________________
૩૮૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા ભારત દેશમાં વ્યક્તિ સ્વાતંત્રમાં જેટલાં ઉદાહરણ મળે છે તેટલાં અને તેવાં ઉદાહરણો બીજા દેશમાં કદાચ જ મળે. વ્યક્તિ-સ્વાતંત્ર્યને અર્થ સ્વછંદતાને અપનાવવી એ નહિ. અમે ગમે તેવું ખાનપાન કરીએ, અમે ગમે તે સ્ત્રી સાથે વિવાહ કરીએ એમ કહી એને વ્યક્તિ સ્વાતંત્ર્યનું રૂપ આપવું અનુચિત છે. વ્યક્તિ-સ્વાતંત્ર્ય તે તેમાં છે કે જે પિતે તે કષ્ટ સહે, પણ બીજાને કષ્ટ ન આપે. ધર્મમાં તે વ્યક્તિ–સ્વાતંત્ર્યને જ સ્થાન છે. સમાજને માટે વ્યક્તિ સ્વાતંત્ર્યને ભૂલી જઈ ધર્મની હાનિ કરવી એ અનુચિત છે. જેમકે, સીતાને એમ કહેવામાં આવ્યું હતું કે, “જે તમે રાવણને અપનાવી લે તે સમાજની આટલી હાનિ થતી બચી જશે.” છતાં શું સીતાએ સમાજને માટે પિતાના વ્યક્તિ–સ્વાતંત્ર્યને તજી દીધું હતું ? યુધિષ્ઠિરને એમ કહેવામાં આવ્યું હતું કે, દ્રોણાચાર્યો હાથમાં ધનુષ્ય ઉપાડયું છે અને હમણાં ધનુષ્ય છોડશે માટે તમે “અશ્વત્થામા હતે” એમ કહે તે સેનાનું રક્ષણ થશે નહિ તે સેનાને કચડઘાણ વળી જશે. છતાં યુધિષ્ઠિરે તે એમ જ કહ્યું કે, જે વાત હું જાણતે ન હિંઉં તે વાત હું કેમ કહી શકું!
આ પ્રમાણે વ્યક્તિ સ્વાતંત્રની રક્ષા કરી સમાજની સેવા કરે કે સમાજ-સ્વાતંત્ર્યને મહત્ત્વ આપે એ વાત જુદી છે, પણ વ્યક્તિ સ્વાતંત્રને સમાજસેવા કે સમાજરક્ષાના નામે ગુમાવી દેવું તે ઠીક નથી.
સુદર્શન વિચારે છે કે, આ નગરજને સમાજને જુએ છે અને હું વ્યક્તિ-સ્વાતંત્ર્યને જોઉં છું. મારા બોલવાથી માતાને કષ્ટ પહેંચશે એટલા માટે હું કેવી રીતે બોલી શકું?
હવે આગળ શું થાય છે તેને વિચાર યથાવસરે હવે પછી કરવામાં આવશે.
ક્યાખ્યાન: સંવત્ ૧૯ર બીજા ભાદરવા સુદી ૭ શુક્રવાર
પ્રાર્થના આજ મારા સંભવ જિનકે, હિતચિત ગુણ ગાજ્યાં; મધુર મધુર સ્વર રાગ આલાપી, વહરે શબ્દ ગુજરા, છે આજ બહાસ
–વિનયચંદ્રજી કુંભટ વીશી.
ચા સંભવનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં “આજ' શબ્દને જે ઉપયોગ કરવામાં આવ્યો છે તેને શે આશય છે? એ વિષે વિચાર કરતાં એમ જણાય છે કે, જ્યારે મનુષ્ય પોતાનામાં કોઈ પ્રકારની વિશેષતા જુએ છે ત્યારે તે કહે છે કે, આજે કૃતકૃત્ય થયું છે. એ કારણે જેમની કૃપાથી હું કૃતકૃત્ય થયે હું તેના આજે હું ગુણગાન કરીશ. વ્યવહારમાં પણ જ્યારે કેઈની કૃપાથી કોઈ પણ પ્રાપ્ત થાય છે ત્યારે ઉપકારકનાં ગુણગાન કરવામાં આવે છે. હવે આપણે અત્રે એ જોવાનું છે કે પરમાત્મા પાસેથી એવી કઈ ચીજની પ્રાપ્તિ થઈ છે કે, જે કારણે ભક્ત એમ કહે છે કે, આજે હું પરમાત્માના એવા ગુણગાન કરીશ કે તેમના ગુણગાનમાં મારાં તન-મનને પણ