________________
શુદી ૫].
રાજકેટ–ચાતુર્માસ
[ ૬૩૮
જાય છે તે બીજાને પણ નાથ બની જાય છે એટલા માટે તમે અનાથના પણ નાથ છે, આપે પહેલાં મને કહ્યું હતું કે, હું અનાથ હતિ એ કારણે મેં દીક્ષા લીધી. હવે આપ દીક્ષિત થઈ સનાથ બની ગયા છો. તમે તમારા આત્માના નાથ બન્યા એટલે બીજા જીવોના પણ નાથ બન્યા છે. તમે પહેલાં તમારી સંપત્તિ વગેરેનું વર્ણન કરી બતાવ્યું છે કે, “હું પહેલાં આ શ્રીમંત હતો પણ જ્યારે મારા શરીરમાં રોગ પેદા થયો ત્યારે તે શ્રીમંતાઈ કાંઈ કામમાં ન આવી. આ વર્ણન ઉપરથી હું એ સમજી ગયો કે, આ શ્રીમંતાઈ કાંઈ કામની નથી, ઊલટી તે અનાથતા વધારનારી છે. સાથે સાથે હું એ પણ સમજી શકો છું કે, કેઈ વસ્તુ ઉપર પોતાનો અધિકાર જમાવવાથી આત્મા અનાથ-ગુલામ બની જાય છે. એટલા માટે હું પિતાને અનાથ માનવા લાગ્યો અને મેં માતાપિતા, ધન આદિ ઉપરથી મારે અધિકાર ઉપાડી લીધે. મેં કેવળ મેઢેથી જ અધિકાર ઉપાડી લીધે એમ કહ્યું નહિ પણ હૃદયથી એમ કરી બતાવ્યું. આ પ્રમાણે જ્યારે મેં પરવસ્તુની ગુલામીને છોડી દીધી ત્યારે હું અનાથ બની શકે.”
હે! મુનિ ! તમારું આ કથન મારી સમજમાં આવી ગયું છે. તમે જ સાચા સનાથ છે તથા બધા પ્રાણીઓના નાથ પણ તમે જ છે એ હું હવે બરાબર જાણી શક્યો છું.”
રાજા અને મુનિના આ કથનને બરાબર સમજ્યા છે તે તમે એમ માને છે, જ્યાં સુધી એક પણ પરમાણુ ઉપર “આ મારું છે” એવું મમત્વ છે ત્યાં સુધી આત્મા અનાથ જ છે. સંસારનાં બધાં પદાર્થો ઉપરથી મમત્વ ઉતારી નાંખવામાં આવે ત્યારે જ સનાથ બની શકાય છે.
સંસારનાં બધાં પદાર્થો ઉપરથી મમત્વ ઉતારી સાધુ બનવું અને એ રીતે અનાથતામાંથી બહાર નીકળવું એ તે ઠીક છે પણ કેટલાક લેકે સાધુ થઈને પાછા અનાથતામાં પડી જાય છે, એ ઠીક નથી. સાધુ થઈને પણ પાછા અનાથતામાં કેવી રીતે પડી જાય છે એ વાત જો કે સાધુઓએ સમજવાની છે પણ તમારે પણ એ વાત સમજવાની જરૂર છે; કારણ કે તમે શ્રાવકે સાધુઓના રક્ષક છે. ભગવાને સાધુઓને તમારા ખોળામાં મૂક્યા છે. જે તમે આ વાત બરાબર સમજીને સાધુઓને આધાર આપશે તે તમે પોતે પણ સનાથ બની જશે. સનાથ મુનિનાં દર્શન કરવાં એ પણ અનાથતાને દૂર કરે છે; તે પછી જ્યારે તમે આ પ્રકારના સનાથ મુનિને આધાર આપશે તે તમારી અનાથતા કેમ નહિ મટે ? એટલા માટે આવા સાધુઓને આધાર આપે. આધાર આપવામાં થોડું કષ્ટ તે સહેવું પડે છે પરંતુ કષ્ટ સહન કર્યા વિના કંઈ કામ પણ થઈ શકતું નથી.
અમારે સાધુઓએ પણ વિચારવું જોઈએ કે, અમે સનાથ બનવા માટે સાધુ થયા છીએ કે અનાથે રહેવા માટે ? અમે પગરખાંને ત્યાગ શા માટે કર્યો છે? પગરખાં ન પહેરવાને કારણે પગ પણ બને છે અને કાંટાઓ પણ લાગે છે, છતાં અમે પગરખાં એટલા માટે પહેરતા નથી કે પગરખાં પહેરવાથી અમે અનાથ બનીએ છીએ. માથે સખ્ત તાપ પડે છે અને એવાં જ બીજાં અનેક કષ્ટો માથે પડવા છતાં છત્રી કે એવાં બીજાં પદાર્થો એટલા માટે પિતાની પાસે રાખતાં નથી કે તે પદાર્થો ઉપર મમત્વ થવાથી અમારે આત્મા અનાથ બને છે. ભગવાને બીજી ચીજો વિષે તે શું, પણ મુનિઓએ પિતાના શરીર ઉપર પણ મમત્વભાવ રાખે ન જોઈએ ત્યાં સુધી કહ્યું છે. જે વસ્તુ કે જે શરીર ધર્મમાં સહાયતા આપે છે તેની સહાયતા તે લઈ લેવી પણ તેના પ્રતિ મમત્વભાવ ન રાખવે.