________________
વદી ૮] રાજકોટ–ચાતુર્માસ
[૬૦૧ હારી ગઈ છું. જે મુનિ આવ્યા ન હતા તે હું દુર્ગુણોથી હારી ન જાત. મેં અત્યાર સુધી તે દુર્ગુણની સેવા કરી છે પણ હવેથી હું સગુણની સેવા કરીશ. આ બધે પ્રતાપ તે મુનિને જ છે.
હરિણી આ પ્રમાણે પંડિતાને કહે છે હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો વદી ૮ શુક્રવાર
પ્રાર્થના શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવાં તણુ દેવ કે; તરણતારણ પ્રભૂ મે ભણી, ઉજજવલ ચિત્ત સમરું નિત્યમેવ કે. . શ્રી૧
–વિનયચંદ્રજી કુંભ, વીશી શ્રી મુનિસુવ્રત ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ આત્માને અનેક ભાવની પ્રાર્થનાની આવશ્યકતા છે. હજી આત્મા છવસ્થ હોવાને કારણે તેનું કામ એક જ ભાવનાની પ્રાર્થનાથી ચાલી શક્યું નથી. છદ્મસ્થની ભાવના બદલાયા જ કરે છે એટલા જ માટે ભક્ત વિધવિધ ભાવનાથી પરમાત્માની પ્રાર્થના કરે છે.
ભગવાન મુનિસુવ્રતનું નામ તે તમે લેકે જાણે જ છો. લોગસ્સ’ ના પાઠમાં ભગવાન મુનિસુવ્રતનું નામ આવે જ છે. શાસ્ત્રમાં ભગવાન મુનિસુવ્રતનું ચરિત્ર ઓછું મળે છે; પણ તીર્થકર મહાપુરુષને માટે જેટલી સત્કલ્પના કરવામાં આવે તે બધી સત્કલ્પનાઓ ભગવાન અહંન્તને લાગુ પડે છે. ભક્તજને ભગવાન મુનિસુવ્રતની પ્રાર્થના કરતાં કહે છે કે –
હું અપરાધી અનાદિ કે, જનમ જનમ ગુના કિયા ભરપૂર છે; લૂટિયા પ્રાણ છકાયના, સેવિયાં પાપ અઢારહ ક્રૂર કે શ્રી મુનિ પૂર્વ અશુભ કર કર્તવ્યતા, તેહને પ્રભુ તૂમ ન વિચાર કે; અધમ ઉધારણ બિરુદ છે, સરન આયે અબ કીજીએ સાર કે. શ્રી મુનિ
ભક્તજનોએ આ પ્રમાણે મુનિસુવ્રત ભગવાનની સમક્ષ આત્મનિંદા કરી છે અને પિતાનાં પાપની આલોચના કરી છે. આ પ્રમાણે આલોચના કરી તેઓ સંસારનાં આઘાતે સહેવાં માટે દૃઢ થઈ રહ્યા છે. જેમકે કોઈ માણસ વ્યાયામશાળામાં જઈ કસરત કરી શરીરને દૃઢ બનાવે છે, મુદગલ ફેરવી હાથને મજબૂત બનાવે છે અને બીજાનાં આઘાતે સહન કરી પિતાના શરીરને આઘાત સહેવાને યોગ્ય બનાવે છે. તે માણસ વ્યાયામશાળામાં તે આઘાત સહન કરવાની પ્રેકટીસ” પાડે છે, પણ વ્યાયામશાળામાંથી બહાર નીકળી જે તે બીજાઓનાં આઘાત સહી ન શકે તે તેને માટે એમ જ કહી શકાય કે, તેણે બરાબર રીતે વ્યાયામ કરી
૩૧