SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ વદી ૧૩ રાજ કાટ–ચાતુર્માસ [૬૨૧ રાજા શ્રેણિક સંતુષ્ટ થયા અને બે હાથ જોડી મુનિને કહેવા લાગ્યા કે, આપે મને અનાથતાનું સ્વરૂપ બહુ જ સારી રીતે સમજાવ્યું. રાજા જ્યાંસુધી અનાથતાના ભાવ સમજ્યા ન હતા ત્યાંસુધી તે એમ જ માનતા હતા કે, જેને દુનિયાની સંપત્તિ અધિક મળી હોય તે સનાથ છે અને જે દુનિયાની સંપત્તિથી રહિત છે તે અનાથ છે. રાજા શ્રેણિક તા એમ સમજતા જ હતા પણ તમે લોકો પણ એમ જ સમજો છે ને ! તમે અનાથાલયેા ખાલ્યાં છે અને તેમાં, જેમને કોઈ ખાવા–પીવાનું આપનાર નથી, જેમની શિક્ષાને કાઈ પ્રબંધ કરનાર નથી, એવાઓને અનાથ માનવામાં આવે છે, અને એવા અનાથાને જ રાખવામાં આવે છે. આ પ્રમાણે રાજાની પહેલી સમજમાં અને તમારી સમજમાં શું અંતર રહ્યું ? રાજા શ્રેણિક એને જ અનાથ માનતા હતા કે જેની પાસે સંસારની સંપત્તિ નથી; અને તેને જ સનાથ સમજતા હતા કે જેની પાસે સંસારની વધારે સપત્તિ છે. તે પેાતાને સનાય માનતા હતા અને તેનું કારણ એ હતું કે, તેની પાસે સંસારની સંપત્તિ અધિક હતી. પેાતાને સનાથ માનતા હેાવાના કારણે જ તેણે અનાથી મુનિને એમ કહ્યું હતું કે, તમે આ ભરજુવાનીમાં આવા સુંદર અને સ્વરૂપવાન હેાવા છતાં સાધુ કેમ થયા ? આ પ્રશ્નના જવાખમાં મુનિએ કહ્યું કે, હું અનાથ હતા એ કારણે સાધુ થયા. ત્યારે રાજાએ કહ્યું કે, તમારા જેવા આવા સ્વસ્થ અને સુંદર શરીરવાળા અનાથ હેાય એ કેમ બની શકે ? ખેર ! હું આ વિષે વધારે વિવાદમાં ન પડતાં આપને એટલું જ કહું છું કે, આપ અનાથ છે. તે હું આપનેા નાથ બનું છું. જ્યારે હું રાજા તમારા નાથ બનું છું, તેા પછી તમારે બ્રીજી' શું જોઈએ ! તમે મારી સાથે ચાલા અને ભાગેાપભાગ કરી. આ મનુષ્યજન્મને આમ ખરાબ ન કરે. મારા રાજ્યમાં આવા સ્વસ્થ સુંદર શરીરવાળા લાકો આ પ્રમાણે જીવન ખરાબ કરે એ હું જોઈ શકું નહિ. ' શ્રેણિકે આ પ્રમાણે જે કાંઈ કહ્યું હતું તેનું કારણ એ જ હતું કે, તે સનાથ—અનાથનું વાસ્તવિક સ્વરૂપ જાણતા ન હતા. જેની પાસે સંસારની વધારે સંપત્તિ હોય તે સનાથ છે એ તેનું અજ્ઞાન હતું. છતાં તે જેને સુધારા સમજતા હતા તે સુધારા કરવા માટે પણ તૈયાર થયા હતા. આજે પણ જગતમાં એને જ સુધારે। માનવામાં આવે છે કે કોઈ ને પૌલિક દૃષ્ટિથી દુ:ખી રહેવા ન દેવા. રાજા પણ આ જ સુધારા કરવા માટે તૈયાર થયા હતા અને મુનિને ભાગસામગ્રી આદિ આપી તેમનું દુઃખ મટાડવા ચાહતા હતા. આથી વધારે તે તે કરી પણ શું શકતા હતા ? આત્માને ઉપર ચડાવવાનું આ પહેલું પગથિયું છે. કાઈ ને દુઃખી જોઈ તેનું દુ:ખ મટાડવાના પ્રયત્ન કરવા એ નીતિના પહેલા પગથિએ ચડીને જ આત્મા આગળ વધી શકે છે. રાજા તે। આ પ્રમાણે મુનિનું દુઃખ મટાડવા માટે તૈયાર થઈ નીતિનું પહેલું પગથિયું ચડી ગયા હતા. પણ તમે તમારા માટે જુએ કે, તમે આ ચિત્ર તા સાંભળેા છે પરંતુ તમે આ પ્રકારનું પહેલું પગથિયું ચડી ગયા છે કે નહિ અને તમે પણ કોઈ ને દુ:ખી જોઈ તેનું દુઃખ દૂર કરી છે કે નહિ ? કદાચ તમે એમ કહેા કે, રાજા જે દુઃખ મટાડવા માટે તૈયાર થયા હતા તે દુ:ખ મટાડવું એ તે સ'સારનું કામ છે પણ હું તમને પૂછું છું કે, શું તમે સંસારમાં નથી? તમે પણ સંસારમાં જ બેઠા છે. છતાં જેમની કમાણીથી તમે
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy