________________
૩૭૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
શ્રી. ચુનીલાલ નાગજી વેરા તથા તેમના ધર્મપત્ની અ. સૌ. બાઈ સાંકળીબાઈએ ઉભા થઈ શીલવંતને સ્વીકાર કર્યો, અને તેમણે આ વ્રતની મંગલસ્કૃતિમાં જૈન સાહિત્યના પ્રચાર માટે રૂ. ૧૦૦૧ આપવાની ઉદારતા બતાવી, અને જાહેર કર્યું કે જ્યાં સુધી કોઈ બીજો પ્રબંધ ન થાય ત્યાંસુધી આ પૂંછમાંથી શ્રી મહાવીર જૈન જ્ઞાનોદય સોસાયટી દ્વારા પૂજય શ્રી જવાહિરલાલજી મહારાજ સાહેબના વ્યાખ્યાનને ગુજરાતી અનુવાદ કરાવી પ્રકાશિત કરાવવાં. અને તે જ વખતે શ્રી. દુર્લભજીભાઈ ત્રિ. ઝવેરીએ આવાં સાહિત્ય પ્રચારના કાર્યમાં રૂા. ૨૫૧] અને શ્રી ગોપાલજી ભીમજી પારેખે રૂા. ૧૦૧] આ ફંડમાં આપવાનું જાહેર કર્યું હતું.* અન્ય લોકોએ પણ પ્રત્યાખ્યાન કર્યા હતાં. ] સુદર્શન ચરિત્ર -૪૦ - આપણું ધર્મમાં સુદર્શન જેવા મહાપુરુષ થયા છે; કે જેમને પુણ્ય પ્રભાવ પ્રકટ કે ગુપ્તરૂપે આજે પણ પડી રહ્યો છે. એટલા માટે તેમના આદર્શને પિતાના હૃદયમાં સ્થાન આપી પરસ્ત્રીના પાપને તે ત્યાગ કરવો જોઈએ.
" તુમ હી પૂછો સેઠ કહે કુછ, ઉસ પર કરે વિચાર; . . . ' નહીં બેલે તો લી દેનેકા, સચ્ચા હૈ નિરધાર. ધન ૮લા . . . મહાભાગ! તુમ મુખડે બેલે, જે હૈ સચ્ચી બાત; .. " , બિન બોલ્યા સે સેઠ સુદર્શન, હેત ધમકી ઘાત. ધન હ૦ એક મગરજનોએ રાજાને કહ્યું કે, “સુદર્શન ધર્માત્મા છે, દાનીઓમાં શિરમોર છે અને નગરજનેના પ્રાણરૂપ છે. માટે એના શરીરને નાશ થવાથી અમારા બધાને નાશ થશે, માટે આપ પૂર્વાપર વિચાર કરી તેને દંડ આપે.” : પ્રજજનેની આ વાત સાંભળી રાજાએ તેમને કહ્યું કે, “સુદર્શન ધર્માત્મા, દાનીઓમાં શિરમેર છે એ બધું હું સારી રીતે જાણું છું. હું એ પણ માનું છું કે સુદર્શન પહેલાં છે અને હું પછી છું. મેં તે પૈતૃક રાજ્ય પ્રાપ્ત કર્યું છે, અને એ રીતે હું તે પૂર્વજોની કૃપાથી મટે થયો છું. પણ સુદર્શન તે પિતાના ગુણને કારણે મોટે થયો છે. આ બધી વાત સાચી છે, મેં સુદર્શનને વાસ્તવિક વાત કહેવા માટે ખૂબ મનાવ્યો પણ એ તે એક શબ્દ પણ બોલ્યો નહિ. એટલા માટે અંદરખાને શું છે એ સંદેહ પેદા થાય છે. હવે તમે લેકે જે તેની પાસે જઈને પૂછો. જે તે બધી હકીક્ત કહેતા હોય તે પછી આપણે બધા એ વિષે વિચાર કરવા તૈયાર છીએ. પણ જે તે તમારી સાથે પણ કાંઈ ન બોલે તે પછી શૂળીએ ચડાવવાને મેં જે હુકમ આપે છે તે શું બરાબર નથી ?” : રાજાનું કથન સાંભળી બધા નાગરિકે કહેવા લાગ્યા કે, “રાજાનું કહેવું બરાબર છે. આપણને ભાગ્યથી જ આવા, સારા રાજા મળ્યા છે કે જેઓ આપણી વાત સાંભળે છે અને મને પણ છે.” ” આ જાહેરાતના પરિણામે શ્રી. ચુનીલાલભાઈની આર્થિક સહાયતા વડે પ્રસ્તુત ‘ી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ”, શ્રી દુર્લભજી ઝવેરીની આર્થિક સહાયતા વડે “ધમ અને ધર્મનાયક અને શ્રી. ગેપાલજી પારેખની આર્થિક સહાયતા વડે “જવાહિર જ્યોતિ પ્રકાશનને પામ્યાં છે,