________________
૫૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[કારતક
સ્થિતિ એવી છે કે માતાપિતાને ઉપકાર માનવાને બદલે તેમની અવજ્ઞા કરવામાં આવે છે. માબાપ હજાર રૂપિયા ખર્ચ કરી અને પોતે ગરીબ બનીને પણ પુત્રોને ભણાવે-ગણવે છે પણ પુત્રો આટલે મેટે ખર્ચ કરીને શું ભણ્યા ? આવી શિક્ષા વાસ્તવમાં શિક્ષા નથી પણ શિક્ષા છે. સાચી શિક્ષા કેને કહેવી એને માટે કહ્યું છે કે –
વિદ્યા યા વિમુ ? સાચી શિક્ષા તે છે કે, જે બંધનેને તેડે; પણ આજે તે વિદ્યાને નામે ઊલટું બંધનમાં પડવામાં આવે છે.
અત્રે કહેવાનું એ છે કે, તે વકીલ પિતા, પુત્રનું રુદન સાંભળી પિતાનું મહત્ત્વનું કામ છેડીને પણ બાળકની પાસે ગયો અને તેને શાન્ત કર્યો. પિતાનું આ કાર્ય બાળકને માટે ઉપકારક છે કે નહિ ?
આ જ પ્રમાણે કઈ મહાત્મા, ધ્યાનનું મહત્વનું કામ છોડી કેાઈના મનને સંશય દૂર કરે અને ધમધ આપે એ તેમને ઉપકાર છે કે નહિ ? રાજા શ્રેણિક તે મુનિએ ધ્યાન–મૌન તેડી તેને ઉપદેશ આપ્યો એટલા માટે તે મુનિને ઉપકાર માને છે અને કહે છે કે, “મારો અપરાધ માફ કરે. મેં પહેલે અપરાધ તે એ કર્યો કે, મેં આપનું ધ્યાન તેડયું. અને બીજે અપરાધ એ કર્યો કે આપને ભેગ-ઉપગ માટે આમંત્રણ આપ્યું. મેં આપને એમ કહ્યું કે, આપ આ ભરજુવાનીમાં કષ્ટ શા માટે સહન કરો છો ! તમે મારી સાથે મારા રાજ્યમાં ચાલે અને સુખેથી ભેગોને ઉપભોગ કરે. મારે એ અપરાધ હતો કે હું તમને સંયમ ધારણ કરવામાં દુઃખી સમજી રહ્યો હતે. મારે એ અપરાધ તમે માફ કરે.” : રાજાએ મુનિને ભોગપભોગ માટે આમંત્રણ આપી છે અપરાધ કર્યો છે તે તે મુનિને માટે દરેક પ્રકારની સગવડતા આપતું હતું તે પછી તેણે અપરાધ કર્યો એમ કેમ કહી શકાય ? - આ પ્રશ્નના ઉત્તરમાં એ જ જણાવવાનું છે કે, જો તમે આ વાતને બરાબર સમજી લે તે પછી દેવ-ગુરુ સંબંધી ઘણી વાતને નીવડે એની મેળે જ આવી જાય! રાજાએ મુનિને ભોગપભોગને માટે આમંત્રણ કર્યું, એને જો તમે રાજાને અપરાધ માને છે તે પછી તમે તમારા વિષે પણ એમ જુઓ કે, તમે ક્યાંય અમને સાધુઓને આ જ પ્રકારની સંસારની ધાંધલમાં તે પાડતા નથી ને ? તમે કે તમારા પૂર્વજોએ સાધુઓને એવા ધાંધલમાં પાડી દીધા છે કે જેથી સાધુઓને હાર થઈ ગયો છે. જેમકે સાધુઓને એમ કહેવામાં આવે છે કે, “ગમે તે થાય પણ અમને તે ધનપ્રાપ્તિ થાય એવો ઉપાય બતાવો અથવા ફીચર બતાવે. તમે તે દયાળુ છે એટલા માટે અમને તેજી-મંદીના આંક બતાવો.” ઘણી જગ્યાએ આ પ્રકારની તેજી-મંદી બતાવનારા વેશધારીઓને પણ સગવડતા આપવામાં આવે છે પણ આ બધી સગવડતાઓ સાધુતાની સીમા બહારની છે. એટલા માટે જો તમે રાજાના કામને અપરાધરૂપ માને છે તે તમે પણ સાધુતાથી વિપરીત જે કામ હોય તે ન કરે.
રાજા શ્રેણિક કહે છે કે, “હે! મુનિ! હું આપ જેવા સનાથને પણ અનાથ બનાવવા ચાહતે હતે. હું ભેગને કીડો આપને પણ ભાગમાં જ પાડવા ચાહતો હતો. મેં અજ્ઞાનતાને કારણે આપને અપરાધ કર્યો છે માટે મારે અપરાધ માફ કરશે. - રાજાએ જે અપરાધ કર્યો હતો તે અજ્ઞાનને કારણે કર્યો હતો પણ તમે જાણી જોઈને તે અપરાધ કરતા નથી ને? તમે જાણીજોઈને એ અપરાધ ન કરે અને જે કઈ સાધુ