________________
૬૫૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક ગયો. તેને ગાડીવાળો તેને કહેવા લાગ્યું કે, સાહેબ, આપે મને એને બહાર કાઢવાનું કેમ ન કહ્યું? ન્યાયાધીશે જવાબ આપ્યો કે, જે હું તને એ કામ સંપત તે એ કામ ભાડુતી થઈ જાત. મેં આ કામ કાંઈ બીજાનું કર્યું નથી પણ પોતાનું જ કામ કર્યું છે. આ સૂવર દુઃખી થતું હતું એ કારણે મારા હૃદયમાં પણ દુઃખ થયું. એનું દુઃખ દૂર કરી મેં મારું જ દુખા દૂર કર્યું છે. એને હવે આનંદિત થતા જોઈ મને પણ આનંદ થાય છે.
લોક પિતાનો ફેટે ઉતરાવે છે ત્યારે ભાડાનાં દાગીનાં પણ પહેરે છે. પણ આ પ્રમાણે ફો ઉતરાવે એ સાચે ફેટ નથી. સાચો ફેટે તે તે છે કે, જે બીજાને સુખી બનાવી તેની છાપ હમેશાંને માટે હૃદયમાં પડાવી રાખે.
અમેરિકાને ન્યાયાધીશ તે અનુકંપા માટે આમ કરે અને ભારતના શ્રાવકે જે પિતાના ઘરના લેકેની પણ દયા ન કરે તે એ કેટલું બધું અનુચિત કહેવાય ? એટલા માટે તમે કાંઈ નહિ તે તમારા ઘરવાળાઓ પ્રત્યે તે દયાભાવ અવશ્ય રાખે.
આ પ્રમાણે કર્યાવરણને નષ્ટ કરવા માટે અહિંસાદિ જે ઉપાય બતાવવામાં આવ્યાં છે તે ઉપાયથી પારલૌકિક લાભ પણ છે અને ઈહલૌકિક તાત્કાલિક લાભ પણ છે એટલા માટે તમે લોકે અહિંસાદિ ગુણોને જીવનમાં અપનાવે તે તેમાં કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૧૦ મંગળવાર
પ્રાર્થના શ્રી “દરથ” નૃપતિ પિતા, “નદા” થારી માય; જેમ જેમ પ્રભુ મા ભણી, શીતલ નામ સુહાય.
જય જય જિન ત્રિભુવન ધણી. ૧
1 –વિનયચંદ્રજી કુંભટ વીશી શાં શીતલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્મા પ્રત્યે જેમને અવિચળ શ્રદ્ધા છે તેઓ પરમાત્માને કેવા રૂપમાં જુએ છે એને માટે આ પ્રાર્થનામાં કહ્યું છે કે –
સેવ્યા સુરતરુ જેહ, વાંછિત સુખ દાતાર, ભક્તજને કહે છે કે, “હે ! પ્રભો ! તું કલ્પવૃક્ષની સમાન છે. આ કથનને વિષે સાચા ભક્તને કોઈ પ્રકારને સંદેહ કે તર્કવિતર્ક થતું નથી. બલિક તેઓ તે ત્યાં સુધી કહે છે કે, “હે ! પ્રભે! તારા માટે કલ્પવૃક્ષની ઉપમા પણ યોગ્ય નથી.” સાચા ભક્ત તે પરમાત્મા વિષે આમ કહે છે પરંતુ જેઓ સાચા ભક્ત નથી અને જેમના મનમાં પરમાત્મા વિષે શંકા છે તેઓ એમ કહે છે કે, “જે પરમાત્મા કલ્પવૃક્ષની સમાન છે તે પછી અમારે કઈ પ્રકારનાં કષ્ટ સહેવાની જ જરૂર નથી; પછી તે પરમાત્માનું નામમાત્ર લેવાથી બધું કામ પતી જાય. પણ જે વાસ્તવમાં પરમાત્મા કલ્પવૃક્ષની સમાન જ હેય તે અમે પરમાત્માનું