________________
શુદી ૮] રાજકોટ–ચાતુર્માસ
[૬પ૧ માને કે એક બાળક છે. તેને પિતા ડોકટર, વકીલ કે મોટે ન્યાયાધીશ છે. પિતા કોઈ મહાન કામમાં મશગૂલ હતું તે વખતે બાળક જેવા લાગે. બાળકનું રુદન પિતાથી જોઈ શકાયું નહિ એટલે તે પિતાનું મહત્ત્વનું કામ છોડી દઈ બાળકની પાસે આવ્યો અને તેને શાન્ત કર્યો. હવે આ બાળક ઉપર પિતાને ઉપકાર છે કે નહિ? જો બાળક કૃતા હશે તે તે પિતાને મહાન ઉપકાર માનશે. બાળપોથીમાં માતાપિતાને કે ઉપકાર હોય છે એ બતાવવા માટે લખ્યું છે કે –
ટગમગ પગ ટગતાં નહીં, ખાય ન શકતે ખાદ; ચાલી ન શકતે આપથી, લેશ હતી નહિ લાજ. તે અવસર આણું દયા, બાળકને મા-બાપ પાળે પિષે પ્રેમથી, તે ઉપકાર અમાપ. કેઈ કરે એવે સમે, બે ઘડી એક બરદાસ;
આખી ઉંમર થઈ રહે, તે નરને નર દાસ. માતાપિતાને આટલે મહાન ઉપકાર છે. શું એ ઉપકારને ભૂલી જઈ શકાય ? પરંતુ આજે માતાપિતાને ઉપકાર કેવી રીતે માનવામાં આવે છે અને કેવી રીતે માનવામાં આવતું નથી એ વાત કહેવામાં આવે છે તે વાત ઘણું જ લાંબી છે. આજની કેટલીક શિક્ષા માતાપિતાને ઉપકાર ભુલાવે છે અને જે શિક્ષા માતાપિતાના ઉપકારને ભુલાવતી હોય તેને શિક્ષા જ કેમ કહી શકાય ? માતાપિતા, બાળક માટે આજની શિક્ષા પાછળ થત માટે ખર્ચ ઉપાડે છે. સાંભળવામાં આવે છે કે, મુંબઈમાં વિદ્યાર્થીનું સાધારણ ખર્ચ માસિક પચાસ રૂપિયા થાય છે. માતાપિતા આટલો મોટો ખર્ચ ઉપાડી પોતાના પુત્રને ભણવે છે; પણ આજના સુધરેલા પુત્રો અર્ધનગ્ન પિશાકમાં કોલેજમાંથી નીકળી માતાપિતાને વૃદ્ધ, બુદ્ધિહીન અને જૂના જમાનાના માનવા લાગે છે. શું આ પણ કાંઈ શિક્ષા છે? જેનશાસ્ત્ર માતાપિતાને કેટલું મહત્વ બતાવે છે એને માટે કહ્યું છે કે –ગુણગારવાર અર્થાત–માતાપિતા દેવગુરુ સમાન છે. આ પ્રમાણે શાસ્ત્ર ને માતાપિતાનું આટલું મહત્ત્વ બતાવે છે, ત્યારે આજના છોકરાઓ માતાપિતાને આમ કહે છે. હવે આજના છોકરાઓ લાયકાત શીખીને આવ્યા છે કે નાલાયકી શીખીને આવ્યા છે એ વાત તે સાધુઓની સંગતિ કરવામાં આવે તે જાણવામાં આવે.
વિલાયત વિષે સાંભળ્યું છે કે, ત્યાં જે પિતાને પિતા ઘેર આવે તે તેને હોટલમાં ઉતારવામાં આવે છે. પોતાના પિતાને ઘરમાં ઉતરવાની જગ્યા પણ આપવામાં આવતી નથી. ખાવા-પીવાનો પણ હોટલમાં જ પ્રબંધ કરી દેવામાં આવે છે અને તેનું બીલ ચુકવી આપવામાં આવે છે. બીલ પણ પુત્ર ચુકવી આપે તો તેની મહેરબાની. પિતા પુત્ર ઉપર કાંઈ દબાણ કરતો નથી. ભારતદેશની સ્થિતિ હજી આવી નથી. ભારતદેશ આર્યક્ષેત્ર છે. અહીં માતાપિતાને ઘણું જ ઊંચી દષ્ટિએ જોવામાં આવે છે; પણ આજે પાશ્ચાત્ય સભ્યતાની, અસર ભારતદેશ ઉપર પણ પડવા લાગી છે.
ભારતની પૂર્વ પદ્ધતિ કેવી હતી કે રાજા શ્રેણિક, ધ્યાનભંગ કરવામાં અને પ્રશ્ન પૂછવામાં પણ પિતાને અપરાધ માની મુનિ પાસે તેની ક્ષમા માંગી રહ્યો છે, જ્યારે આજની