________________
શુદી ૮]
રાજકેટ ચાતુર્માસ
[ ૬૫૩
એવા પાપમાં પડતા હોય તે તેમને કહે કે, અમે તો તમારી પાસેથી સંસાર તરવાની આશા રાખીએ છીએ અને એ જ આશાએ તમારી પાસે આવીએ છીએ; પણ જો તમે પણ આ પ્રમાણે પતિત થઈ જશે અથવા અમે તમને સંસારનાં કામમાં ફસાવી દઈશું તે પછી અમે ક્યાં જઈશું ? - તમારા ગુરુ નિર્ચન્ય છે અને તમારા દેવ પણ નિર્ચન્ય છે. જો તમે નિર્ઝન્યધર્મની વિરુદ્ધ તમારા દેવ-ગુરુને ભોગી બનાવવા ચાહે, તે એ કે ભારે અપરાધ થશે તેને જરા વિચાર કરે. એટલા જ માટે હું એમ કહું છું કે, જો તમે આ ગાથાને અર્થ બરાબર સમજી લે તે સાચા દેવગુરને અને સાચા ધર્મને સાક્ષાત્કાર તમને અવશ્ય થાય. ત્રાજવામાં એક દાંડી હોય છે અને બે છાબડાં હોય છે. ખૂબી તે દાંડીમાં જ હોય છે. આ જ પ્રમાણે ધર્મ અને દેવ એ બંને ત્રાજવાનાં છાબડાં સમાન છે અને ગુરુ એ ત્રાજવાની દાંડી સમાન છે. જે ગુરુ સારા ન હોય તે તેઓ સાચા ધર્મ અને સાચા દેવને પણ પત્તો લાગવા ન દે. જે ગુરુઓ અનાથી મુનિની જેવા સનાથ હશે તે જ સાચા દેવ અને સાચા ધર્મને સાચે પરિચય આપી શકે છે.
આ તે શ્રાવક-શ્રાવિકાને લગતી વાત થઈ, પણ અમારે સાધુઓએ પણ એ વાત બરાબર સમજવી જોઈએ કે, જે અમે ભેગના ત્યાગી બનીને પણ પાછા ભેગમાં પડી જઈશું તે અમે પતિત થઈ જશું. રાજા શ્રેણિક વીર ક્ષત્રિય હતા. તે વાણિયો ન હતો કે, “વણિક તુષ્ટ દેત હસ્તતાલી” એ કથનાનુસાર તે મુનિને કેવળ કહીને જ રહી જાત. જે મુનિ રાજાના કહેવા પ્રમાણે તેની સાથે જાત છે તે દરેક પ્રકારની સગવડતા કરી આપત અને જીવનપર્યત તેમનું ભરણપોષણ પણ કરત; પરંતુ મુનિએ રાજાનું આમંત્રણ ન સ્વીકાર્યું અને કહ્યું કે, “ તું પોતે પણ અનાથ છે તે પછી મારો નાથ કેમ બની શકે ? ” અનાથી મુનિની જેવી ભાવના રાખવી એ આપણું પણ કામ છે. જે અમે આ વાતને ભૂલી જઈ ભોગપભેગમાં પડી જઈએ તે અમારી તે હાનિ થાય જ પણ સાથે સાથે બીજાઓની પણ હાનિ થાય! સાધારણ માણસની ભૂલ તે પિતાની જ હાનિ કરે છે, પરંતુ મહાન લેકેની ભૂલ આખી સમાજમાં અનેક જણને હાનિ પહોંચાડે એવી ભયંકર હોય છે. સાધારણ રીતે દુરાચારિણી સ્ત્રીઓ તે અનેક હશે, પણ કૃષ્ણ દ્રૌપદીની કર્ણને ચાહવાની માનસિક કલ્પનાની સામાન્ય ભૂલને પણ કાઢી કારણ કે તેઓ જાણતા હતા કે દ્રૌપદી સતી કહેવાય છે. જે સતી હોવા છતાં આવી ભૂલ રહી તે મહાન અનર્થ થશે. આ જ પ્રમાણે અમારી ભૂલ પણ ભયંકર ગણાય છે એટલા માટે અમારે ભૂલ કરવી ન જોઈએ.
ભગવાન અનાથીના ઉપદેશથી રાજાનું જે પરિવર્તન થયું એ ભાવ દયા છે. આ ભાવ દયાને કારણે રાજાને કેટલો લાભ થયે હશે એનું માપ કાઢવું મુશ્કેલ છે. આ ભાવ દયાનું મૂળ તે બધા જીવો પ્રત્યે અનુકંપા રાખવી એ છે. અનુકંપા કોને કહેવાય એને માટે કહ્યું છે કે –
દૂરું પર્વ વેદ તિ મનુજાW અર્થાત-બીજાને જે દુઃખ થાય છે તે મને જ દુઃખ થાય છે એમ સમજીને બીજાનું દુઃખ દૂર કરવું એ અનુકંપા છે.
અમેરિકાના એક ન્યાયાધીશ વિષે સાંભળ્યું છે કે, તેણે એક સૂવરને કીચડમાં ફસાએલે અને તરફડીયા મારતો જો. ન્યાયાધીશને અનુકંપ આવી અને તેણે પિતે તેને બહાર કાઢો. બહાર કાઢતા કીચડના છાંટા તેના બહુમૂલ્ય કપડાં ઉપર પડયાં એટલે તેને પિશાક બગડી