________________
શુદ ૨] રાજકેટ ચાતુર્માસ
[ aછપ અનાથી મુનિએ ઉપદેશને જે સાર કહ્યો છે તે વિષે કાલે મેં થેડામાં કહ્યું છે, આજે તેને વિશેષ મર્મ સમજાવવાનો પ્રયત્ન કરું છું.
અનાથી મુનિએ કહ્યું કે, “આત્મા જ વૈતરણી નદી છે અને આત્મા જ ફૂટશાલી વૃક્ષ છે.” આ ઉપરથી કોઈ એવો પ્રશ્ન કરે કે, આત્મા એ વૈતરણ નદી છે એ કેમ બની શકે? કારણ કે, આત્મા તે અરૂપી છે અને વૈતરણી નદી રૂપી છે. આત્મા તે ચારેય ગતિમાં પરિભ્રમણ કરે છે અને વૈતરણી નદી તે કેવળ નરકમાં જ હોય છે. આત્મા અનેક યોનીઓમાં પણ ભમે છે અને આખરે તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત પણ થઈ જાય છે; પણ વૈતરણું નદી તે નરકવાસી-નૈરયિકએ જ ભોગવવી પડે છે. તે પછી આત્મા વૈતરણ નદી કેમ બની શકે ?
આ મહાન પ્રશ્નનું સમાધાન તે કોઈ મહાન યોગી જ કરી શકે. પણ શાસ્ત્રના આ કથનને એવો અર્થ જણાય છે કે, આત્મા ન હોય તે વૈતરણુ નદી પણ હેઈ શકે નહિ. વૈતરણ નદી દુષ્કર્મનુ ફલ છે અને દુષ્કર્મ આત્મા જ કરે છે. જે આત્મા ન હોય તે દુષ્કર્મ કોણ કરે અને તેનું ફલ વૈતરણ નદી પણ કેવી રીતે હોય? વૈતરણ નદીની સૃષ્ટિનું સર્જન કરનાર આત્મા જ છે. જે આત્મા ન હોય તે વૈતરણી નદીનું નામ પણ ન હોય ! આત્માના દુષ્કર્મનું ફલ જ વૈતરણી નદી છે. આ પ્રમાણે કારણ-કાર્ય ભાવને વિચાર કરીને જ શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, આત્મા જ વૈતરણી નદી છે.
શા શબ્દોના આડંબરમાં ન પડતાં જે વાસ્તવિક વાત કહેવાની હોય છે તે ચેડામાં કહી દે છે. શાસ્ત્રો કહે છે કે, વૈતરણી નદી દુઃખ આપનારી છે એટલું કહીને જ રહી ન જાઓ, પણ વૈતરણી નદીને કર્તા તેમજ હર્તા આત્મા પોતે છે એમ માને. હે! આત્મા ! આ વૈતરણી નદીને બનાવનાર પણ તું જ છે અને જે તું એ વૈતરણી નદીમાં પડવા ચાહત ન હે તે, કોઈ એવું નથી કે તને એ નદીમાં પાડી શકે.”
આજે બુદ્ધિવાદનો જમાને ચાલે છે એટલે કેટલાક લેકે બુદ્ધિનું પૂછડું પકડી કહેવા લાગે છે કે, નરક કે સ્વર્ગ કોણે જોયું છે ! આ પ્રમાણે કહેનાર લેકેને પૂછવું જોઈએ કે, જો તમે નરક જોયું નથી તો જેલખાને તો જોયું છે ને? એ જેલખાનાને બનાવનાર કે છે! એ જેલખાનાં ઉભાં કોણે કર્યા છે ! આ આત્માએ જ ને ? જે આત્મા જેલમાં જવાને યોગ્ય દુષ્કર્મો ન કરે તે સંસારમાં શું જેલખાનાઓ રહી શકે ખરાં? આ દૃષ્ટિએ આત્મા જ જેલખાનાને કર્તા અને હર્તા કહેવાય કે નહિ?
વર્ણનમાં કોઈ પ્રધાન વસ્તુને મુખ્ય રાખી અને શેષ વસ્તુનું ગૌણ કરી વર્ણવવામાં આવે છે. એટલા માટે અહીં પણ વૈતરણી નદીને મુખ્ય કરી શેષ દુઓને ગૌણ રાખવામાં આવ્યાં છે. વ્યવહારમાં જેલ જ નહિ પણ સમસ્ત દુ:ખોને પેદા કરનાર આત્મા જ છે. એટલા માટે જે એમ કહેવામાં આવે છે, આત્મા જ દુઃખ પેદા કરનાર છે કે આત્મા જ દુઃખ છે તે એમાં શું ખોટું છે?
મતલબ કે, કેઈપણ દુઃખને આ આત્મા જ પેદા કરે છે. આ જ પ્રમાણે સુખને પણ આ આત્મા જ પેદા કરે છે. દુઃખમાં તે પ્રધાનતઃ નરકનાં દુઓને ગ્રહણ કરવામાં આવ્યાં છે અને શેષ દુઃખોને ગૌણ કરવામાં આવ્યાં છે. આ ઉપરથી સમસ્ત દુખોના કર્તા આત્મા જ છે એમ સમજવું જોઈએ. આ જ પ્રમાણે સુખમાં પણ ઇચ્છાપૂર્તિના સુખને મુખ્ય માની