________________
શુદ ૨] રાજકેટ–ચાતુર્માસન
૩૭૯ આજે લેકે “સ્વરાજ્યની માંગણી કરે છે પરંતુ જે રામરાજ્ય કે સુરાજ્ય હોય તે સ્વરાજ્યને પ્રશ્ન જ પેદા ન થાય! રામરાજ્ય કે સુરાજ્ય ના રહેવાને કારણે જ સ્વરાજ્યને પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.
નગરજનો કહેવા લાગ્યા કે, મહારાજનું કહેવું બરાબર છે. અમે હમણાં જ શેઠની પાસે જઈએ છીએ. તેઓ શા માટે નહિ બોલે ! બેલ્યા વિના કામ થોડું જ ચાલે છે. તેમણે બેલિવું તો પડશે જ ! - રાજાએ નગરજનને કહ્યું કે, જુઓ! ત્યાં સુદર્શન શેઠ બેઠા છે. તેને મારા તરફથી કઈ પ્રકારનું કષ્ટ આપવામાં આવ્યું નથી. તમે લેકે તેમની પાસે જઈ, બધી હકીકત પૂછી શકે છે ?
પ્રજાના પ્રતિનિધિ લેકે સુદર્શનની પાસે જઈ કહેવા લાગ્યા કે, “હે મહાભાગ! તમે તે પૌષધ વ્રત લઈ ધર્મધ્યાનમાં બેઠા હતા તે પછી અહીં ક્યાંથી! એવી શી ઘટના બનવા પામી કે, તમે અહીં આવી ગયા! રાજના મહેલમાં આવવાને કારણે તમારા ઉપર આપ મુક્વામાં આવ્યું છે, અરે ! એ આરોપને કારણે રાજા તમને શૂળીએ ચડાવવાને દંડ આપી રહ્યા છે. એટલા માટે સાચી હકીકત શું બનવા પામી છે તે આપ કહે ! નહિ બોલો તે કામ નહિં ચાલે! આ તમારું શરીર તમારા પિતાનું એકલાનું નથી, પણ પ્રજાનું અને ધર્મનું પણ છે. નિષ્કારણ તમારા આ શરીરને નાશ થાય એ ઉચિત નથી, એટલા માટે ધર્મની રક્ષા માટે પણ તમે સત્ય હકીકત કહે. તમારા મૌનથી તે ધર્મની હાનિ થશે. તમે નગરજનોના નાયક છે. જે તમારા જેવા ધર્માત્મા ઉપર કેઈ આરેપ ચડાવે તે તેથી ધર્મની નિંદા થશે અને ધર્મમાં શું પડયું છે ? એમ લકે પણ કહેવા લાગશે. આ કારણે પણ તમે મૌન ખોલી સત્ય હકીક્ત કહે.”
નગરજનની વાત સાંભળી સુદર્શન શેઠ વિચારવા લાગ્યા કે, “નગરજને શર્મની હાનિ થવી ન જોઈએ ” એમ કહે છે અને મારું પણ એ જ લક્ષ્ય છે કે, ધર્મની હાનિ કેઈપણ રીતે થવી ન જોઈએ. પરંતુ આ લોકો ધર્મને બાહ્યદષ્ટિએ જુએ છે અને હું ધર્મને અંતર્દષ્ટિએ જોઉં . બસ આ જ અંતરે છે. હું એમ વિચારું છું કે, મારા બોલવાથી માતાને કષ્ટ થશે અને મેં ધર્મની દષ્ટિએ જ એ વિચાર કર્યો છે. આવી અવસ્થામાં હું કેવી રીતે બોલી શકું ! મારા બોલવાથી તે ધર્મની વધારે હાનિ થશે.” !
આ પ્રમાણે વિચાર કરી પ્રજાજનોની વાત ઉપર સુદર્શન શેઠ હસ્યા. શેઠને હસતા જઈ નગરજને કહેવા લાગ્યા કે, આપ તે અમારી વાતને હસી કાઢે છે પણ અમારી વાત હસી કાઢવા જેવી કે ઉપેક્ષા કરવા જેવી નથી. અમારી વાતને હસી કાઢે નહિ પણ સાચી વાત શું છે તે આપ કહે.
વ્યક્તિ-સ્વાતંત્ર્ય અને સમાજ-સ્વાતંત્ર્યમાં કેને મહત્ત્વ આપવું જોઈએ. ધર્મમાં વ્યક્તિસ્વાતંત્ર્યને જ સ્થાન છે અને એ કારણે પ્રત્યેક વ્યક્તિ પોતાની ઉન્નતિ કરવા માટે સ્વતંત્ર છે. સુદર્શન વ્યક્તિ સ્વાતંત્ર્યની દૃષ્ટિએ જ ચૂપ રહી ધર્મની રક્ષા કરી રહ્યા છે. બીજી બાજુ નગરજનો સુદર્શનને બેસવા માટે પ્રેરણા કરે છે, તે લેકે વ્યક્તિ સ્વાતંત્ર્યનું મહત્વ જાણતા નથી અને એ કારણે જે સમાજ સ્વાતંત્ર્યને મહત્ત્વ આપે છે. જો કે સમાજ-સ્વાતંત્ર્યની પણ આવશ્યક્તા છે પણ તેના ભાગે વ્યક્તિ-સ્વાતંત્ર્યને ભૂલી જવું ન જોઈએ. '