________________
૬૧૮].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસે
હું પિતાને જ નાશ કરી રહ્યો છું. આ જ પ્રમાણે પ્રત્યેક વિષયનાં પદાર્થો વિષે ઉદાહરણો આપવામાં આવ્યાં છે અને એ ઉદાહરણ દ્વારા બતાવવામાં આવ્યું છે કે વિષયના પદાર્થોમાં પડી જવાથી અને દશ્યની આગળ દષ્ટાને ભૂલી જવાથી આત્માને કેટલી બધી હાનિ થાય છે!
મતલબ કે, આ પ્રમાણે આત્મા દશ્યમાં પડી જાય છે અને હું “દૃષ્ટા” છું એ ભૂલી જાય છે. આ ભૂલને કારણે તે પોતે પણ દશ્ય બની જાય છે અને એ જ કારણે મહા અનર્થ પેદા થાય છે. દુનિયામાં જેટલા ઝગડાઓ છે એ બધાં આ ભૂલને લીધે જ પેદા થવા પામ્યાં છે. લેકે કહે છે કે અમારું ધન ચોરાઈ ગયું અને એમ કહી તેઓ રુદન કરે છે. તેઓ એટલું જાણતા નથી કે જે ધન પિતાનું જ હેત તે તે ચોરાઈ કેમ જઈ શકે? અને જે ચેરાઈ ગયું તે પોતાનું કેમ હેઈ શકે? આ વાત ન જાણવાને કારણે જ તેઓ રુવે છે અને કહે છે કે, અમારું ધન ચોરાઈ ગયું. આંત્મા જ્યારે પિતાને જ ભૂલી જાય છે અને હું દૃષ્ટા છું એવું તેને ભાન રહેતું નથી ત્યારે તે દશ્ય ઉપર આસક્ત બની જાય છે, અને એ આસક્તિને કારણે તે દુઃખ પામે છે.
હવે અત્રે એ પ્રશ્ન થાય છે કે, જ્યારે આત્મા પિતાનું ભાન ભૂલી ગયો છે અને પિતે દષ્ટા હોવા છતાં દશ્યમાં આસક્ત બની ગયું છે તે હવે તેને શું કરવું? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે, પરમાત્માને ભજે તે દશ્યમાંથી નીકળી પાછા દષ્ટારૂપ બની જશે. પિતાના આત્માને સાક્ષાત્કાર થે એને જ આત્મબોધ કે આત્મસાક્ષાત્કાર કહેવામાં આવે છે. પરમાત્માની પ્રાર્થના કરવાથી હું રૂપ, રસ આદિ દશ્યરૂપ નથી એનું ભાન થાય છે અને એ ભાન થવાથી જ આત્મા પિતાનું ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરી લે છે. અર્થાત તે પાછ દશ્યમાંથી નીકળી દષ્ટ બની જાય છે.
પરમાત્માને મળવાને આ જ સરલ માર્ગ છે. પછી તે જે આ માર્ગને અપનાવે છે તે જ આત્મસાક્ષાત્કાર કરી શકે છે અને આત્મલાભ મેળવી શકે છે.
પ્રત્યેક આત્માને બોધ કે સાક્ષાત્કાર થવાથી આત્મા સંસારનાં પદાર્થો પિતાનાં નથી એમ માને છે. આ ભાવના પેદા થવાથી આત્માને કેટલું લાભ થાય છે અને એ ભાવના કેટલી ઉચ્ચ છે એને માટે ગજસુકુમાર વગેરે મુનિનું ચરિત્ર જુઓ. .
ગજસુકુમાર મુનિને આ જ ઉચ્ચ ભાવનાએ મેક્ષ અપાવ્યું હતું. મસ્તક ઉપર ધગધગતાં અંગારાં મૂકવામાં આવ્યાં છતાં તેઓ એમ જ વિચારતા હતા કે, મારા મસ્તક ઉપર જે અંગારાં મૂકવામાં આવ્યાં છે તે મારાં નથી અને હું તેને નથી. કારણ કે, જે મારું છે તે મને બાળી શકે નહિ. પાંચસે મુનિઓને ઘાણીમાં પીલાવવામાં આવ્યા હતા ત્યારે તે મુનિઓ એમ વિચારતા હતા કે, રક્ત, માંસ આદિ જે દશ્ય છે તે ઘાણીમાં પલાય છે, અમે તે દષ્ટ છીએ એટલે અમે પીલાઈ શકીએ નહિ. આ ઉચ્ચ ભાવનાને પરણે એ મહાપુરુષોએ તત્કાલ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને આત્મકલ્યાણ સાધી લીધું.
શાસ્ત્રમાં આવાં બીજાં અનેક ઉદાહરણ છે. પછી તે જેવી તેમની ભાવના અને શક્તિ હશે તે તેવું કરશે, પરંતુ શ્રદ્ધા તે એ જ હોવી જોઈએ કે, “જે પદાર્થો જોવામાં આવે છે તે દશ્ય છે અને હું એ બધાને દષ્ટા છું.” આ પ્રકારની શ્રદ્ધા હોવાથી ભેદવિજ્ઞાન જાગ્રત થશે અને પરિણામે કલ્યાણ થશે.