________________
૬૦૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો નથી. જે તેણે બરાબર રીતે વ્યાયામ કરી હતી તે તેનું શરીર બીજાઓનાં આઘાત સહી શકે એવું બની શક્યું હોત.
આ વિષે મહાભારતમાં આવેલું આ ઉદાહરણ ભાવિકજને માટે ઘણું જ ઉપયોગી છે. દુર્યોધનને યુધિષ્ઠિરે કહ્યું કે, “હે! દુર્યોધન ! જે તારું શરીર વજનું બની જાય તે ભીમની ગદા તે શું, ઇન્દ્રનું વજ પણ તારા શરીરની હાનિ કરી શકે નહિ. તારા શરીરને વજ જેવું બનાવવાનો ઉપાય એ છે કે, તું એકવાર તારી ગુણવતી સતી માતાની દષ્ટિમાં નીકળી જા. તારા શરીર ઉપર તારી માતાની દૃષ્ટિ પડવાથી તારું શરીર વજી જેવું બની જશે.”
આ ક્ષાત્રધર્મનું ઉદાહરણ છે. ક્ષત્રિય કાયરતા લાવી આગળ પાછળને વિચાર કરતા નથી કિંતુ વીરતાનાં જ કામ કરે છે. તેઓ કાયરતાના પંથ ઉપર પગલું પણ ભરતા નથી. પણ વીરતાના માર્ગે જ આગળ ધપતા જાય છે. દુર્યોધનને શરીર વજય બનાવવાને ઉપાય બતાવતી વખતે યુધિષ્ઠિરને એવો વિચાર સરખો પણ ન આવ્યો કે, જો આનું શરીર વજીમય બની જશે તે મારા ભાઈઓનું શું થશે અને યુદ્ધનું પરિણામ કેવું આવશે ? વીર લેકે આવી આડી અવળી વાત કરતા નથી, તેઓ તે વીરતાની જ વાતો કરે છે.
યુધિષ્ઠિરે બતાવેલો ઉપાય જાણી દુર્યોધન ત્યાંથી રવાના થયો અને પોતાની માતા ગાંધારી પાસે આવી બધી હકીક્ત કહી સંભળાવી. ગાંધારીએ બધી વાત સાંભળી દુર્યોધનને કહ્યું કે, “જેમની તારી ઉપર આટલી બધી કૃપા છે તે યુધિષ્ઠિરનો તું દ્રોહ કર નહિ.” પણ દુર્યોધને ગાંધારીનું કહ્યું ન માન્યું અને એમ જ કહ્યું કે, “હું જેમ કહું છું તે પ્રમાણે તું કરી દે. તું તે મારા શરીરને જોઈ વમય જ બનાવી દે”
માતાનું હૃદય કઈ જુદા જ પ્રકારનું હોય છે. તે પોતાના પુત્રના અવગુણે જેતી નથી પણ તેનું કલ્યાણ જ જુએ છે.
ગાંધારીએ દુર્યોધનની ઈચ્છાનુસાર શરીર ઉપર દષ્ટિપાત કરવાની અનુમતિ આપી. જો કે યુધિષ્ઠિરે શરીરને વિજય બનાવવાને જે ઉપાય બતાવ્યો હતો તેમાં નગ્ન થઈનીકળવાની શરત કરી હતી પણ દુર્યોધનને માર્ગમાં કૃષ્ણ નગ્ન થઈ ન નીકળવાની સલાહ આપી હતી. એ સલાહાનુસાર તેણે પિતાના ગુપ્તાંગને કાપીનઠારા ઢાંકી દીધું અને તે માતાની દષ્ટિમાંથી પસાર થયે. - દુર્યોધન પિતાની માતાની દૃષ્ટિમાંથી નીકળ્યો. તેની માતાની દષ્ટિ શરીરના જે ભાગ ઉપર પડી, શરીરને તે ભાગ વજીમય બની ગયે. પણ જે ભાગ કેપીનઠારા ઢંકાએલા હતા તે તે જ રહી ગયે, અર્થાત તે ભાગ વજીમય બની શક્યો નહિ. | ગદાયુદ્ધના સમયે ભીમ દુર્યોધનના શરીર ઉપર ગદાનો પ્રહાર કરતે હો પણ દુર્યોધનના શરીર ઉપર તેની કશી અસર પડતી ન હતી. ત્યારે કૃષ્ણ ભીમને કહ્યું કે, તમારી પ્રતિજ્ઞા દુર્યોધનની જંધ તેડવાની છે તે પછી તમે તેના શરીરના બીજા ભાગ ઉપર પ્રહાર કેમ કરે છો ? ભીમ કૃષ્ણની આજ્ઞા માનતે હતું એટલે તેણે દુર્યોધનની જાંઘ ઉપર ગદાનો પ્રહાર કર્યો. શરીરનો તે ભાગ તો પહેલેથી જ કેમલ હતા એટલે ગદાનો પ્રહાર થતાં જ જાંધ તૂટી ગઈ અને દુર્યોધન નીચે ઢળી પડ્યો.
કહેવાનો આશય એ છે કે, ભગવાનની પ્રાર્થના ગાંધારીની દૃષ્ટિ જેવી છે. પ્રાર્થનાની દૃષ્ટિમાં નીકળેલાને જગતનો કાઈ પણ આઘાત લાગી શકતું નથી. પરંતુ શરત એ છે કે,