________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
જ્યારે પકડી લાવવામાં આવે છે ત્યારે તે ઘોડાઓ બહુ તોફાન કરે છે પરંતુ જ્યારે તે ઘેડાઓને બે ત્રણ દિવસ ભૂખ્યા રાખવામાં આવે છે ત્યારે તે વશમાં આવી જાય છે. આ જ પ્રમાણે ઇન્દ્રિયરૂપી ઘોડાઓને વશમાં કરવા માટે ઉપવાસની આવશ્યક્તા રહે છે. વિધવા સ્ત્રી અને સાધુ બ્રહ્મચારી આદિ લેકે ઉપવાસની સહાયતાથી જ પિતાના નિયમોનું પાલન કરે છે પણ એટલું ધ્યાન રાખવું જોઈએ કે, ઉપવાસે બાહ્ય વિષને જ મટાડે છે. વાસનાને મટાડતા નથી; એટલા માટે ઉપવાસની સાથે જ વિષયોની વાસનાને મટાડવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. આ જે કે અનશન તપ સારું છે છતાં બળજબરીથી કેઈની પાસે અનશન તપ કરાવી ન શકાય. તમે ઉપવાસ કરે અને તમારી સાથે જ તમારા નોકરે તથા પશુઓને પણ ઉપવાસ કરાવેતેમને પણ ખાવા ન આપે તે તમને ભત્તપાનવિચ્છેદને અતિચાર લાગશે રા-રૂપથારઃ અર્થાત જ્ઞાન, દર્શન અને ચારિત્રની સમીપ વસવું એ જ ઉપવાસ છે. કોઈને બળજબરીથી ભૂખ્યા રાખવા એ ઉપવાસ નથી. જૈનકુળમાં તે ઉપવાસે એવા પ્રચલિત છે કે, સંવત્સરીને દિવસે નાના બાળકે પણ ઉપવાસ કરે છે.
અનશનની બાદ ઊણદરી તપ છે. ઉપવાસને વિષે તે કોઈ પ્રકારને મતભેદ પણ હોઈ શકે પણ ઊણદરી તપને વિષે તે કોઈ પ્રકારનો મતભેદ હૈઈ જ ન શકે. અલ્પાહારની બધા. લેકે પ્રશંસા કરે છે અને બધા તેમાં લાભ માને છે. વધારે ખાવાની ઈચ્છા હોવા છતાં ઓછું ખાવું પણ વધારે ન ખાવું એ ઊણેદરી તપ છે. "
આ પ્રમાણે છ પ્રકારનાં તૈપ તો બાહ્ય શુદ્ધિને માટે છે, પણ આતરિક શુદ્ધિને માટે આન્તરિક તપ કરવું જોઈએ. . . . ક્રોધ, માન, માયા, લેભ આદિને જીતવાનું કામ આવ્યંતર તમારા જ થઈ શકે છે. અનાથી મુનિ આ પ્રકારનાં તપના ધણી હતાં એટલા માટે તેમને તધની કહ્યા છે . ' સુદર્શન ચરિત્ર-૬૮
. . . . . . : : : આ તપ-ત્યાગનો પ્રભાવ હરિણું વેશ્યા ઉપર પણ પડશે. તે વેશ્યા પણ સુદર્શન મુનિના તપત્યાગના પ્રભાવથી સુધરી ગઈ. તે પોતે તે સુધરી પણ પિતાની સાથે પંડિતાને પણ સુધારી દીધી. એક સુધરે છે તે બીજાને પણ સુધારે છે અને એક બગડે તો બીજાને પણ બગાડે છે. | હરિણી પડિતાને કહ્યું કે, મેં દંભ અને મોહને જીતી લીધા છે. પંડિતાએ કહ્યું કે, જ્યારે એમ છે તે પછી તમે શૃંગાર કે સજશે અને વેશ્યાવૃત્તિ કેવી રીતે ચલાવશે ? હરિણું વેશ્યાએ ઉત્તર આપ્યો કે, હવે હું એ અંગાર સજી ન શકું કે જે કામી કુતરાઓને પસE પડે. કુતરાઓ તે મૃત શરીરને ચૂંથે છે, જીવતું શરીર તેમને ગમતું નથી. અત્યાર સુધી અને શરીર મરેલું હતું એટલા જ માટે કામી કુતરાઓ એને ચૂંથતા હતા પણ હવે હું જીવિત છું અને જાગ્રત છું એટલે એ કામી કુતરાઓ આ શરીરથી દૂર જ ભાગશે. આ કારણે હું એ શૃંગાર સજીશ નહિ કે જે કામી કુતરાઓને પસંદ પડે પણ એ ભંગાર સજીશ કે જે શૃંગારની દેવે પણ સેવા કરે. હવે હું કામીજનનું ચિત્તરંજન નહિ કરું પણ મુનિનું ચિત્તરંજન કરીશ. . "
' હરિણી વેશ્યાએ, પંડિતાને આ પ્રમાણે કહ્યું. હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે બ્રિચાર કરવામાં આવશે. . સ્ટે ન્ડ - .