________________
૬૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો કદાચ અનાયાસ જ કુસંગમાં ફસાઈ જવું પડે કે પડી જવાય છે ત્યારે પિતાની ઉપર કુસંગને પ્રભાવ પડવા દેવો ન જોઈએ. જેમકે સુદર્શન અભયાના કુસંગમાં ફસાઈ ગયા હતા પરંતુ કુસંગમાં ન પડવાને કારણે તેઓ કુસંગમાંથી બચી ગયા અને પરિણામે શૂળીનું સિંહાસન થઈ ગયું.
સુદર્શન શેઠ તે અભયાના પંજામાંથી બચી ગયા પણ એ ઉપરથી શિક્ષા એ લેવાની છે કે, કુસંગથી હમેશાં બચતાં રહેવું જોઈએ. કપિલાના કુસંગથી અયાનું કેટલું બધું અધ:પતન થયું હતું તે આગળ કહી દેવામાં આવ્યું છે.
અભયાએ સુદર્શનને પતિત કરવાની જાળ બિછાવી હતી પણ સુદર્શન અભયાના કૃત્યથી વધારે સાવધાન થઈ ગયા. તેમના ઉપર કુસંગને પ્રભાવ તે ન જ પડ્યો પણ તેમણે એમ વિચાર્યું કે, આ બધાં અને ઘરમાં રહેવાને કારણે જ થાય છે એટલા માટે ઘરને જ ત્યાગ કરી દેવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તેમણે ઘરને પણ ત્યાગ કર્યો અને સાધુ બની ગયા. સાધુ થયા બાદ પણ અભયાની સહાયિકા પંડિતાએ મુનિને વિચલિત કરવા માટે હરિણી વેશ્યાને ભંભેરી. હરિણી શ્રાવિકા બની સુદર્શનને પિતાના ઘેર તેડી આવી અને સુદર્શન પણ માતા ઉપર બાળક જેમ વિશ્વાસ રાખે છે તેમ તેના ઉપર વિશ્વાસ રાખી તેની સાથે ગયા. જેમનામાં કપટ હેતું નથી તેમને સંદેહ પણ હેત નથી અને તેઓ કેઈ કપટમાં ફસાઈ જતા પણ નથી. | હરિણીએ મુનિને અનુકૂલ-પ્રતિકૂલ અનેક ઉપસર્ગો આપી વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ મુનિ વિચલિત થયા નહિ. આખરે તેણીએ મુનિને જવા દીધા. મુનિ તે ચાલ્યા ગયા પરંતુ એ વેશ્યાનું પાછળથી શું થયું તે અત્રે જોવાનું છે.
હરિ વેશ્યા કહે પંડિતા, મુનિ ગુણ અપર પાર; દંભ મેહ અબ હા હૈ મેરા, પાઈ તત્ત્વકા સારઅબ મેં ઐસા શૃંગાર સગી, તજ ગહને કા ભાર; સેના ચાંદી હીરા મેતી, જિસકા નહીં આધાર. કજલ ટીકી પાન તજૂગ, મહંદી પ્રેમ ચડાય; સચ્ચા પ્રેમ ચઢા કે તન પર, દિલ મુનિજી મેં લગાય. જગતારક જિસ માગ સે ગયે હૈ, લૂંગી ધૂલ ઉઠાય; તન પર મલકર પાવન બનકર, જંગી મેરી કાય. મુનિ વિરહ મેં આંસૂ બહાઉં, યે હી મુક્તાહાર;
ઐસી સછલી બનકે રંગીલી, પાઉં ભદધિ પાર. મુનિ હરિણીને ત્યાંથી નીકળી ચાલ્યા ગયા. હરિણી તેમની તરફ જોતી જ રહી તે મનમાં વિચારતી હતી કે, આ કેવા મહાત્મા છે જે મારી આંખનો કટાક્ષથો પણ ડગ્યા નહિ. હું અત્યાર સુધી મેહને કારણે એવો ગ કરતી હતી કે, મારી આંખોના કટાક્ષની સામે કોણ ઊભે રહી શકે એમ છે. આજે હું સમજી ગઈ કે, જેમના હૃદયમાં પરમાત્માને વાસ છે તે અપ્સરાથી ડગી શકે નહિ પણ આ મુનિના પ્રતાપથી મને આ વાત સમજવામાં આવી શકી છે. | હરિણીએ પંડિતાને બોલાવી. પંડિતા તેની સામે આવી અને કહેવા લાગી કે, આખરે તમે હારી ગયાને ? વેશ્યાએ જવાબ આપ્યો કે, હા, હવે હું એ મુનિના પ્રતાપથી દુર્ગુણોથી