________________
વદી | રાજકેટ–ચાતુર્માસ
[ ૫૯૩ રૂપી રથના ઘોડાઓ છે. જે પ્રમાણે લગામના ઈશારાથી ઘોડાઓ દડે છે તે જ પ્રમાણે આ શરીરરથમાં જોડવામાં આવેલા ઈન્દ્રિયોરૂપી ઘડાઓ પણ મનરૂપી લગામના ઈશારાથી દોડે છે પણ ઇન્દ્રિયો સ્વછંદ થઈને જે જે વિષયોની તરફ દેડવા લાગે છે તે માર્ગ ઇન્દ્રિયોનો છે, આત્મારૂપી રથને તે માર્ગ નથી. આત્મારૂપી રથી વિષયના માર્ગે જવા ચાહત નથી પણ મનરૂપી લગામ ઢીલી અને ઈન્દિરૂપી જોડાઓ સ્વછંદ છે એટલા માટે એમ થવું સ્વાભાવિક છે.
ઈન્દ્રિયારૂપી ઘોડાઓ મનરૂપી લગામથી વશ છે અને એ મનરૂપી લગામને કાબુમાં રાખનાર બુદ્ધિ સારથિ છે. એ બુદ્ધિ આત્મારૂપી રથીને સારથિ છે. એટલા માટે બુદ્ધિને આત્માધીન રાખવી જોઈએ. જે રથી સાવધાન હોય તો તે સારથિને પિતાને અધીન રાખી શકે છે અને એમ કહી શકે છે કે, “હે ! સારથિ ! મારે અમુક જગ્યાએ જવું છે માટે રથને તે રસ્તે હંકારજે, ઊલટે માર્ગે હંકારીશ નહિ.” જે આત્મા–રથી આ પ્રમાણે સાવધાન હોય, અને બુદ્ધિ-સારથિને પિતાની અધીનતામાં રાખે તે આ શરીરરૂપી રથની સહાયતાથી આત્મા યથેષ્ટ સ્થાનને પ્રાપ્ત થઈ શકે છે અર્થાત્ કલ્યાણ સાધી શકે છે.
આત્માને આ શરીરરૂપી રથ મળ્યો છે. એટલા માટે એ રથને કઈ દિશામાં લઈ જેવો જોઈએ એને તમે વિચાર કરે. આને માટે સર્વપ્રથમ એ વિચારે કે તમારે દુર્ગતિ જોઈએ કે સદ્ગતિ ? દુર્ગતિ તે કઈ પણ ચાહતું નથી. બધા એમ જ કહેશે કે, અમારે સદ્દગતિ જ જોઈએ, પણ તમો સદ્દગતિ તે ચાહે છે પરંતુ તમે શું કરી રહ્યા છો અને તમારે રથ કઈ બાજુ જઈ રહ્યો છે તેને વિચાર કરે. તમારે આત્મા અસાવધાન, બુદ્ધિ પાગલ, મન ઇન્દ્રિયોને અધીન અને ઇન્દ્રિ સ્વછંદ તે થઈ રહી નથી ને? એમ હોય તો એ દશામાં સદ્દગતિ કેમ મળી શકે? જ્યારે આત્માને સાવધાન કરે, બુદ્ધિને નિશ્ચયાત્મક અને આત્માને સ્વાધીન કરે અને ઇન્દ્રિયોને સ્વછંદ ન બનાવતાં મનને વશ કરે ત્યારે જ સદ્દ ગતિ પ્રાપ્ત થઈ શકે; અર્થાત આત્મા પિતાનું કલ્યાણ સાધી શકે.
તમે નત્થણું'નો પાઠ બેલતાં ભગવાનને માટે એમ કહે છે કે, ભગવાન ધર્મના સારથિ છે. જ્યારે ભગવાનને સારથિ બનાવવામાં આવે ત્યારે આત્માનું કલ્યાણ થવામાં કાંઈ સંદેહ હોઈ શકે ખરો ! અને કૃષ્ણને કહ્યું હતું કે, હે. કૃષ્ણ! આપ મારા સારથિ છો. એટલે મારી હાર કેમ થઈ શકે ? આ જ પ્રમાણે જ્યારે ભગવાન સારથિ હોય ત્યારે દુર્ગતિ કેમ થઈ શકે? પણ સદ્દગતિ કે મુક્તિ ત્યારે જ મળી શકે છે, જ્યારે ભગવાનને સારથિ બનાવવામાં આવે અર્થાત બુદ્ધિ ભગવાનને સમર્પિત કરી દેવામાં આવે. જે પ્રમાણે વાસુદેવને ગરુડધ્વજ રથ પ્રસિદ્ધ છેતે જ પ્રમાણે આ મનુષ્ય શરીરરૂપી પ્રસિદ્ધ રથ આત્માને મળે છે. આ રથના સારથિ ભગવાનને બનાવવામાં આવે અર્થાત જે સારથિનું કામ કરી રહી છે તે બુદ્ધિને અત્યારથી ભગવાનને સમર્પિત કરી દેવામાં આવે તે કલ્યાણ થવામાં શું. વિલંબ લાગે ખરો ? અને આવું મનુષ્ય શરીર પ્રાપ્ત થવા છતાં પણ જો આત્માનું કલ્યાણ કરવામાં ન આવે તે પછી કલ્યાણ ક્યારે થઈ શકશે ?
આ સમ્પ્રદાયમાં રઘુનાથજી મહારાજ નામના એક તેજસ્વી મહાત્મા થઈ ગયા છે. તે તપરવી હતા. એકવાર જોધપુરમાં રઘુનાથજી મહારાજે ત્યાંના સીંઘીજીને કહ્યું કે, “સીંઘીજી!