SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા શેષ સુખાતે ગૌણુ કરવામાં આવ્યાં છે. ઇચ્છાપૂર્તિનું સુખ પેદા કરનાર આત્મા જ છે. કામધેનુ અત્રે પશુ અર્થમાં નહિ પણ “ ઇચ્છા પૂરી થવી' એ અમાં છે. કામધેનુને અથ સંબંધ ઈચ્છાનુસાર સુખની સાથે છે, ઈચ્છાનુસાર સુખ પણ આત્મા જ પેદા કરી શકે છે. તમે સ્વગ જોયું નથી પણુ રાજાના મહેલ, બાગ વગેરે તે જોયાં છે. શું આ સુંદર મહેલ-ભાગબગીચાઓ આત્મા વિના ટકી શકે ખરાં ? તમારા લેાકેાની દૃષ્ટિ સંકુચિત છે. એટલા માટે તમે તા મહેલ-બાગ વગેરેના સુખને મર્યાદિત કરી નાખા છે. પણ જ્ઞાનીજતા તેથી આગળ વધીને કહે છે કે, સ્વર્ગનું સુખ કે નરકનું દુ:ખ આત્માએ જ પેદા કરેલ છે અને એટલા જ માટે આત્મા જ સુખરૂપ કે દુઃખરૂપ છે. જો તમારામાં એવી શક્તિ હાય કે, તમે ગધેડીને કામધેનુ અને કામધેનુને ગધેડી બનાવી શકે તે તમે શું બનાવશેા ? તમે એમ જ કહેશો કે, અમે ગધેડીને કામધેનુ બનાવીશું, પણ આ જ વાત તમે આત્મા વિષે કેમ વિચારતા નથી ! આત્માના સુખદુઃખનું તંત્ર આત્માના હાથમાં જ છે. ખીજા કાઈના હાથમાં નથી. જ્યારે સુખદુઃખનું તંત્ર તમારા આત્મામાં છે તે પછી આત્માને કામધેનુની માફક સુખરૂપ ક્રમ બનાવતા નથી ? 6 અનાથી મુનિ કહે છે કે, “ હે ! રાજન ! રાજ્ય ભંડાર વગેરે પ્રાપ્ત થવાથી આત્મા કાંઈ સનાથ બની જતા નથી, પણ મારા આત્મામાં જ સુખ કે દુઃખ પેદા કરવાની શક્તિ છે એનું જ્ઞાન થવાથી જે આત્મા સનાથ બની શકે છે. જ્યારે આ આત્મા જ નંદનવન કે કામધેનુની સમાન સુખ આપનાર છે, તે પછી હું પોતે જ આત્માને નરક કે વૈતરણી નદીની સમાન શા માટે દુઃખદાયક બનાવું' એવા વિવેક પેદા થવાથી આત્માને સનાથ બનાવી શકાય છે. ” જ આત્મામાં અનંત શક્તિ છે. તે પાતે પ્રકાશમાન છે. આમ છતાં એ આત્મા ક્યાં છે ? તે આત્મા હાથમાં છે, પગમાં છે, માથામાં છે કે ક્યાં છે? એવા પ્રશ્ન ઉદ્ભવે છે. આ પ્રશ્નને ઉત્તર એ છે કે, એ આત્મા શરીરમાં બધે ઠેકાણે છે. તમારી આંખેામાં પણ આત્મા છે અને તમે તમારી આંખાદ્વારા જ આત્માને જાણી શકો છે. એને માટે કહ્યું છે કેઃ— માન માન સાન કા માન લે મેરા; જાન જાન જાન રૂપ જાન લે તેરા. જાને બિના સ્વરૂપ કે, મિટે ન ગમ કભી; કહેતે હૈં વેદ માર ખાર, ખાત ચે સભી. સત્સંગમે દિલ જોડ, તાડ માડ કા ઘેરા. જો નયન કા ભી નયન, એન કા ભી એન હૈ; જિસકે બિના શરીરમે, ન પલક ચૈન હૈ. વિચાર કે વહી તેરા, સ્વરૂપ હૈ ઘેરા. માન આ પ્રમાણે કહી, કાણુ કાને મનાવે છે ? જો હું કહું કે, હું તમને મનાવું છું તેા તા મારા આત્મા પણ પરતંત્ર થશે. પણ આ પદ સાંભળવાથી તે એમ જ જણાય છે કે, કોઈ કાઈ તે મનાવી રહ્યો છે, અને ‘મારુ' માની લે’ એમ કહી રહ્યો છે; અર્થાત્ ખીજાને કોઈ સમજાવે છે. પણ જ્ઞાનીજના તા પેાતાના આત્માને જ સમજાવે છે કે, “ હે ! આત્મા ! તું શું કરે છે? તું ઇચ્છિત ફળ ભોગવનાર છે તેા પછી શા માટે અહીં તહીં ભટકતા ફરે માન
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy