________________
વી ૯]
રાજક્રાટ–ચાતુર્માસ
[ ૬૧૫
તે ધનલાલુપી માણસ ઝવેરાત વગેરે ધન લેવા તૈયાર થયા ત્યારે તે તપાધની મહાત્મા તેને કહેવા લાગ્યા કે, શું તું આ ધન લઈ હવે અમર બની જઈશ ? જ્યારે આ ધન આ માણુસની પાસે હતું ત્યારે તે તારી દાનત બગડી. હવે તારી પાસે આ ધન છે તે ખીજાની દાનત બગડશે. માટે તું ધન પ્રત્યેની મમતા આટલી કેમ રાખે છે ? તપેાધનીના ઉપદેશથી તેના મનમાં અસર થઈ અને તેણે પણ ધન ઉપરની મમતા ઉતારી નાંખી. હવે કાઈ પ્રકારના ઝઘડા રહી શકે ? ઝઘડા તે ત્યાંસુધી જ હતા કે જ્યાંસુધી ધનને લેવા દેવાની ખેંચાતાણી હતી. આ પ્રમાણે સંસારનાં પદારૂપી ધન કરતાં તપોધન ચડીયાતું છે,
તપોધન શ્રેષ્ઠ ધન છે એ વાત તેા ઠીક, પણ તપ શું છે એ અત્રે જોવાનું છે. અનશન પણ એક તપ છે પરંતુ કેવળ અનશન જ તપ નથી છતાં અનશન તપનું મહત્ત્વ કાંઈ ઓછું નથી. મહાભારતમાં પણ કહ્યું છે કેઃ—તો ન અનશનાત્ પરમ્ અર્થાત્–અનશનકાંઈ ન ખાવું—જેવું ખીજાં તપ નથી. પણ અનશન તપમાં જ તપની સમાપ્તિ થતી નથી. ભગવાને ખાર પ્રકારનાં તપ વર્ણવ્યાં છે. તેમાં પહેલું તપ અનશન તપ છે. ખીજું ઊણાદરી તપ છે. ત્રીજું ભિક્ષાચરી ( વૃત્તિસંક્ષેપ ) તપ છે. ચેાથું રસપરિત્યાગ તપ છે. પાંચમું કાયાક્લેશ અને છઠ્ઠુ પ્રતિસંલીનતા તપ છે. આ છ પ્રકારનાં બાહ્ય તપ છે. સાતમું પ્રાયશ્ચિત્ત, આઠમું વિનય, નવમું વૈયાનૃત્ય, દશમું સ્વાધ્યાય, અગ્યારમું ધ્યાન અને ખારમું કાર્યાત્સગ આ છ પ્રકારનાં આભ્યન્તર તપ છે,
વનમાં તપની બહુ આવશ્યકતા છે. તપ વિના એક શ્વાસ પણ સુખપૂર્વક લઈ શકાતા નથી. પહેલા અનશન તપની વ્યાપક્તા તા એવી છે કે, અમેરિકાના લોકો પણ એ તપ વિષે એમ કહેવા લાગ્યા છે કે, બધી દવાઓમાં શ્રેષ્ઠ દવા અનશન છે. જે રાગાને મટાડવા માટે મેાટા મેઢા દાક્તરોએ પણ હાથ ધેાઈ નાંખ્યા હતા એવા મહાન્ રાગે પણુ ઉપવાસ દ્વારા મટાડવામાં આવેલ છે. અનશનના વિષે મારા પણ સ્વાનુભવ છે કે, ઉપવાસ દ્વારા રાગ મટી જાય છે. જેમને આ વાત વિષે અનુભવ નથી તે તા કદાચ આ વાત માની ન શકે કે ઉપવાસદ્વારા આટલા લાભ થાય છે પણ જેમને અનુભવ છે. તેઓ તા ઉપવાસદ્દારા લાભ થાય છે એ વાતને તે સ્મૃવશ્ય માનશે. ગીતામાં કહ્યું છે કેઃ—
विषया विनिवर्त्तन्ते निराहारस्य देहिनः । रसवर्ज रसोऽप्यस्य परं दष्टवा निवर्तते ॥
લોકમાન્ય તિલક વિદ્વાન હતા. પણ વિદ્રતા જુદી વસ્તુ છે અને અનુભવ પણ જુદી વસ્તુ છે. એટલા માટે તેમણે ગીતાના આશ્લાકના અથ એવા લખ્યા છે કે, ઉપવાસથી વિષયા તે છૂટી જાય છે પણ તેની વાસના છૂટી જતી નથી. એટલા માટે ઉપવાસ કરવા એ એક રીતે આત્માનેા ધાત કરવા બરાબર છે. લેાકમાન્યના આ અ ઉપરથી એ વાત પ્રગટ થાય છે કે, તેમને ઉપવાસ વિષે અનુભવ નહિ હેાય અને તેમણે કાઈ દિવસ એકાદશીના પણ ઉપવાસ કર્યાં હાય કે ન પણ કર્યો હાય ! આથી વિરુદ્ધ ગાંધીજી ઉપવાસના અનુભવી છે. તેમણે એકવીશ એકવીશ દિવસના ઉપવાસ કર્યા છે અને ખીજા ઘેાડા ચેડા ઉપવાસેા પણ આત્મશુદ્ધિ કે અન્ય કારણાને અંગે કર્યાં છે, એટલા માટે તે ઉપવાસના અનુભવી હેાવાને કારણે તેમણે ગીતાના આ લેાકના અથ એવા કર્યાં છે કે, શરીરની બાહ્ય શુદ્ધિને માટે ઉપવાસ ઘણા સારા ઉપાય છે. જે પ્રમાણે જંગલી ઘેાડાઓને