________________
1.
કે
.
૬૨૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો તે શિવાજીના પગે પડી કહેવા લાગ્યું કે, હું કેવળ સ્વાર્થને માટે જ તમારા આ કાર્યમાં બાધક થઈ રહ્યો હતે. તમે તે દેશધર્મને માટે આટલું કરી રહ્યા છે અને હું દેશધર્મને માટે કાંઈ કરતો નથી. ઊલટો જે દેશધર્મનું કામ કરે છે તેમાં પણ બાધા ઉભી કરું છું. વાસ્તવમાં ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ તમે જ છો. એટલા માટે હવેથી હું તમારી સાથે જ છું અને જે માર્ગ તમારો છે, તે જ માર્ગ મારે પણ છે.
કહેવાનું અત્રે એ છે કે, શિવાજીની સામે કેવું વિધ્ર હતું ? પરંતુ જ્યારે શિવાજીએ દઢતા રાખી અને તેઓ પ્રાણ આપવા માટે તૈયાર થઈ ગયા ત્યારે દેશપાંડે તેમને સેવક બની ગયો અને તે એ સેવક બન્યું કે શિવાજીની રક્ષા કરવામાં જ તેણે પિતાના પ્રાણ આપી દીધા. આ જ પ્રમાણે જે વિઘો તમારી સામે દેખાય છે, તે વિક્તિ વિકારરહિત પરમાત્માની પ્રાર્થના કરવાથી શાન્ત થઈ જશે અને તમારા સેવક બની જશે. આ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના કરવાથી વિ પણ દૂર થઈ જશે અને આત્માનું ભાન પણ થશે. આત્મા કે પરમાત્માને સાક્ષાત્કાર કરવા માટે જ્ઞાનીજનેએ પરમાત્માની પ્રાર્થના કરવી એ સરલ માર્ગ બતાવ્યો છે. આ માર્ગને પકડી આગળ વધતા જાઓ તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. અનાથી મુનિને અધિકાર-૬૯
અનાથી મુનિ રાજા શ્રેણિકને આ જ વાત કરી રહ્યા છે કે, “દ બને.” આ વાતને વિર લેકે જ સમજી શકે છે અને તેને જીવનમાં ઉતારી શકે છે. જે દશ્ય અને દષ્ટાને ભેદ સમજી આત્માને દષ્ટારૂપ બનાવે છે તે જ વીર છે. તમે પણ તમારામાં આવી વીરતા પ્રગટાવો અને કાયરતા ઉપર વિજય મેળવે. આવી વીરતા ધારણ કર્યા વિના આત્મકલ્યાણ સાધી શકાતું નથી
મહામુનિ અનાથીએ રાજા શ્રેણિકની સમક્ષ અનાથતાનું વર્ણન વિસ્તારપૂર્વક કર્યું તે સાંભળી રાજા શ્રેણિક ઉપર તેને કે પ્રભાવ પડ્યું તેનું વર્ણન કરતાં ગણધર સ્વામી કહે છે કે –
तुट्ठो य सेणियो राया, इणमुदाहु कयंजली।
अनाहयं जहाभूयं, सुटु मे उवदेसियं ॥५४॥ અનાથી મુનિદ્વારા સનાથ-અનાથની વ્યાખ્યા સાંભળી રાજા શ્રેણિક ઘણું જ સંતુષ્ઠ થયે. આ વર્ણન દ્વારા એ બતાવવાનું છે કે, રાજા શ્રેણિક પહેલાં બીજું વિચારતો હતો અને આ કથન સાંભળ્યા પછી બીજું વિચારવા લાગ્યા. તે વીર હતા, એટલે આ કથા સાંભળી તેણે અનાથી મુનિને હાથ જોડવા. તે વાણિયો ન હતો કે સાધારણ વાત માટે પણ હાથ જોડવા માંડે. તે તે ક્ષત્રિય હતે. ક્ષત્રિયોને હાથ જોડાવવા સરલ નથી, બહુ જ મુશ્કેલ હોય છે. એટલા માટે મોટા મોટા રાજા-મહારાજાઓ પણ તેને હાથ જોડાવી શક્યા ન હતા. દે પણ તેને વિચલિત કરી શક્યા ન હતા. વીર ક્ષત્રિય લેભ કે સંકટમાં પડી જઈ કોઈને હાથ જોડતા નથી. રાણા પ્રતાપને બાદશાહ અકબરે રાજ્યને માટે ભાગ આપવાનું પ્રલોભન આપ્યું તો પણ રાણા પ્રતાપે અકબરને હાથ જોડ્યા નહિ. આ પ્રમાણે ક્ષત્રિયોને હાથ જોડાવવા. સરલ નથી; પણ જ્યારે તેમનું હૃદય પલટી જાય છે ત્યારે ભક્તિવશ થઈ હાથ જોડવામાં ક્ષત્રિય વાર પણ લગાડતા નથી.