામાં અભિમાન રાખતા નથી પણ પિતાને લઘુથી પણ લધુ માને છે. સંસારમાં એવા પણ લેકે હોય છે કે જેઓ પિતાને પંડિત માને છે, અને પિતાને પૂર્ણ માને છે એટલું જ નહિ પણ બીજાઓ પાસે એ મનાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જેઓ પરમાત્માના સાચા ભકતે છે તે તે પિતાને અપૂર્ણ માની નમ્ર રહે છે.
મતલબ કે, પરમાત્માની કૃપાથી અપૂર્ણતાનું ભાન થયું છે અને એ કારણે જ ભક્ત એમ કહે છે કે, આજે “અમે પરમાત્માનું ભજન કરીશું, અને તેમના ગુણગાન ગાઈશું.”
જેઓ પોતાની અપૂર્ણતા માને છે તેઓ પણ ઓછા ઉપકારી નથી. તેમને પણ બહુ ઉપકાર છે. આ વાત એક કથાકારા સમજાવું છું.
દેહલી જેવા શહેરમાં એક આબરૂદાર અને ચતુર ઝવેરી રહેતું હતું. જો કે ઝવેરી હોશીયાર હતા પણ શીયાર માણસથી પણ કઈવાર ભૂલ થઈ જાય છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર” એ કથનાનુસાર તે ઝવેરીની પણ મોટી ભૂલ થઈ ગઈ. તેણે એક બેટા હીરાને સાચે અને કીમતી હીરે સમજી ખરીદી લીધે, અને એ ખોટા હીરાની ખરીદીમાં તેણે પિતાના ઘરની બધી પૂંજી રેકી દીધી. હીરાની ખરીદી કર્યા પછી તેને ખબર પડી કે, ખરીદેલે એ હીરે તે તદ્દન ખોટો છે. તે વિચારવા લાગ્યું કે, હવે શું કરવું! વેચનાર માણસ ચાલ્યો ગયો છે. હવે એ વિષે હ–હા કરવાથી કાંઈ વળે એમ નથી. ઊલટી પિતાની આબરૂના કાંકરા થશે, પણ મેં એ હીરા પાછળ ઘરની બધી પૂંજી ખરચી નાંખી છે એટલા માટે મારા મૃત્યુ બાદ મારા કુટુંબીજને શું ખાશે? અત્યારે માથે આવી પડેલા આ દુઃખને સહ્યા સિવાય છૂટકે પણ નથી. પણ મારે એક મિત્ર છે તે જરૂર દુઃખના સમયે સહાયભૂત નીવડશે. આ હીરે તે ખેટે નીકળ્યો, પણ મારો મિત્ર તે પેટે નીકળે એવું નથી.
ગ્રન્થમાં સન્મિત્રની બહુ જ પ્રશંસા કરવામાં આવી છે અને કહ્યું છે કે, સદ્દભાગ્યે જ સન્મિત્રની પ્રાપ્તિ થાય છે. સુખના સમયે તે સાથ આપનાર અનેક મિત્રો મળી આવે છે પણ દુઃખના સમયે સાથ આપનાર મિત્રો બહુ જ ઓછા મળે છે.
તે ઝવેરી વિચારવા લાગ્યું કે, મારો મિત્ર તે સારો મિત્ર છે. પણ મારે મિત્ર પાસે માંગવાની નહિ પણ તેને આપવાની બુદ્ધિ રાખવી જોઈએ. એટલા માટે જ્યાં સુધી હું