________________
વદી ૧૩]
રાજકેટ-ચાતુર્માસ
[ ૬૧૭
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો વદી ૧૩ બુધવાર
પ્રાર્થના ધન ધન જનક “સિધારથ” રાજા, ધન “ત્રિશલાદે માત રે પ્રાણી, , જ્યાં સુત જા ને ગોદ ખિલાયે, “બદ્ધમાન વિખ્યાત છે પ્રાણી;
શ્રી મહાવીર નો વરનાણી. ૧ -
–વિનયચંદ્રજી કુંભ, વીશી
મા મહાવીર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં પરમાત્માને પ્રાપ્ત કરવાને સરલ માર્ગ બતાવવામાં આવ્યો છે. પરમાત્માને મળવાની જેમની ઈચ્છા છે એને માટે જ્ઞાનીજનેએ સરળ અને સુંદર માર્ગ બતાવ્યું છે. તેઓ કહે છે કે, પરમાત્માને મળવા માટે પરમાત્માની જ પ્રાર્થના કરે. પરમાત્માની પ્રાર્થના એ પરમાત્માને મળવાને સુંદર અને સરળ માર્ગ છે. પરમાત્માની પ્રાર્થના કરવાથી શું લાભ થાય છે, તો એને માટે કહ્યું છે કે –
ततः प्रत्येकचेतनाऽधिगमोऽप्यन्तरायाभावश्च । પરમાત્માની પ્રાર્થના કરવાથી સૌથી મોટો લાભ તો એ થાય છે કે પ્રત્યેક આત્માને સાક્ષાત્કાર થાય છે. વિષયભોગના પદાર્થો અર્થાત બુદ્ધિકલ્પિત પદાર્થોથી આત્મા અળગો થઈ જાય છે અને પ્રત્યેક આત્માને બોધ થઈ જાય છે. આત્મા જ્યારે બહાર જોવામાં જ રહી જાય છે ત્યારે તેને પ્રત્યેક આત્માને બોધ થતું નથી. જો કે આત્મા દષ્ટા છે પણ તે દષ્ટાભાવમાંથી નીકળી દશ્યભાવમાં ચાલ્યો ગયો છે અને તેથી જ તે ગોથાં ખાઈ રહ્યો છે, અને સંસારમાં ભટકી રહ્યો છે. પરમાત્માની પ્રાર્થના કરવાથી તે દશ્યભાવમાંથી નીકળી દૃષ્ટાભાવને પ્રાપ્ત થાય છે.
ઈન્દ્રોદ્વારા ગ્રહીત વિષયો અર્થાત જેવીમાં, સાંભળવામાં, સુંઘવામાં, ચાખવામાં અને સ્પર્શ કરવામાં જે આવે છે તે પદાર્થો દશ્ય છે અને આ આત્મા તેને દષ્ટા છે. દષ્ટાને જ આ દશ્ય પદાર્થોનું ભાન થાય છે. દષ્ટાને માટે જ આ પદાર્થો દશ્ય છે. જે દષ્ટા –આત્મા જ ન હોય તે આ પદાર્થો દશ્ય કોના થશે ? એટલા માટે જ્યાં સુધી દષ્ટા આત્મા છે ત્યાં સુધી જ આ દશ્ય પદાર્થો જોવામાં આવે છે. પણ દષ્ટા આત્માથી એ ભૂલ થાય છે કે, તે પિતાને જ ભૂલી જાય છે અને જે દશ્યને તે જુએ છે, તે જ પોતે બની જાય છે. દશ્યમાં જ તે મશગૂલ બની જાય છે. કેઈ સારું ગાયન સાંભળી તે એટલો બધો મુગ્ધ બની જાય છે કે તે પિતાનું જ ભાન ભૂલી જાય છે. પરંતુ એમ ભાન ભૂલી જવાથી આત્માને કેવા પ્રકારની હાનિ થાય છે ! એ વાત જ્ઞાનીઓએ અનેક ઉદાહરણો આપી સમજાવી છે. હરણ જ્યારે ગાયન ઉપર મુગ્ધ બની જાય છે ત્યારે તે પોતાનાં પ્રાણુ જ ગુમાવી બેસે છે. તેને એટલું ભાન નથી કે આ ગાયન મને ફસાવનાર છે અને મારા પ્રાણ લેનાર છે. પતંગીયું દીપકના રૂપ ઉપર મુગ્ધ બની જઈ તેમાં પડી મરી જાય છે. તે એટલું જાણતા નથી કે આ દ્રશ્યમાં પડી જઈ
૩૩