________________
૧૨૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
ધનવાન બન્યા છે. એ ગરીખાને વિચાર ન કરો અને તેમને દુઃખમાં જોઈ તમારું હૃશ્ય પીગળે નહિ તેા એ દશામાં એમ કેમ કહી શકાય કે તમે આ કથા સાંભળવાને પાત્ર બન્યા છે ?
દક્ષિણ પ્રાંત વિષે સાંભળ્યું છે કે, ત્યાં દુષ્કાલને કારણે નવ આનામાં સાત ગાયેા વેચવામાં આવી છે. સાત ગાયેાની શું નવ આના કીંમત છે! પણ ખરીદનારા મફત લેવા ચાહતા નહિ હૈાય એટલે તેણે આ નામની કીંમત આપી હશે. સાથે એવું પણ સાંભળ્યું છે કે, પાંચ હજાર પશુઓને કસાઈએ લઈ ગયા છે, કે જે તેમની કત્લ કરશે. તમે લેાકા ગાયાની આવી દુર્દશા જોઈ જો સારાં ખાનપાનમાં, એઢવા-પહેરવામાં તથા નાટક–સિનેમા જોવામાં જ રહે। તો શું એમ કહેવાય કે તમે તમારા ધનના સદુપયેગ કરેા છેા ? અને શું તમે સનાથ-અનાથના ભેદ સમજવાના પાત્ર બન્યા છે?
રાજા શ્રેણિકનું પ્રાથમિક કાર્ય કેવું હતું તે જુઓ. તે મુનિને કહેતા હતા કે, હું કાઈ ને દુઃખી જોઈ શકતા નથી. ખીજાઓને દુઃખી જોઈને હું સુખાપભાગ કરું એ મારાથી ખની શકતું નથી. રાજા શ્રેણિક આ પ્રકારના વિચાર કરતા હતા, અને જેમનામાં આ પ્રકારને વિચાર છે તે જ માણુસ આ સનાથ-અનાથના ઉપદેશનેા પાત્ર બની શકે છે.
મુનિએ જ્યારે તેને એમ કહ્યું કે, હું અનાથ હતા એટલે મેં દીક્ષા લીધી. ત્યારે તેણે હસીને કહ્યું કે, એમ છે તો હું તમારા નાથ બનું છું. પણ જ્યારે મુનિએ તેને માટે એમ કહ્યું કે, તું પાતે પણ અનાથ છે તેા પછી બીજાનેા નાથ કેમ બની શકે? આ સાંભળી તેને ધણું આશ્ચર્ય થયું. તે વીર હતા, એટલા માટે તે મુનિનું કથન સાંભળી ચૂપ બેસી ન રહ્યો પણ તેણે નિર્ણય કરાવવા ચાહ્યું અને મુનિને કહ્યું કે, હું રાજા છું, મારી પાસે આટલી બધી સંપત્તિ છે અને હું આજ્ઞાના ઈશ્વર છું તો પછી હું અનાથ કેવી રીતે હું ? શું તમારું આ કથન ખાટું નથી ?
રાજાએ આ વાત કાઈ ખીજાને કહી હેાત તા સંભવ છે કે તે નારાજ થઈ. જાત પણ આ મુનિ તે। ક્ષમાના ભંડારસમા હતા, એટલા માટે રાજાના કથનના જવાબમાં તેમણે એમ કહ્યું કે, “ હે ! રાજન ! આમ કહેવામાં તારા દેષ નથી પરંતુ તારા અજ્ઞાનનેા જ દેષ છે. તું સનાથ અને અનાથનું સ્વરૂપ જાણતા નથી, એટલા જ માટે તું આ પ્રમાણે કહે છે.”
આ પ્રમાણે કહી મુનિએ રાજાને સનાથ-અનાથનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાવ્યું. ત્યારે રાજા હાથ જોડી મુનિની ક્ષમા માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, મે' આપને અનુચિત વાત કહી આપને અપરાધ કર્યા છે. આપ મારા એ ઘેર અપરાધને ક્ષમા કર. સુદર્શન ચરિત્ર—૬૯
સુદર્શીન મુનિને વિચલિત કરવાના જેણે પ્રયત્ન કર્યાં હતા તે હરિણી વેશ્યા પણુ સુધરી ગઈ અને પડિતાને કહેવા લાગી કે, હું મુનિથી હારી ગઈ. જો હું મુનિદ્વારા પરાજિત થઈ ન હેાત અને મારે। વિચાર બદલ્યા ન હેાત, તેા ન જાણે મારી કેવી ગતિ થાત ! એ તો બહુ સારું થયું કે, તે મને મુનિને વિચલિત કરવાનું કહ્યું અને મેં મુનિને વિચલિત કરવાના પ્રયત્ન કર્યાં. મેં મુનિને વિચલિત કરવાના પ્રયત્ન કર્યાં, પણ તે મુનિ પારસમણિની સમાન હેાવાથી લાઢા જેવી મને પણ તેમણે સાનાની માફક પવિત્ર બનાવી દીધી. હવે તે હું એ મુનિની શિષ્યા બની ગઈ છું. એટલા માટે જે મા તેમને છે તે જ માર્ગ મારા પણ છે.